ICC ODI World Cup 2027 Schedule: ક્રિકેટપ્રેમીઓ માટે મોટા સમાચાર સામે આવ્યા છે. ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC) દ્વારા વર્ષ 2027માં યોજાનારા વનડે વર્લ્ડ કપના સમગ્ર કાર્યક્રમની સત્તાવાર જાહેરાત કરી દેવામાં આવી છે. આ મહાકુંભનો પ્રારંભ 2 ઓક્ટોબરથી થશે, જ્યારે ફાઇનલ મુકાબલો 21 નવેમ્બરે રમાશે. આ વખતે આ ટૂર્નામેન્ટ દક્ષિણ આફ્રિકા, ઝિમ્બાબ્વે અને નામિબિયાની સંયુક્ત મેજબાનીમાં યોજાવા જઈ રહી છે.
દક્ષિણ આફ્રિકામાં 24 વર્ષ પછી વર્લ્ડ કપની વાપસી
આખી ટૂર્નામેન્ટ દરમિયાન કુલ 57 મેચો રમાશે, જેના માટે ત્રણેય દેશોના મળીને 12 શહેરોની પસંદગી કરવામાં આવી છે. દક્ષિણ આફ્રિકામાં સૌથી વધુ 8 શહેરો (જેમ કે જોહાનિસબર્ગ, કેપ ટાઉન, ડર્બન વગેરે) મેચોનું આયોજન કરશે. ઝિમ્બાબ્વેના 3 સ્ટેડિયમ અને નામિબિયાની રાજધાની વિન્ડહોકમાં મેચો રમાશે. દક્ષિણ આફ્રિકામાં 24 વર્ષના લાંબા અંતરાલ પછી વનડે વર્લ્ડ કપ રમાવા જઈ રહ્યો છે.

ભારત-પાકિસ્તાન મહામુકાબલો 10 ઓક્ટોબરે
ક્રિકેટ ફેન્સ જે મેચની આતુરતાથી રાહ જોતા હોય છે, તે ભારત અને પાકિસ્તાન વચ્ચેનો હાઇ-વોલ્ટેજ મુકાબલો 10 ઓક્ટોબરે રમાશે. આ બ્લોકબસ્ટર મેચ દક્ષિણ આફ્રિકાના જોહાનિસબર્ગ ખાતે યોજાશે.
ભારત અને પાકિસ્તાનને ગ્રુપ-Aમાં રાખવામાં આવ્યા છે. આ ગ્રુપમાં આ બંને દેશો ઉપરાંત ઓસ્ટ્રેલિયા, અફઘાનિસ્તાન, ઝિમ્બાબ્વે અને એક ક્વોલિફાયર ટીમ સામેલ હશે. જ્યારે ગ્રુપ-Bમાં દક્ષિણ આફ્રિકા, ઇંગ્લેન્ડ, ન્યુઝીલેન્ડ, શ્રીલંકા, બાંગ્લાદેશ અને છઠ્ઠી ક્વોલિફાયર ટીમ રહેશે.
આ વખતે જોવા મળશે તદ્દન નવું 'સુપર-7' ફોર્મેટ
ICC એ આ વખતે ટૂર્નામેન્ટ માટે 2023 રતાં સાવ અલગ ફોર્મેટ નક્કી કર્યું છે.
સુપર સિરીઝ: સૌથી પહેલા નામિબિયાના વિન્ડહોકમાં ક્વોલિફાઇંગ તબક્કામાંથી આવેલી ટીમો વચ્ચે સુપર સિરીઝ રમાશે.
ગ્રુપ સ્ટેજ: મુખ્ય 14 ટીમોને 6-6ના બે ગ્રુપમાં વહેંચવામાં આવી છે.
સુપર-7: બંને ગ્રુપમાંથી ટોપ-3 ટીમો આગળ વધશે. આ સિવાય ચોથા સ્થાને રહેલી ટીમોમાંથી જેનો દેખાવ શ્રેષ્ઠ હશે તેને 7મી ટીમ તરીકે 'સુપર-7'માં પ્રવેશ મળશે.
સેમિફાઇનલ & ફાઇનલ: સુપર-7 સ્ટેજમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરનારી ટોચની 4 ટીમો સેમિફાઇનલમાં પહોંચશે અને ત્યારબાદ 21 નવેમ્બરે તાજ માટે ફાઇનલ જંગ ખેલાશે.
