IND A vs PAK A Live Score: પાકિસ્તાને ટોસ જીત્યો, પ્રથમ બેટિંગ લીધી; શમીલ અને સદાકતે કરી ઇનિંગની શરૂઆત

રાઇઝિંગ સ્ટાર્સ એશિયા ટુર્નામેન્ટમાં ભારત A અને પાકિસ્તાન A ટીમ વચ્ચે આજે દોહામાં મેચ રમાઈ રહી છે. લાઈવ સ્કોર જોવા પેજ રિફ્રેશ કરો.

By: Purvalak DabhiEdited By:Purvalak DabhiPublish Date: Sun, 22 Nov 2026 03:50 PM (IST)Updated: Sun, 22 Nov 2026 03:50 PM (IST)
ind-a-vs-pak-a-live-score-asia-cup-rising-stars-2026-cricket-scorecard-match-updates-highlights

India A vs Pakistan A Live Score, ACC Mens Asia Cup Rising Stars 2026: એશિયા કપ રાઈઝિંગ સ્ટાર્સ 2026 માં કટ્ટર હરીફ ગણાતા ભારત અને પાકિસ્તાન દોહામાં આજે મેદાને ઉતર્યા છે. પાકિસ્તાને ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો. ભારતે પોતાની પહેલી મેચમાં નેપાળને 306 રનથી હરાવ્યું, બીજી તરફ પાકિસ્તાને UAE ને હરાવ્યું હતું. બંને ટીમો પોતાની પહેલી મેચમાં વિજય મેળવી હવે આજે સામસામે આવી છે.

કટ્ટર હરીફ! બંને કેપ્ટનોએ હાથ ન મિલાવ્યો

ભારતના કેપ્ટન તિલક વર્મા અને પાકિસ્તાનના કેપ્ટન અબ્દુલ સમદે ટોસ દરમિયાન હાથ મિલાવ્યા ન હતા. બંને દેશો વચ્ચે તણાવપૂર્ણ સંબંધોને કારણે સપ્ટેમ્બર 2025 ના એશિયા કપથી ભારતીય ક્રિકેટ ટીમે શરૂ કરાયેલી પાકિસ્તાની ખેલાડીઓ સાથે હાથ ન મિલાવવાની નીતિ આ ટૂર્નામેન્ટમાં પણ જાળવી રાખવામાં આવી છે.

પાકિસ્તાને ટોસ જીત્યો, પ્રથમ બેટિંગ કરશે

એશિયા કપ રાઇઝિંગ સ્ટાર્સ 2026 માં પાકિસ્તાને ટોસ જીતી પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો છે. ટોસ દરમિયાન મેચ રેફરીએ એક મોટી ભૂલ કરી હતી. પાકિસ્તાની કેપ્ટન અબ્દુલ સમદ હેડ્સ બોલાવ્યા, પરંતુ રેફરીએ ટેલ્સ બોલાવ્યા. જોકે, સમદે રેફરીની ભૂલ તરફ ધ્યાન દોર્યું, અને પછી તેમણે પાકિસ્તાનને ટોસનો વિજેતા જાહેર કર્યો.

IND A vs PAK A: ભારતીય ટીમની પ્લેઈંગ 11

વૈભવ સૂર્યવંશી, અભિષેક શર્મા, આયુષ બદોની, તિલક વર્મા (કેપ્ટન), કુમાર કુશાગ્ર (વિકેટકીપર), રીંકુ સિંહ, સૂર્યાંશ શેડગે, શાહબાઝ અહેમદ, વિપ્રરાજ નિગમ, હર્ષિત રાણા, પ્રિન્સ યાદવ.

IND A vs PAK A: પાકિસ્તાન ટીમની પ્લેઈંગ 11

શમીલ હુસૈન, માજ સદાકત, રોહેલ નઝીર (વિકેટકીપર), હસન નવાઝ, અબ્દુલ સમદ (કેપ્ટન), ફરહાન યુસુફ, સાદ મસૂદ, મોહમ્મદ ઈમરાન રંધાવા, અહેમદ દાનિયાલ, સુફયાન મુકીમ, અલી રઝા.