Prasidh Krishna bags hat-trick: ઓસ્ટ્રેલિયા સામેની T20 સીરીઝમાં પ્રસિદ્ધ કૃષ્ણ કંઈ ખાસ પ્રદર્શન કરી શક્યો નહોતો. હવે સાઉથ આફ્રિકા-A સામે ફાસ્ટ બોલર પ્રસિદ્ધએ બોલ સાથે તરખાટ મચાવતા 5 વિકેટ ઝડપીને બધાનું ધ્યાન ખેંચ્યું છે. પ્રસિદ્ધએ સાઉથ આફ્રિકા A ટીમ સામે પોચેફસ્ટ્રુમમાં રમાઈ રહેલી પ્રથમ બિનસત્તાવાર ટેસ્ટમાં ભારત A માટે શાનદાર બોલિંગ કરીને ઈતિહાસ રચ્યો હતો.
પ્રથમ દાવમાં કૃષ્ણાએ 18.1 ઓવરમાં માત્ર 43 રન આપીને 5 વિકેટ લીધી હતી, જેમાં તેણે હેટ્રિક પણ લીધી હતી. આ સાથે પ્રસિદ્ધ ભારત-A તરફથી રમતા ફર્સ્ટ ક્લાસ હેટ્રિક લેનાર પ્રથમ ઝડપી બોલર બની ગયો છે.
આ પણ વાંચો
પ્રસિદ્ધ કૃષ્ણએ ઈતિહાસ રચ્યો
પ્રસિદ્ધ કૃષ્ણએ દક્ષિણ આફ્રિકા A વિરુદ્ધ પોચેફસ્ટ્રુમમાં રમાઈ રહેલી પ્રથમ બિનસત્તાવાર ટેસ્ટમાં ઈતિહાસ રચ્યો હતો. ક્રિષ્ના ભારત A તરફથી રમતા ફર્સ્ટ ક્લાસ હેટ્રિક લેનાર પ્રથમ ઝડપી બોલર બની ગયો છે. આ ચાર દિવસીય મેચમાં બીજા દિવસની રમત સમાપ્ત થયા બાદ દક્ષિણ આફ્રિકા A ટીમ ખૂબ જ મજબૂત સ્થિતિમાં જોવા મળી રહી હતી.
આફ્રિકા A એ રુબેન હરમન અને જીન ડુ પ્લેસિસની ઇનિંગ્સના આધારે બીજા દિવસે 3 વિકેટના નુકસાન પર 215 રન બનાવ્યા હતા. આ પછી, ત્રીજા દિવસની રમતની શરૂઆત સાથે, પ્રસિદ્ધ કૃષ્ણાએ આફ્રિકા A ટીમનો પ્રથમ દાવ 319 રનના સ્કોર પર સમેટી લીધો હતો. પ્રસિદ્ધએ આ ઇનિંગ્સમાં સતત છેલ્લી ત્રણ વિકેટ લઈને તેની હેટ્રિક પણ પૂરી કરી હતી.
ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો ગુજરાતી જાગરણની ન્યૂઝ એપ.
