IND vs ENG 1st ODI Live Streaming: ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચેની વનડે સિરીઝ ક્યાં અને કઈ ચેનલ પર જોઈ શકાશે, અહીં મેળવો લાઈવ સ્ટ્રીમિંગ વિગતો

IND vs ENG 1st ODI Live Streaming: ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેની T20I સિરીઝ સમાપ્ત થયા પછી હવે ODI સિરીઝ શરૂ થવાની છે. બંને ટીમો વચ્ચે 3 મેચની વનડે સિરીઝ રમાવાની છે.

By: Dharmendra ThakurEdited By: Dharmendra Thakur Publish Date: Mon 03 Feb 2025 10:26 AM (IST)Updated: Mon 03 Feb 2025 10:42 AM (IST)
ind-vs-eng-1st-odi-live-streaming-when-and-where-to-watch-india-vs-england-live-telecast-chennel-tv-an-app-full-details-469731

IND vs ENG 1st ODI Live Streaming: ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેની T20I સિરીઝ સમાપ્ત થયા પછી હવે ODI સિરીઝ શરૂ થવાની છે. બંને ટીમો વચ્ચે 3 મેચની વનડે સિરીઝ રમાવાની છે. આ સિરીઝ 6 ફેબ્રુઆરીથી શરૂ થશે. ત્યારે જાણો ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેની ત્રણેય ODI મેચો તમે ક્યારે, ક્યાં અને કઈ ચેનલ પર લાઈવ જોઈ શકશો.

ભારત vs ઇંગ્લેન્ડ વનડે સિરીઝ લાઈવ સ્ટ્રીમિંગ વિગતો

ભારત vs ઇંગ્લેન્ડ ODI સિરીઝ ક્યારે શરૂ થશે?

ભારત vs ઇંગ્લેન્ડ ODI સિરીઝ 6 ફેબ્રુઆરી, ગુરુવારથી શરૂ થશે. પ્રથમ વનડે મેચ 6 ફેબ્રુઆરીના રોજ નાગપુરના વિદર્ભ ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમમાં રમાશે.

ભારત vs ઇંગ્લેન્ડ ODI સિરીઝ દરમિયાન ટોસ કયા સમયે થશે?

ભારત vs ઇંગ્લેન્ડ ODI સિરીઝ માટે ટોસ IST બપોરે 1 વાગ્યે થશે.

ભારત vs ઇંગ્લેન્ડ ODI સિરીઝના તમામ મેચ કેટલા વાગ્યે શરૂ થશે?

ભારત vs ઇંગ્લેન્ડ ODI સિરીઝની તમામ મેચો ભારતીય સમય મુજબ બપોરે 1:30 વાગ્યે શરૂ થશે.

ભારત vs ઇંગ્લેન્ડ ODI સિરીઝ ભારતમાં કઈ ટીવી ચેનલ પર લાઈવ ટેલિકાસ્ટ થશે?

ભારત vs ઇંગ્લેન્ડ ODI સિરીઝ ભારતમાં સ્ટાર સ્પોર્ટ્સ નેટવર્ક પર લાઈવ ટેલિકાસ્ટ થશે.

ભારત vs ઇંગ્લેન્ડ ODI સિરીઝનું લાઇવ સ્ટ્રીમિંગ ભારતમાં ક્યાં ઉપલબ્ધ થશે?

ભારત vs ઇંગ્લેન્ડ ODI સિરીઝનું લાઇવ સ્ટ્રીમિંગ ભારતમાં Disney+ Hotstar એપ અને વેબસાઇટ પર ઉપલબ્ધ થશે.

ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેની વનડે સિરીઝનું સંપૂર્ણ શેડ્યૂલ

  • પ્રથમ મેચ - 06 ફેબ્રુઆરી 2025 - વિદર્ભ ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમ, નાગપુર
  • બીજી મેચ - 09 ફેબ્રુઆરી 2025 - બારાબાતી સ્ટેડિયમ, કટક
  • ત્રીજી મેચ - 12 જાન્યુઆરી 2025, નરેન્દ્ર મોદી સ્ટેડિયમ, અમદાવાદ

વનડે સિરીઝ માટે બંને ટીમોનું સ્કવોર્ડ

ભારતની ટીમ: રોહિત શર્મા (C), શુભમન ગિલ, વિરાટ કોહલી, શ્રેયસ ઐયર, કેએલ રાહુલ (WK), હાર્દિક પંડ્યા, અક્ષર પટેલ, વોશિંગ્ટન સુંદર, કુલદીપ યાદવ, હર્ષિત રાણા, જસપ્રીત બુમરાહ, મોહમ્મદ શમી, અર્શદીપ સિંહ, યશસ્વી જયસ્વાલ, ઋષભ પંત (WK), રવિન્દ્ર જાડેજા.

ઇંગ્લેન્ડની ટીમ: હેરી બ્રુક, બેન ડકેટ, જો રૂટ, જેકબ બેથેલ, લિયામ લિવિંગસ્ટોન, બ્રાયડન કાર્સ, જેમી ઓવરટન, જોસ બટલર (C), જેમી સ્મિથ, ફિલિપ સોલ્ટ (WK), જોફ્રા આર્ચર, ગુસ એટકિન્સન, આદિલ રશીદ, સાકિબ મહમૂદ, માર્ક વુડ.