ICC Test Rankings: ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે હાલમાં પાંચ મેચની ટેસ્ટ સીરિઝ રમાઈ રહી છે. ટીમ ઇન્ડિયાએ એજબેસ્ટન ખાતે આ ટેસ્ટ સીરિઝની બીજી મેચ 336 રનથી જીતી લીધી હતી. ભારતના આ ઐતિહાસિક વિજય બાદ ટેસ્ટ રેન્કિંગમાં મોટા ફેરફારો થયા છે.
હેરી બ્રુકે પહેલા સ્થાન પર પહોંચ્યો
આ પણ વાંચો
ભારત-ઇંગ્લેન્ડ સિવાય શ્રીલંકાને પણ બાંગ્લાદેશ સામે ODI સીરિઝ જીત્યા બાદ ખેલાડીઓને ICC ટેસ્ટ રેન્કિંગમાં મોટો ફાયદો મળ્યો છે. ઇંગ્લેન્ડના બેટ્સમેન જો રૂટનું હવે વિશ્વના નંબર 1 ટેસ્ટ બેટ્સમેનનું સ્થાન છીનવાઈ ગયું છે. સ્ટાર ઓલરાઉન્ડર હેરી બ્રુકે એજબેસ્ટનમાં 158 રનની શાનદાર ઇનિંગ રમીને ફરી એકવાર ખિતાબ પાછો મેળવ્યો. રૂટ હવે બીજા સ્થાને આવી ગયો છે અને બ્રુકથી 18 રેટિંગ પોઈન્ટ પાછળ છે.
શુભમન ગિલની મોટી છલાંગ
ભારતીય ટીમના કેપ્ટન શુભમન ગિલે એજબેસ્ટન ટેસ્ટની પહેલી ઇનિંગમાં 269 રન અને બીજી ઇનિંગમાં 161 રન બનાવ્યા હતા. આ ઇનિંગ પછી તેને ICC ટેસ્ટ રેન્કિંગમાં ફાયદો થયો છે. તેણે ICC બેટ્સમેન રેન્કિંગમાં 15 સ્થાનનો ઉછાળો મેળવ્યો છે. તે હવે છઠ્ઠા સ્થાને પહોંચી ગયો છે, જે તેની કારકિર્દીની શ્રેષ્ઠ રેન્કિંગ છે.
ઝિમ્બાબ્વે સામે અણનમ 367 રન બનાવ્યા બાદ દક્ષિણ આફ્રિકાના વિઆન મુલ્ડર 34 સ્થાનના ફાયદા સાથે 22મા સ્થાને પહોંચી ગયો છે. સાથે જ ઓલરાઉન્ડર રેન્કિંગમાં 12 સ્થાન ઉપર ચઢીને ત્રીજા સ્થાને પહોંચી ગયો છે.
જસપ્રીત બુમરાહ નંબર 1 પર
ટીમ ઈન્ડિયાના ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ એજબેસ્ટન મેચમાં રમ્યા ન હતા, પરંતુ હજુ પણ તેમણે ટેસ્ટ બોલરમાં નંબર 1 સ્થાન જાળવી રાખ્યું છે. તેમના સિવાય, મોહમ્મદ સિરાજ 6 સ્થાન ઉપર ચઢીને હવે 22મા સ્થાને પહોંચી ગયા છે. વેસ્ટ ઈન્ડિઝના શમર જોસેફ અને અલઝારી જોસેફ પણ 6-6 સ્થાન ઉપર ચઢીને હવે અનુક્રમે 29મા અને 31મા સ્થાને છે.
