IND vs AFG: ટીમ ઈન્ડિયાના સ્ફોટક ઑપનર અભિષેક શર્માએ અફઘાનિસ્તાન સામેની ત્રીજી T20 ઈન્ટરનેશનલ ક્રિકેટમાં તોફાની સદી (108) ફટકારી હતી. અભિષેક શર્માની T20 ઈન્ટરનેશનલ કરિયરમાં આ ત્રીજી સદી છે.
અભિષેક શર્મા અને સંજુ સેમસનની તાબડતોડ બેટિંગને પગલે ટીમ ઈન્ડિયાએ પાવર પ્લે બાદ વિના વિકેટે 100 રન ખડકી દીધા હતા. અભિષેક શર્માએ માત્ર 30 બોલમાં જ પોતાની સદી ફટકારી હતી. આ સાથે જ આ ઑપનર સૌથી ઝડપી સદી ફટકારનાર ભારતીય બની ગયો છે.
અભિષેક શર્માની શાનદાર ઈનિંગ પર એકનજર
અભિષેક શર્માએ બીજી ઑવર ફેંકવા આવેલા અફઘાનિસ્તાનના બૉલર અજમાતુલ્લાહ ઉમરજઈની ઑવરમાં એક ફૉર અને સિક્સ ફટકારીને પોતાની ઈનિંગની આક્રામક શરૂઆથ કરી હતી. જે બાદ ફાજલહક્ક ફારુખીની બીજી ઑવરમાં પણ અભિષેક શર્માએ 2 સિક્સ અને 2 ફૉર ફટકારી હતી.
આ ડાબોડી બેટ્સમેને માત્ર 16 બૉલમાં જ પોતાની અડધી સદી પુરી કરી હતી. જે બાદ પણ અભિષેક શર્માએ હરીફ ટીમના બૉલરોને રીતસરના ઝૂડી નાંખતા અડધી સદીને સદીમાં તબદીલ કરી દીધી હતી. અભિષેક શર્મા માત્ર 34 બોલમાં 108 રન બનાવીને આઉટ થયો, તે સાથે જ તેની સ્ફોટક ઈનિંગનો અંત આવ્યો હતો.
અભિષેક શર્માએ પોતાની ઈનિંગ્સમાં 11 સિક્સ ફટકારી હતી. આમ કોઈ પણ ભારતીય બેટ્સમેન દ્વારા કોઈ એક ઈનિંગમાં ફટકારવામાં આવેલા આ સૌથી વધુ સિક્સ છે. અગાઉ 2025માં ઈંગ્લેન્ડ વિરુદ્ધ પણ અભિષેક શર્માએ પોતાની તોફાની ઈનિંગમાં 13 સિક્સ ફટકારી હતી.
અભિષેક શર્માએ રોહિત શર્માનો જૂનો રેકોર્ડ તોડ્યો
ભારતીય ખેલાડીઓની વાત કરીએ તો, અભિષેક શર્મા પહેલા સૌથી ઝડપી સદી ફટકારવાનો રેકોર્ડ રોહિત શર્માના નામે નોંધાયેલો હતો. ટીમ ઈન્ડિયાના પૂર્વ કપ્તાન રોહિત શર્માએ શ્રીલંકા વિરુદ્ધ 35 બોલમાં સદી ફટકારી હતી.
અભિષેક શર્મા દ્વારા ફટકારવામાં આવેલી આ સદી, ટેસ્ટ મેચ રમતા તમામ દેશોના કોઈ પણ બેટ્સમેન દ્વારા ફટકારવામાં આવેલી સૌથી ઝડપી સદી છે.
વર્લ્ડ ક્રિકેટમાં સૌથી ઝડપી T20 ઈન્ટરનેશનલ સદી ફટકારવાનો રેકોર્ડ એસ્ટોનિયાના બેટ્સમેન સાહિલ ચૌહાણના નામે છે. સાહિલે 2024માં સાયપ્રસ વિરુદ્ધ માત્ર 27 બોલમાં સદી ફટકારી હતી.
T20 ઈન્ટરનેશનલ ક્રિકેટમાં સૌથી વધુ સદી ફટકારનાર બેટ્સમેનોનો યાદી
27 બૉલઃ સાહિલ ચૌહાણ (એસ્ટોનિયા)- સાયપ્રસ સામે 2024માં
29 બૉલઃ મોહમ્મદ ફહાદ (તુર્કી)- અફઘાનિસ્તાન સામે 2025માં
30 બૉલઃ અભિષેક શર્મા (ભારત)- અફઘાનિસ્તાન સામે 2026માં
33 બૉલઃ જૉન નિકોલ લોફ્ટી (નામીહિયા) નેપાળ સામે, 2024માં
33 બૉલઃ સિકંદર રજા (ઝીમ્બાબ્વે) ગામ્બિયા સામે 2024માં
33 બૉલઃ ફિન એલન (દક્ષિણ આફ્રિકા) ન્યૂઝીલેન્ડ સામે, 2026માં
34 બૉલઃ કુશલ મલ્લા (નેપાળ) મોંગોલિયા સામે, 2023માં
અભિષેક શર્માની કરિયર પર નજર
વર્ષ 2024માં પોતાની કરિયરની શરૂઆત કરનાર અભિષેક શર્માએ ટીમ ઈન્ડિયા તરફથી અત્યાર સુધીમાં 59 T20 ઈન્ટરનેશનલ મેચ રમી છે. જેની 58 ઈનિંગ્સમાં 35ની સરેરાશ સાથે 1858 રન બનાવ્યા છે. જ્યારે તેની સ્ટ્રાઈક રેટ 194.55ની રહી છે.
અભિષેક શર્માએ અત્યાર સુધીમાં 3 સદી અને 12 અડધી સદી ફટકારી છે, જ્યારે તેનો સર્વોચ્ચ સ્કોર 135 રન રહ્યો છે.
