IND A vs SA A 1st ODI: રાજકોટમાં બની 0,0,0 ની સ્ટોરી… ભારતીય બોલર્સનું ટ્રેલર જોઈને આફ્રિકી બેટર્સ ચિંતામાં

અર્શદીપ સિંહ અને પ્રસિદ્ધ કૃષ્ણાની શાનદાર બોલિંગને કારણે, ભારત-Aએ આફ્રિકન બેટ્સમેનોને શરૂઆતમાં જ ફટકો આપ્યો, ત્રણ બેટ્સમેનને શૂન્ય રનમાં આઉટ કર્યા.

By: Jignesh TrivediEdited By:Jignesh TrivediPublish Date: Thu, 13 Nov 2025 11:43 PM (IST)Updated: Thu, 13 Nov 2025 11:43 PM (IST)
ind-a-vs-sa-a-1st-odi-a-story-of-000-happened-in-rajkot-african-batters-worried-after-seeing-the-trailer-of-indian-bowlers

IND A vs SA A 1st ODI: ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે બે મેચની ટેસ્ટ શ્રેણી 14 નવેમ્બરથી શરૂ થવાની છે, પરંતુ આ ટેસ્ટ શ્રેણી પહેલા ભારત A અને દક્ષિણ આફ્રિકા A વચ્ચે ત્રણ મેચની બિનસત્તાવાર ODI શ્રેણી આજથી શરૂ થઈ રહી છે. ભારત A અને દક્ષિણ આફ્રિકા A વચ્ચેની પ્રથમ બિનસત્તાવાર ODI મેચ રાજકોટમાં રમાઈ રહી છે.

આ મેચમાં દક્ષિણ આફ્રિકા A એ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો. પ્રથમ બેટિંગ કરતી વખતે, દક્ષિણ આફ્રિકા Aની શરૂઆત ખૂબ જ ખરાબ રહી.

ભારત A બોલરોએ શાનદાર પ્રદર્શન કર્યું, પહેલી જ ઓવરથી આફ્રિકન બેટ્સમેનોને ઘુંટણિયે પાડી દીધા. દક્ષિણ આફ્રિકા A એ 0 રનમાં બે વિકેટ ગુમાવી દીધી અને ત્રણ બેટ્સમેનોને ખાતું ખોલવાની તક પણ મળી નહીં. આમ, રાજકોટમાં '0,0,0' ની સ્ટોરી બની ગઈ.

IND-A vs SA-A 1લી ODI: અર્શદીપ અને પ્રસિદ્ધનો તરખાટ
હકીકતમાં, દક્ષિણ આફ્રિકા A માટે (India A vs South Africa A Unofficial 1st ODI) રૂબિન હરમન ગોલ્ડન ડક પર આઉટ થયો હતો. અર્શદીપ સિંહે પહેલી જ ઓવરમાં તિલક વર્માના હાથે તેને કેચઆઉટ કરાવ્યો હતો.

તે શૂન્ય રન પર આઉટ થયો હતો. અર્શદીપ (Arshdeep Singh Ind-A vs Sa-A) એ રિવાલ્ડો મૂનસામીને પણ 10 રન પર આઉટ કર્યો હતો. જોર્ડન હરમન રન ​​આઉટ થયો હતો તે પણ પોતાનું ખાતું પણ ખોલી શક્યો ન હતો. આ દરમિયાન પ્રસિદ્ધ કૃષ્ણાએ કેપ્ટન માર્કસ એકરમેનને અભિષેકના હાથે કેચઆઉટ કરાવ્યો હતો.

આ દરમિયાન માર્કસ પણ પોતાનું ખાતું ખોલવામાં નિષ્ફળ ગયો. આમ, રાજકોટમાં ભારત A બોલરોએ શાનદાર બોલિંગ કરી, આફ્રિકન બેટ્સમેનોને ઘુંટણિયા પાડી દીધા હતા.

IND-A vs SA-A ODI સીરીઝનું સંપૂર્ણ શિડ્યૂલ

  • 13 નવેમ્બર, 2025: પહેલી ODI, રાજકોટ
  • 16 નવેમ્બર, 2025: બીજી ODI, રાજકોટ
  • 19 નવેમ્બર, 2025: ત્રીજી ODI, રાજકોટ

IND-A vs SA-A: બંને ટીમોની સ્કવોડ

ભારત A: તિલક વર્મા (કેપ્ટન), રૂતુરાજ ગાયકવાડ (વાઈસ-કેપ્ટન), અભિષેક શર્મા, રિયાન પરાગ, ઈશાન કિશન (વિકેટકીપર), આયુષ બદોની, નિશાંત સિંધુ, વિપરાજ નિગમ, માનવ સુથાર, હર્ષિત રાણા, અર્શદીપ સિંહ, પ્રસિદ્ધ ક્રિષ્ના, ખલીલ અહેમદ, પ્રભસિમરન સિંહ (વિકેટકીપર), નીતિશ કુમાર રેડ્ડી

દક્ષિણ આફ્રિકા A: માર્ક એકરમેન (કેપ્ટન), જોર્ડન હેરમેન, સિનેથેમ્બા કેશિલે, જેસન સ્મિથ, ડેલાનો પોટગીટર, કોડી યુસુફ, રૂબિન હેરમેન, રિવાલ્ડો મૂનસામી, લુઆન-ડ્રે પ્રિટોરિયસ, ઓટનીએલ બાર્ટમેન, બ્યોર્ન ફોર્ટુઈન, ક્વેના મફાકા, ત્શેપો મોરેકી, મિહલાલી મ્પોંગવાના, ન્કાબાયોમઝી પીટર.