IND vs ENG: ટેસ્ટ ક્રિકેટના ઈતિહાસનો 10,000મો ડક, ઇંગ્લેન્ડના આ ખેલાડીના નામે નોંધાયો શરમજનક રેકોર્ડ

India vs England 2nd Test: ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે બર્મિંગહામમાં રમાયેલી ટેસ્ટ મેચના ત્રીજા દિવસે ટેસ્ટ ક્રિકેટના ઇતિહાસમાં એક અનોખો પણ શરમજનક રેકોર્ડ નોંધાયો છે.

By: Dharmendra ThakurEdited By:Dharmendra ThakurPublish Date: Sat, 05 Jul 2025 12:49 PM (IST)Updated: Sat, 05 Jul 2025 12:49 PM (IST)
ind-vs-eng-2nd-test-brydon-carse-10000-ducks-in-test-cricket-history
HIGHLIGHTS
  • ભારત-ઇંગ્લેન્ડ ટેસ્ટના ત્રીજા દિવસે ટેસ્ટ ક્રિકેટના ઇતિહાસનો 10,000મો ડક નોંધાયો.
  • ટેસ્ટ ક્રિકેટમાં 10,000મો ડક ઇંગ્લેન્ડનો બ્રાઇડન કાર્સ બન્યો.
  • ઇંગ્લેન્ડે પ્રથમ ઇનિંગમાં 400+ રન બનાવ્યા હોવા છતાં 6 બેટ્સમેન શૂન્ય રને આઉટ થયા.

India vs England 2nd Test: ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે બર્મિંગહામમાં રમાયેલી ટેસ્ટ મેચના ત્રીજા દિવસે ટેસ્ટ ક્રિકેટના ઇતિહાસમાં એક અનોખો પણ શરમજનક રેકોર્ડ નોંધાયો છે. ટેસ્ટ ક્રિકેટના 148 વર્ષ, 3 મહિના અને 20 દિવસના ઈતિહાસ બાદ 10,000મો ડક નોંધાયો છે.

આ રેકોર્ડ ઇંગ્લેન્ડના બ્રાઇડન કાર્સના નામે નોંધાયો હતો, જે ટેસ્ટ ક્રિકેટના ઈતિહાસમાં 10000મો બેટ્સમેન બન્યો જે ખાતું ખોલ્યા વિના આઉટ થયો. તેની સાથે જ જોશ ટોંગ 10001મો અને શોએબ બશીર 10002મો ડકનો ભોગ બન્યો છે.

ટેસ્ટ મેચના ત્રીજા દિવસે ભારતીય બોલરોએ શાનદાર પ્રદર્શન કર્યું હતું. મોહમ્મદ સિરાજે 70 રનમાં 6 વિકેટ ઝડપી લીધી હતી. તેમની બોલિંગ સામે ઇંગ્લેન્ડના ચાર ખેલાડીઓ- બેન સ્ટોક્સ, બ્રાઇડન કાર્સ, જોશ ટોંગ અને શોએબ બશીર એક પણ રન બનાવ્યા વિના પેવેલિયન પરત ફર્યા હતા.

400 રન છતાં ઇંગ્લેન્ડના 6 બેટ્સમેન ડક પર આઉટ

ઇંગ્લેન્ડની પ્રથમ ઇનિંગમાં અનોખી ઘટના સામે આવી છે. ટીમે 400થી વધુ રન બનાવ્યા હોવા છતાં તેના 6 બેટ્સમેન ખાતું ખોલ્યા વિના પેવેલિયન પરત ફર્યા. આ બેટ્સમેન હતા - બેન ડકેટ, ઓલી પોપ, બેન સ્ટોક્સ, બ્રાઇડન કાર્સ, જોશ ટોંગ અને શોએબ બશીર. ટેસ્ટ ક્રિકેટના ઇતિહાસમાં આ પહેલીવાર બન્યું છે કે કોઈ ટીમે 400+ રન બનાવ્યા હોવા છતાં 6 બેટ્સમેન ડકનો ભોગ બન્યા હોય. ઇંગ્લેન્ડની આ અસામાન્ય સિદ્ધિએ રેકોર્ડબુકમાં પોતાનું અનોખું સ્થાન બનાવી લીધું છે.