IND vs AUS 3rd T20: ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાઈ રહેલી 5 મેચની T20I શ્રેણીની ત્રીજી મેચ માટે ભારતીય ટીમે મોટા ફેરફારો સાથે મેદાનમાં ઉતરવાનો નિર્ણય લીધો છે. બીજી મેચમાં મળેલી હાર બાદ, કેપ્ટન સૂર્યકુમાર યાદવ અને મુખ્ય કોચ ગૌતમ ગંભીરે પ્લેઇંગ ઇલેવનમાં એક બે નહીં, પરંતુ કુલ ત્રણ ખેલાડીઓને બહાર કરવાનો મોટો નિર્ણય લીધો છે.
આ ત્રણ ખેલાડીઓ બહાર
ભારતીય કેપ્ટન સૂર્યકુમાર યાદવે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો અને જાહેરાત કરી હતી કે પ્લેઇંગ ઇલેવનમાં ત્રણ ફેરફારો કરવામાં આવ્યા છે. વિકેટકીપર બેટ્સમેન સંજુ સેમસન, ફાસ્ટ બોલર હર્ષિત રાણા અને સ્પિનર કુલદીપ યાદવને ટીમમાંથી બહાર કરાયા છે.
નોંધનીય છે કે, હર્ષિત રાણાએ બીજી ટી20 મેચમાં બેટથી પ્રદર્શન કર્યું હતું, પરંતુ બોલિંગમાં તે ખાસ અસર છોડી શક્યો નહોતો. જ્યારે સંજુ સેમસન અને કુલદીપ યાદવ પણ અગાઉની મેચોમાં જોઈએ તેવો પ્રભાવ પાડી શક્યા નહોતા.
આ ખેલાડીઓને મળ્યો મોકો
સંજુ સેમસન, હર્ષિત રાણા અને કુલદીપ યાદવના સ્થાને જીતેશ શર્મા, અર્શદીપ સિંહ અને વોશિંગ્ટન સુંદરને પ્લેઇંગ 11 માં સ્થાન મળ્યું છે. આ સિરીઝમાં આ ત્રણેય ખેલાડીઓને પ્રથમ વખત રમવાની તક આપવામાં આવી છે. શ્રેણીમાં 1 0 થી પાછળ રહેલી ટીમ ઇન્ડિયા માટે આ મેચ જીતવી અત્યંત મહત્વપૂર્ણ છે. શ્રેણી જીતવાની કે તેમાં ટકી રહેવાની આશા જાળવી રાખવા માટે ભારતે આ મેચ કોઈપણ ભોગે જીતવી જ પડશે.
IND vs AUS 3rd T20: ત્રીજી T20 માટે બંને ટીમોની પ્લેઇંગ ઇલેવન
ભારત: શુભમન ગિલ, અભિષેક શર્મા, સૂર્યકુમાર યાદવ (c), તિલક વર્મા, જીતેશ શર્મા (w), શિવમ દુબે, અક્ષર પટેલ, વોશિંગ્ટન સુંદર, અર્શદીપ સિંહ, વરુણ ચક્રવર્તી, જસપ્રીત બુમરાહ.
ઓસ્ટ્રેલિયા: મિશેલ માર્શ (c), ટ્રેવિસ હેડ, જોશ ઇંગ્લિસ (w), ટિમ ડેવિડ, મિશેલ ઓવેન, માર્કસ સ્ટોઇનિસ, મેથ્યુ શોર્ટ, સીન એબોટ, ઝેવિયર બાર્ટલેટ, નાથન એલિસ, મેથ્યુ કુહનેમેન.
