WTC 2029 ફાઈનલની તારીખ જાહેર, ઓલિમ્પિક ક્રિકેટ ક્વોલિફાયર અંગે ICC નો મોટો નિર્ણય: જાણો ક્યાં રમાશે ટાઈટલ મેચ

2028 ઓલિમ્પિકમાં મહિલા ઈવેન્ટ માટે ઓસ્ટ્રેલિયા, ભારત, દક્ષિણ આફ્રિકા અને ગ્રેટ બ્રિટનની ટીમો અગાઉથી જ ક્વોલિફાય થઈ ચૂકી છે.

By: Purvalak DabhiEdited By:Purvalak DabhiPublish Date: Sat, 24 Oct 2026 10:06 AM (IST)Updated: Sat, 24 Oct 2026 10:06 AM (IST)
icc-announces-wtc-2029-final-dates-and-olympic-2028-cricket-qualifiers

WTC 2029 and Olympic Cricket Update: ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC) દ્વારા 2028 લોસ એન્જલસ ઓલિમ્પિક ક્રિકેટ ક્વોલિફાયર અને 2029 વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ (WTC) ફાઇનલની સત્તાવાર તારીખોની જાહેરાત કરી દેવામાં આવી છે. ઓલિમ્પિક રમતોત્સવમાં 100 થી વધુ વર્ષો બાદ ક્રિકેટની પુનઃ વાપસી થવા જઈ રહી છે.

2028 લોસ એન્જલસ ઓલિમ્પિકની ક્રિકેટ સ્પર્ધા માટે પુરુષ અને મહિલા બંને વર્ગની ક્વોલિફાયર મેચો જાન્યુઆરી-ફેબ્રુઆરી 2028 માં યોજવામાં આવશે. ક્રિકઈન્ફોના અહેવાલ મુજબ, દુબઈ ખાતે ઓક્ટોબરમાં યોજાયેલી ICC બેઠક બાદ સભ્ય બોર્ડ સાથે વૈશ્વિક આયોજનોની આ યાદી શેર કરવામાં આવી હતી.

2029 વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ (WTC) ફાઈનલ મેચ 8 જૂનથી 12 જૂન 2029 દરમિયાન ઇંગ્લેન્ડમાં રમાશે. ICC દ્વારા વર્ષ 2027 અને 2031 ના વનડે વર્લ્ડ કપ વચ્ચે પુરુષોની 12, મહિલાઓની 7 અને અંડર-19 ની 5 ઇવેન્ટ્સ (ક્વોલિફાયર સહિત) નક્કી કરવામાં આવી છે. આ અગાઉ ICC દ્વારા 2021 માં કેટલીક મોટી ઈવેન્ટ્સ આખરી કરી હતી, પરંતુ હવે વધુ ટુર્નામેન્ટની તારીખો નક્કી કરવામાં આવી છે.

2028 ની ઓલિમ્પિક રમતોમાં મહિલા વિભાગની ઈવેન્ટ માટે ઓસ્ટ્રેલિયા, ભારત, દક્ષિણ આફ્રિકા અને ગ્રેટ બ્રિટનની ટીમો અગાઉથી જ ક્વોલિફાય થઈ ચૂકી છે.