IND vs ENG 3rd T20: ઈંગ્લેન્ડે ભારતને 26 રને હરાવ્યું, બેન ડકેત બાદ ઓવરટન ચમક્યો, શ્રેણી 2-1 પર પહોંચી

આ મેચમાં ભારતીય ટીમ શ્રેણીમાં અજેય લીડ લેવાના લક્ષ્ય સાથે આવી હતી. ઈંગ્લેન્ડે ભારતને 172 રનનો ટાર્ગેટ આપ્યો હતો. જવાબમાં ટીમ ઈન્ડિયા 20 ઓવરમાં નવ વિકેટે 146 રન જ બનાવી શકી હતી.

By: Jignesh TrivediEdited By:Jignesh TrivediPublish Date: Tue, 28 Jan 2025 10:48 PM (IST)Updated: Tue, 28 Jan 2025 10:53 PM (IST)
ind-vs-eng-3rd-t20-england-beat-india-by-26-runs-overton-shines-after-ben-duckett-series-2-1

IND vs ENG 3rd T20: ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે રમાઈ રહેલી 5 મેચની T-20 શ્રેણીની ત્રીજી મેચ 28 જાન્યુઆરીએ રાજકોટમાં રમાઈ હતી. ઈંગ્લેન્ડે આ મેચ 26 રને જીતી લીધી હતી. હવે ઈંગ્લેન્ડ ટી-20 શ્રેણીમાં 2-1થી પાછળ છે. ઈંગ્લેન્ડના બોલર્સે રાજકોટના મેદાનમાં કમાલ દેખાડી હતી.

આ મેચમાં ભારતીય ટીમ શ્રેણીમાં અજેય લીડ લેવાના લક્ષ્ય સાથે આવી હતી. ઈંગ્લેન્ડે ભારતને 172 રનનો ટાર્ગેટ આપ્યો હતો. જવાબમાં ટીમ ઈન્ડિયા 20 ઓવરમાં નવ વિકેટે 146 રન જ બનાવી શકી હતી.

ઈંગ્લેન્ડની ઈનિંગ
ભારતીય ટીમે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનું પસંદ કર્યું હતું. ભારતની પ્લેઈંગ 11માં એક ફેરફાર કરવામાં આવ્યો છે. અર્શદીપ સિંહની જગ્યાએ મોહમ્મદ શમીને પ્લેઈંગ 11માં સામેલ કરવામાં આવ્યો છે. શમી 14 મહિના બાદ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પરત ફર્યો હતો. પહેલા બેટિંગ કરવા આવેલી ઈંગ્લેન્ડની ટીમે 20 ઓવરમાં 9 વિકેટ ગુમાવીને 171 રન બનાવ્યા હતા. બેન ડકેટે અડધી સદી ફટકારી હતી. તેણે 28 બોલમાં 51 રન બનાવ્યા હતા. તેના સિવાય લિયામ લિવિંગસ્ટોને 43 રન, કેપ્ટન જોસ બટલરે 24 રન બનાવ્યા હતા. આદિલ રાશિદ અને માર્ક વૂડ 10-10 રન બનાવીને અણનમ રહ્યા હતા. ભારત તરફથી વરુણ ચક્રવર્તીએ 5 વિકેટ લીધી હતી. તેમના સિવાય હાર્દિક પંડ્યાને 2 અને રવિ બિશ્નોઈ-અક્ષર પટેલને 1-1 વિકેટ મળી હતી.

ઈંગ્લેન્ડે આ મેચ 26 રને જીતી
ઇંગ્લેન્ડે ત્રીજી T-20 મેચમાં ભારતને 26 રને હરાવ્યું. 20 ઓવર પછી ભારતીય ટીમ 145/9 રન જ બનાવી શકી હતી. ટીમ ઈન્ડિયાની શરૂઆત ખરાબ રહી હતી. ઓપનર સંજુ સેમસન માત્ર 3 રન બનાવીને પેવેલિયન પરત ફર્યો હતો. તેને જોફ્રા આર્ચરે આઉટ કર્યો હતો. સેમસમ બાદ અભિષેક શર્માની વિકેટ પડી હતી. તે 14 બોલમાં 24 રન બનાવીને આઉટ થયો હતો. અભિષેકે 5 ચોગ્ગા ફટકાર્યા હતા. તિલક વર્મા ચોથા નંબર પર બેટિંગ કરવા આવ્યો હતો. તે 18 રન બનાવીને આઉટ થયો હતો. કેપ્ટન સૂર્યકુમાર યાદવ 14 રન બનાવીને આઉટ થયો હતો. વોશિંગ્ટન સુંદર માત્ર 6 રન બનાવીને વોકઆઉટ થયો હતો.

હાર્દિક પંડ્યાએ 40 રનની મહત્વપૂર્ણ ઇનિંગ રમી હતી. તેણે 2 સિક્સર અને 1 ફોર ફટકારી હતી. અક્ષર પટેલે 15 રન ઉમેર્યા હતા. તેણે 2 ચોગ્ગા ફટકાર્યા હતા. મોહમ્મદ શાનીએ એક સિક્સરની મદદથી 7 રન બનાવ્યા હતા. જો કે ભારતને 26 રનથી હારનો સામનો કરવો પડ્યો હતો.