સ્પોર્ટ્સ ડેસ્કઃ ઓસ્ટ્રેલિયા સામે ઇન્દોર ટેસ્ટમાં ભારતીય ટીમ હાર્યા પછી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ (WTC) ફાઇનલમાં પહોંચવા માટે 9 માર્ચે અમદાવાદમાં રમાનારી મેચ જીતવી પડશે. ઓસ્ટ્રેલિયાએ ઇન્દોરમાં જીત સાથે જ WTCની ફાઇનલમાં પહોંચી ગયું છે. ભારતીય ટીમ બોર્ડર ગાવસ્કર ટ્રોફીની ચોથી મેચ ઓસ્ટ્રેલિયાને હરાવી દે તો ફાઇનલ માટે ક્વોલિફાઈવ કરી શકશે. જો ભારતીય ટીમ ચોથી ટેસ્ટ મેચ ડ્રો થાય અથવા હારી જાય તો શ્રીલંકા અને ન્યૂઝિલેન્ડની બે ટેસ્ટ મેચના પરિણામની રાહ જોવી પડશે.
ભારતીય પ્લઇંગ ઇલેવમાં બદલાવની સંભાવના
ચોથી ટેસ્ટ મેચમાં ભારતીય ઇલેવનમાં ફેરફાર થવાની સંભાવના છે. વિકેટકીપર બેટ્સમેન કેએસ ભરતની જગ્યાએ ભારતીય ટીમ ઇશાન કિશનને ચોથી મેચમાં તક આપી શકે છે. ઉલ્લેખનીય છે કે, કેએસ ભરતનું પર્ફોમન્સ અત્યારસુધીની સિરીઝમાં ઠીક હતું. એવામાં એવું કહેવામાં આવી રહ્યું છે કે, ઇશાન કિશન ટેસ્ટ મેચમાં ડેબ્યુ કરી શકે છે.
મોહમ્મદ શમીની વાપસી
ચોથી ટેસ્ટમાં મોહમ્મદ શામીની વાપસી થશે. ઉલ્લેખનીય છે કે, ઇન્દોર ટેસ્ટમાં શામીને આરામ આપ્યો હતો. જોકે, ઉમેશ યાદવે સારી બોલિંગ કરી હતી. એવામાં આશા છે કે, સિરાજની જગ્યાએ સિરાઝની જગ્યાએ શામીને પ્લેઇંગ ઇલેવનમાં સામેલ કરવામાં આવી શકે છે.
શ્રેયસ અય્યર અથવા સૂર્યકુમાર યાદવ
ચોથી ટેસ્ટમાં શ્રેયસ અય્યર પર લટકતી તલવાર છે. જો ટીમ મેનેજમેન્ટ સૂર્યકુમાર યાદવને પ્લેઇંગ ઇલેવનમાં સામેલ કરવાની રણનીતિ બનાવે છે તો પછી અય્યરને બહાર બેસવું પડશે. જેથી પ્લેઇંગ ઇલેવનમાં સૂર્યકુમાર યાદવની એન્ટ્રી થઈ શકે છે. ઉલ્લેખનીય છે કે, સૂર્યાકુમાર યાદવને પહેલી ટેસ્ટમાં રમવાની તક મળી હતી પણ તે અસફળ રહ્યો હતો.
ચોથી ટેસ્ટ માટે ભારતીય ટીમનું સંભવિત પ્લઇંગ ઇલેવન
શુભમન ગિલ, રોહિત શર્મા (કેપ્ટન), ચેતેશ્વર પૂજારા, વિરાટ કોહલી, શ્રેયસ ઐયર/સૂર્યકુમાર યાદવ, રવિન્દ્ર જાડેજા, ઈશાન કિશન/કેએસ ભરત (વિકેટકીપર), અક્ષર પટેલ, રવિચંદ્રન અશ્વિન, ઉમેશ યાદવ, મોહમ્મદ શમી/મોહમ્મદ સિરાજ.
