England vs India 1st Test Playing 11: ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે 20 જૂનથી 5 ટેસ્ટ મેચની ટેસ્ટ સિરીઝની શરૂઆત થવા જઈ રહી છે. આ સિરીઝની પ્રથમ મેચ હેડિંગ્લે ગ્રાઉન્ડમાં રમાશે. ટીમ ઈન્ડિયા આ વખતે 2007 પછી પ્રથમ વખત ઈંગ્લેન્ડની ધરતી પર ટેસ્ટ સિરીઝમાં જીત મેળવવા માંગશે. ઈંગ્લેન્ડની ટીમે પ્રથમ ટેસ્ટ માટે તેની પ્લેઈંગ 11ની જાહેરાત કરી દીધી છે. ત્યારે જાણો પ્રથમ ટેસ્ટ માટે ટીમ ઈન્ડિયાની સંભવિત પ્લેઈંગ 11.
રાહુલ અને જયસ્વાલ કરશે ઓપનિંગ, ત્રીજા નંબરે કોણ?
ઈંગ્લેન્ડ સામેની પ્રથમ ટેસ્ટમાં યુવા બેટ્સમેન યશસ્વી જયસ્વાલ અને અનુભવ કેએલ રાહુલ ઓપનિંગની જવાબદારી સંભાળશે. ત્રીજા સ્થાન માટે ટીમ ઈન્ડિયા પાસે 3 ઓપ્શન છે. અભિમન્યુ ઈશ્વરન, સાઈ સુદર્શન અને કરુણ નાયર રેસમાં છે. ટીમ મેનેજમેન્ટ 8 વર્ષ પછી ટીમમાં વાપસી કરનાર કરુણ નાયર પર વિશ્વાસ કરી શકે છે.
કેપ્ટન ગિલ નંબર 4, VC પંત 5 નંબરે બેટિંગ કરશે
બુધવારના રોજ વાઈસ કેપ્ટન ઋષભ પંતે પ્રેસ કોન્ફરેન્સ કરી હતી, જેમાં તેને સંકેત આપ્યા હતા કે, કેપ્ટન શુભમન ગિલ નંબર 4 અને નંબર પાંચ પર તે પોતે બેટિંગ કરતો જોવા મળી શકે છે. 6 નંબરે શાર્દુલ ઠાકુર અથવા નીતિશ રેડ્ડીમાંથી કોઈ એકને તક મળી શકે છે. સાતમા નંબરે રવિન્દ્ર જા઼ડેજાનું બેટિંગમાં આવવું નક્કી છે.
3 ફાસ્ટ બોલર સાથે ઉતરશે ટીમ ઈન્ડિયા
ટીમ ઈન્ડિયા પ્લેઈંગ 11માં 3 ફાસ્ટ બોલર સાથે ઉતરી શકે છે. જેમાં જસપ્રીત બુમરાહ અને મોહમ્મદ સિરાજનું રમવું નક્કી છે. આ બેની સાથે પ્રસિદ્ધ કૃષ્ણા અથવા અર્શદીપ સિંહમાંથી કોઈ એકને તક મળી શકે છે. નિષ્ણાત સ્પિનર તરીકે કુલદીપ યાદવને તક મળી શકે છે.
ઈંગ્લેન્ડ સામેની પ્રથમ ટેસ્ટ મેચ માટે ભારતની સંભવિત પ્લેઈંગ 11
યશસ્વી જયસ્વાલ, કેએલ રાહુલ, કરુણ નાયર, શુભમન ગિલ (કેપ્ટન), ઋષભ પંત (વિકેટકીપર), શાર્દુલ ઠાકુર/નીતિશ રેડ્ડી, રવિન્દ્ર જાડેજા, જસપ્રિત બુમરાહ, મોહમ્મદ સિરાજ, પ્રસિદ્ધ કૃષ્ણા, કુલદીપ યાદવ.
ભારત સામેની પ્રથમ ટેસ્ટ મેચ માટે ઈંગ્લેન્ડની પ્લેઈંગ 11
ઝેક ક્રોલી, બેન ડકેટ, ઓલી પોપ, જો રૂટ, હેરી બ્રુક, બેન સ્ટોક્સ (કેપ્ટન), જેમી સ્મિથ (વિકેટકીપર), ક્રિસ વોક્સ, બ્રાયડન કાર્સે, જોશ ટંગ, શોએબ બશીર.
ઈંગ્લેન્ડ પ્રવાસ માટે 18 સભ્યોની ભારતીય ટીમ
શુભમન ગિલ (કેપ્ટન), યશસ્વી જયસ્વાલ, કેએલ રાહુલ, સાઈ સુદર્શન, ઋષભ પંત (વાઈસ કેપ્ટન/વિકેટકીપર), નીતિશ કુમાર રેડ્ડી, રવીન્દ્ર જાડેજા, ધ્રુવ જુરેલ (વિકેટકીપર), અભિમન્યુ ઇશ્વરન, શાર્દુલ ઠાકુર, જસપ્રીત બુમરાહ, મોહમ્મદ સિરાજ, પ્રસિદ્ધ કૃષ્ણા, કરુણ નાયર, વોશિંગ્ટન સુંદર, આકાશ દીપ, અર્શદીપ સિંહ, કુલદીપ યાદવ.
ભારત-ઇંગ્લેન્ડ ટેસ્ટ સિરીઝનું શેડ્યૂલ
| ટેસ્ટ મેચ | તારીખ | સ્થળ | શહેર | મેચ સમય |
| પ્રથમ ટેસ્ટ | 20-24 જૂન, 2025 | હેડિંગ્લી | લીડ્સ | બપોરે 3:30 વાગ્યાથી |
| બીજી ટેસ્ટ | 2-6 જુલાઈ, 2025 | એજબેસ્ટન | બર્મિંગહામ | બપોરે 3:30 વાગ્યાથી |
| ત્રીજી ટેસ્ટ | 10-14 જુલાઈ, 2025 | લોર્ડ્સ | લંડન | બપોરે 3:30 વાગ્યાથી |
| ચોથી ટેસ્ટ | 23-27 જુલાઈ, 2025 | ઓલ્ડ ટ્રેફોર્ડ | માન્ચેસ્ટર | બપોરે 3:30 વાગ્યાથી |
| પાંચમી ટેસ્ટ | 31 જુલાઈ-4 ઓગસ્ટ, 2025 | ધ ઓવલ | લંડન | બપોરે 3:30 વાગ્યાથી |
