Ind Vs Aus T20, Harshit Rana Record Innings: ઓસ્ટ્રેલિયાએ બીજી T20 મેચમાં ટીમ ઈન્ડિયાને 7 વિકેટે હરાવીને પાંચ મેચની સિરીઝમાં 1-0થી આગળ છે. અગાઉ સિરીઝની પ્રથમ મેચ વરસાદના કારણે ધોવાઈ ગઈ હતી. આજની મેચમાં ટીમ ઈન્ડિયાની (Team India) બેટિંગ સાવ કંગાળ જોવા મળી હતી. માત્ર અભિષેક શર્મા અને હર્ષિત રાણાની (Harshit Rana) સ્ફોટક ઈનિંગ્સ રહી.
અભિષેક અને હર્ષિત સિવાય એકપણ બેટ્સમેન ક્રીઝ પર વધારે સમય ટક્યો નહતો અને ટીમ ઈન્ડિયા 18.4 ઑવરમાં માત્ર 125 રનમાં ઑલઆઉટ થઈ ગઈ હતી. જો કે આજની મેચમાં બેટિંગ હરોળમાં ઉપર આવેલ ટીમ ઈન્ડિયાના ફાસ્ટ બોલર હર્ષિત રાણાએ જોરદાર ફટકા મારીને સૌ કોઈને ચોંકાવી દીધા હતા. હર્ષિત રાણાએ તોફાની બેટિંગ કરતા વિરેન્દ્ર સહેવાગ, ક્રિસ ગેલ અને ઋષભ પંત જેવા ધુરંધર બેટ્સમેનોને પાછળ છોડી દીધા છે.
કેવી રહી હર્ષિત રાણાની ઈનિંગ્સ?
ઑસ્ટ્રેલિયા વિરુદ્ધ પહેલા બેટિંગ કરવા ઉતરેલી ટીમ ઈન્ડિયાની પ્રથમ 5 વિકેટ માત્ર 49 રનમાં જ પડી ગઈ હતી. જે બાદ હર્ષિત રાણા ક્રીઝ પર આવ્યો. હર્ષિતે અને અભિષેક શર્માએ છઠ્ઠી વિકેટ માટે 63 બોલમાં 56 રનની પાર્ટનરશિપ કરી.
આ દરમિયાન હર્ષિત રાણાએ 33 બોલમાં 3 ફૉર અને 1 સિક્સની મદદથી 35 રન બનાવ્યા હતા. જ્યારે અભિષેક શર્માએ 37 બૉલમાં 8 ફૉર અને 2 સિક્સની મદદથી 68 રન ફટકાર્યા હતા.
ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ મેલબોર્નમાં 35 રનની ઈનિંગ્સ રમીને હર્ષિત રાણાએ ક્રિકેટ વિશ્વના અનેક દિગ્ગજોને પાછળ છોડી દીધા છે. અગાઉ આ રેકોર્ડ સાઉથ આફ્રિકાના બેટ્સમેન ડેવિડ મિલરના નામે હતો. જેણે T20Iમાં ઑસ્ટ્રેલિયા વિરુદ્ધ 34 રનની અણનમ ઈનિંગ્સ રમી હતી.
ડેવિડ મિલર ઉપરાંત હર્ષિત રાણાએ જો રૂટ (32), મહોમ્મદ રિઝવાન (31), દિનેશ કાર્તિક (30), માર્ક બાઉચર (29), ફાફ ડુપ્લેસિસ (27), કિરોન પોલાર્ડ (26), કેવિન પીટરસન (25), વિરેન્દ્ર સહેવાગ (23), સંજુ સેમસન (23), કેન વિલિયમસન (23), રિષભ પંચ (20), નિકોલસ પુરન (18), બેન સ્ટોક્સ (17*), જેક કાલિસ (15) અને ક્રિસ ગેલ (12) રનને પાછળ છોડ્યા છે.
