Railway Recruitment: રેલવેમાં જુનિયર એન્જિનિયરોની પોસ્ટ માટે બમ્પર ભરતી, જાણો લાયકાત અને અરજી કરવાની સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ

જુનિયર એન્જિનિયરની પોસ્ટ માટે અરજી કરવા માટે જનરલ, OBC અને EWS કેટેગરીના ઉમેદવારોએ 500 રૂપિયા તેમજ SC, ST, EBC, મહિલા અને ટ્રાન્સજેન્ડર ઉમેદવારે 250 અરજી ફી ભરવી પડશે.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Fri, 31 Oct 2025 06:05 PM (IST)Updated: Fri, 31 Oct 2025 06:05 PM (IST)
railway-recruitment-junior-engineerm-je-recruitment-opportunities-for-2569-post-how-to-apply
HIGHLIGHTS
  • જુનિયર એન્જિનિયરની 2569 પોસ્ટ માટે આજથી એપ્લિકેશન વિન્ડો ઑપન
  • બેઝિક સેલેરી ઉપરાંત ભથ્થા મળીને મહિને 60 હજાર સુધી મળી શકે

Railway Recruitment, RRB JE Vacancy: પ્રાઈવેટ સેક્ટરમાં નોકરીની અસ્થિરતા, પગાર ધોરણ અને કામનું ભારણ સહિત અનેક કારણોસર આજે પણ લોકો સરકારી નોકરીને વધારે પ્રાધાન્ય આપે છે. જો કે હવે સરકારી નોકરી પણ સરળતાથી નથી મળતી. આટલું જ નહીં, તેમાં પણ ગળાકાપ સ્પર્ધા જોવા મળી રહી છે. એવામાં જો તમે પણ ભારતીય રેલવેમાં નોકરી કરવા માંગતા હોવ, તો તમારા માટે સોનેરી તક સામે આવી છે.

હકીકતમાં રેલવે ભરતી બોર્ડ (RRB) દ્વારા જુનિયર એન્જિનિયર (RRB JE Vacancy), ડેપો મટીરિયલ સુપરિટેન્ડેન્ટ અને કેમિકલ એન્ડ મેટલર્જિકલ આસિસ્ટન્ટ જેવા પદો પર ભરતી માટે આજથી એપ્લિકેશન વિન્ડો ઑપન કરી છે. જો તમે પણ આ જગ્યાઓ માટે અરજી કરવા માંગતા હોવ, તો પહેલા તેની ભરતીની પ્રક્રિયા સહિતની તમામ માહિતી અહીંથી મેળવી લો.

વય મર્યાદા: રેલવેમાં જુનિયર એન્જિનિયરની જગ્યા માટે અરજી કરવા માંગતા ઉમેદવારની વય ઓછામાં ઓછા 18 વર્ષ અને વધુમાં વધુ 36 વર્ષ હોવી જોઈએ.

પગાર ધોરણ: રેલવે ભરતી બોર્ડ દ્વારા 2569 પોસ્ટ પર જુનિયર એન્જિનિયરની ભરતી કરવામાં આવનાર છે. આ પોસ્ટ પર સિલેક્ટ થનારા ઉમેદવારને 35,400 રૂપિયાની બેઝીક સેલેરી મળશે. આ ઉપરાંત ઉમેદવારને અન્ય સુવિધા ઉપરાંત ભથ્થા પણ મળશે. આમ ઉમેદવારનો પગાર 40 થી 60 હજાર રૂપિયાની આસપાસ થવા જાય છે.

અરજી ફી: જુનિયર એન્જિનિયરની પરીક્ષા માટે તમામ ઉમેદવારોએ અરજી ફી જમા કરાવવી પડશે. જનરલ, OBC અને EWS કેટેગરીના ઉમેદવારો માટે 500 રૂપિયા અરજી ફી રાખવામાં આવી છે. જ્યારે SC, ST, EBC, મહિલા અને ટ્રાન્સજેન્ડર ઉમેદવારે 250 રૂપિયા અરજી ફી ચૂકવવી પડશે.

અરજી કરવાની પ્રોસેસ: (RRB JE Vacancy)

  • આ માટે સૌ પ્રથમ રેલવે ભરતી બોર્ડની સત્તાવાર વેબસાઈટ (rrbapply.gov.in) પર જાવ
  • અહીં હોમ પેજ પર દેખાતી વેકેન્સી લખેલી લિન્ક પર ક્લિક કરો
  • જે પેજ ખુલે તેમાં તમારી અંગત વિગતો ભરીને રજિસ્ટ્રેશન કર્યા બાદ લોગ ઈન થાવ
  • હવે જે ફોર્મ દેખાય તે ધ્યાનથી ભરો અને અરજી ફી ચૂકવો
  • છેલ્લે કન્ફોર્મેશન પેજને ડાઉનલોડ કરવાનું ના ભૂલશો