IND vs AUS 4th Test, Day 1 Highlights: પ્રથમ દિવસના અંતે ઓસ્ટ્રેલિયા મજબુત સ્થિતિમાં, 255/4

By: Kishan PrajapatiEdited By:Kishan PrajapatiPublish Date: Thu, 09 Mar 2023 05:48 PM (IST)Updated: Thu, 09 Mar 2023 06:15 PM (IST)
ind-vs-aus-live-score-india-vs-australia-4th-test-day-1-latest-match-updates-border-gavaskar-trophy-at-narendra-modi-stadium-ahmedabad

સ્પોર્ટ્સ ડેસ્ક, IND vs AUS 4th Test, Day 1 Highlights: અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચે ચોથી ટેસ્ટ મેચ રમાઈ રહી છે. જેમાં ઓસ્ટ્રેલિયાના કેપ્ટન સ્ટિવ સ્મિથે ટોસ જીત્યો છે અને તેમણે બેટિંગ પસંદ કરી છે. આ ટેસ્ટ મેચમાં PM નરેન્દ્ર મોદી અને ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન PM એન્થની અલ્બાનીજ સ્ટેડિયમમાં આવી ગયા છે. મેચની શરૂઆત પહેલાં ગ્રેમી એવોર્ડ વિનર ફાલ્ગુની શાહે 'હે રંગલો જામ્યો કાલિંદીને ઘાટ...' ગીત ગાયું હતું. પ્રથમ દિવસના અંતે ઓસ્ટ્રેલિયાએ 4 વિકેટના નુકસાને 255 રન બનાવ્યા છે. ઉસ્માન ખ્વાજા 104 રને અને કેમેરોન ગ્રીન 49 રને રમતમાં છે. ઓસ્ટ્રેલિયા મજબુત સ્થિતિમાં આવી ગયું છે. બીજા દિવસની રમત ભારત માટે મહત્વની રહેશે.

India vs Australia Scores and Updates, 4th Test Day 1
72 રન પર ઓસ્ટ્રેલિયાની બે વિકેટ પડી હતી. પ્રથમ ટોસ જીતી બેટિંગ કરતા 61 રન પર ઓસ્ટ્રેલિયાની પ્રથમ વિકેટ પડી હતી. ટ્રેવિસ હેડ 32 રન પર કેચ આઉટ થયો હતો. અશ્વિને ભારતને પ્રથમ સફળતા અપાવી હતી. ટ્રેવિસ હેડ કેચ આઉટ થયો હતો. માર્નસ લાબુશેન માત્ર ત્રણ રન બનાવી આઉટ થયો છે.ભારત વતી મોહમ્મદ શમીએ 2 અને અશ્વીન-જાડેજાએ એક એક વિકેટ લીધી છે.

બન્ને દેશની ટીમો

ભારતઃ 1. રોહિત શર્મા (કેપ્ટન), 2. શુભમન ગિલ, 3. ચેતેશ્વર પુજારા, 4. વિરાટ કોહલી, 5. શ્રેયસ અય્યર, 6. રવિન્દ્ર જાડેજા, 7. કેએસ ભરત (વિકેટકિપર), 8. આર અશ્વિન, 9. અક્ષર પટેલ, 10. ઉમેશ યાદવ, 11. મોહમ્મદ શમી.

ઓસ્ટ્રેલિયાઃ 1. ટ્રેવિસ હેડ, 2. ઉસ્માન ખ્વાજા, 3. માર્નસ લાબુશેન, 4. સ્ટીવન સ્મિથ (કેપ્ટન), 5. પીટર હેન્ડ્સકોમ્બ, 6. કેમેરોન ગ્રીન, 7. એલેક્સ કેરી (વિકેટકિપર), 8. મિશેલ સ્ટાર્ક, 9. ટોડ મર્ફી, 10. નાથન લિયોન, 11. મેથ્યુ કુહનેમેન

9.00 AM: ઓસ્ટ્રેલિયાના કેપ્ટ સ્ટિવ સ્મિથે ટોસ જીતીને પહેલાં બેટિંગ લીધી.

8.50 AM: ગ્રેમી એવોર્ડ વિનર ફાલ્ગુનીએ 'હે રંગલો જામ્યો...' ગીત ગાઈને મેચનો ભવ્ય કાર્યક્રમ શરૂ કર્યો.

8.45 AM: વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન PM એન્થની અલ્બાનીજનું સ્ટેડિયમમાં સ્વાગત કરાયું.

naidunia_image
naidunia_image
naidunia_image
naidunia_image