IND vs ENG 3rd ODI: કેએલ રાહુલ અને કુલદીપ યાદવની થશે વાપસી, કયા બે ખેલાડી થશે ટીમમાંથી બહાર!

ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે છેલ્લી વનડે મેચ 18 જુલાઈ, રવિવારના રોજ લોર્ડ્સ ખાતે રમાશે, જે વનડે સિરીઝના વિજેતાનો ફેંસલો કરશે.

By: Purvalak DabhiEdited By:Purvalak DabhiPublish Date: Sat, 18 Jul 2026 03:55 PM (IST)Updated: Sat, 18 Jul 2026 03:55 PM (IST)
ind-vs-eng-3rd-odi-playing-11-india-vs-england-team-prediction-captain-vice-captain
IND vs ENG 3rd ODI Playing 11 2026

IND vs ENG 3rd ODI Playing 11 2026: ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે 18 જુલાઈ, રવિવારે  ઐતિહાસિક લોર્ડ્સ મેદાન ખાતે રમાનારી ત્રીજી અને છેલ્લી વનડે મેચ ખૂબ જ નિર્ણાયક બની રહેશે. હાલમાં આ વનડે સિરીઝ 1-1 થી બરાબરી પર છે, તેથી જે ટીમ આ મેચ જીતશે તે આ વનડે સિરીઝ પોતાના નામે કરશે.

ભારતીય ક્રિકેટ ટીમમાં થઈ શકે બદલાવ

T20 સિરીઝમાં હારનો સામનો કર્યા બાદ ભારતીય ટીમ કોઈ પણ ભોગે હાલની વનડે સિરીઝ ગુમાવવા માંગતી નથી. આ માટે કેપ્ટન શુભમન ગિલ અને કોચ ગૌતમ ગંભીર ભારતીય ટીમની પ્લેઈંગ-11 માં કેટલાક અગત્યના નિર્ણયો અને ફેરફાર કરી શકે છે. કેટલાક ખેલાડી ટીમમાંથી બહાર થશે અને કેટલાક નવા ખેલાડીને ટીમ માટે રમવાની તક મળી શકે છે.

રોહિત શર્માની છેલ્લી મેચ અંગે અટકળો

આ મેચ પર તમામની નજર એટલા માટે પણ ટકેલી છે, કારણ કે તેને રોહિત શર્માના કરિયરની છેલ્લી મેચ કહેવામાં આવી રહી છે. જોકે, BCCI સેક્રેટરીએ આ વાતનો સાફ ઇનકાર કર્યો છે. પરંતુ અટકળો શરૂ થયા બાદ ચાહકોને આ મેચ ખતમ ન થાય ત્યાં સુધી રાહત મળશે નહીં. રોહિત શર્માના હાલના પ્રદર્શનને લઈને તેને ડ્રોપ કરવાનો ટીમ મેનેજમેન્ટે નિર્ણય કર્યો છે.

કેએલ રાહુલની વાપસી અને બેટિંગ ઓર્ડર 

કાર્ડિફમાં રમાયેલી બીજી વનડેમાં ભારતને મજબૂરીમાં એક ફેરફાર કરવો પડ્યો હતો. કેએલ રાહુલ બીમાર હોવાથી તેની જગ્યાએ ઈશાન કિશનને મેદાનમાં ઉતારવામાં આવ્યો હતો. જો હવે રાહુલ સ્વસ્થ થઈ ગયો હશે તો તેનું રમવું નિશ્ચિત છે, અને ઈશાન કિશને બહાર જવું પડશે.

બેટિંગમાં અન્ય કોઈ ફેરફારની અપેક્ષા નથી. રોહિત શર્મા અને કેપ્ટન શુભમન ગિલનું ઓપનિંગ કરવાનું નક્કી છે અને ત્રીજા નંબર પર શાનદાર ફોર્મમાં ચાલી રહેલ વિરાટ કોહલી ઉતરશે. ત્યારપછી શ્રેયસ અય્યરનો નંબર છે, અને બાકીના ત્રણ સ્થાન પર કેએલ રાહુલ, અક્ષર પટેલ અને શિવમ દુબે વચ્ચે અદલાબદલી થતી રહેશે.

સ્પિનર કુલદીપ યાદવને પણ મળી શકે તક

આ નિર્ણાયક અને આખરી મેચમાં કેપ્ટન ગિલ અનુભવી સ્પિનર કુલદીપ યાદવને પ્લેઈંગ-11 માં સામેલ કરી શકે છે. ટીમમાં કુલદીપની ગેરહાજરી વર્તાય છે, કારણ કે તે વિકેટ ઝડપવામાં અને મિડલ ઓવરમાં રન રોકવામાં માહિર છે.

અત્યાર સુધી કુલદીપની જગ્યાએ રમી રહેલા વોશિંગ્ટન સુંદરે બેટ કે બોલથી કોઈ ખાસ પ્રભાવ પાડ્યો નથી. બીજી મેચમાં તો સુંદરને એક પણ ઓવર આપવામાં આવી ન હતી. જો કુલદીપ પ્લેઈંગ-11 માં આવે, તો કાગળ પર બેટિંગ થોડી નબળી દેખાઈ શકે છે, પરંતુ હકીકતમાં ટીમની બોલિંગ ઘણી મજબૂત બનશે.

IND vs ENG 3rd ODI: સંભવિત પ્લેઈંગ 11

Indian Cricket Team: શુભમન ગિલ (કેપ્ટન), રોહિત શર્મા, વિરાટ કોહલી, શ્રેયસ અય્યર, કેએલ રાહુલ, અક્ષર પટેલ, શિવમ દુબે, કુલદીપ યાદવ, પ્રસિદ્ધ કૃષ્ણા, ગુરનૂર બરાડ, જસપ્રીત બુમરાહ.