Bangladesh World Cup: ટી 20 વર્લ્ડકપ 2026 પહેલા BCB અને ICC વચ્ચે વેન્યૂને લઈને ટકરાવ ચાલુ છે. જ્યારે બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડ (BCB) સુરક્ષા ચિંતાઓને કારણે પોતાની ટીમ ભારત નહીં મોકલવા પર અડગ છે, ત્યારે બાંગ્લાદેશી ખેલાડીઓની ધીરજ ખુટી રહી હોય તેવું લાગે છે. બાંગ્લાદેશના સ્ટાર બેટ્સમેન નઝમલ હુસૈન શાંતોએ સ્પષ્ટપણે કહ્યું કે બોર્ડનું રાજકારણ પોતાની જગ્યાએ છે, પરંતુ ખેલાડીઓ ટુર્નામેન્ટમાં રમવા માંગે છે.
નઝમલ હુસૈન શાંતોએ શું કહ્યું?
હકીકતમાં, બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડ આજે 21 જાન્યુઆરીએ ICCને જાણ કરશે કે તેની ટીમ ટુર્નામેન્ટમાં રમશે કે નહીં. આ અઠવાડિયાની શરૂઆતમાં નઝમલ હુસૈન શાંતોનું નિવેદન પ્રકાશમાં આવ્યું હતું જેમાં તેમણે BPL મેચ પછી એક પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું હતું કે- ક્રિકેટરો તરીકે, અમે હંમેશા રમવા માંગીએ છીએ. વર્લ્ડ કપ જેવી મોટી ટુર્નામેન્ટ વારંવાર આવતી નથી. આ અમારા માટે એક મોટી તક છે અને અમે તેને કોઈપણ કિંમતે ગુમાવવા માંગતા નથી.
મીડિયા સાથે વાત કરતા શાંતોએ કહ્યું કે બાંગ્લાદેશ ક્રિકેટ વેલફેર એસોસિએશનની અંદર આ મુદ્દા પર કોઈ ઔપચારિક ચર્ચા થઈ નથી પરંતુ તેમણે ઉમેર્યું કે ખેલાડીઓની વર્લ્ડ કપમાં રમવાની ઇચ્છા છે.
નઝમલ હુસૈન શાંતોએ વધુમાં કહ્યું કે- સાચું કહું તો,આ અંગે વાત કરવાની કોઈ તક જ નથી મળી. CWAB સાથે સંકળાયેલા અમારામાંથી ઘણા લોકો મેચોમાં ખૂબ વ્યસ્ત હતા. વધુમાં તાજેતરમાં કંઈક એવું બન્યું જેણે ખેલાડીઓને માનસિક રીતે અસર કરી. તે ખૂબ જ મુશ્કેલ સમય હતો.
અમે હંમેશા રમવા માંગીએ છીએ- શાંતો
ટુર્નામેન્ટનું મહત્વ સમજાવતા શાંતોએ કહ્યું- ક્રિકેટરો તરીકે અમે હંમેશા રમવા માંગીએ છીએ અને જ્યારે વર્લ્ડ કપ જેવી ઇવેન્ટ આવે છે ત્યારે અમે ચોક્કસપણે ત્યાં હાજર રહેવા માંગીએ છીએ. આવી ટુર્નામેન્ટ વારંવાર આવતી નથી.
બાંગ્લાદેશી ક્રિકેટરે એમ પણ કહ્યું કે વર્લ્ડ કપ ભાગ્યે જ જોવા મળે છે. હું આને આપણા માટે સારું ક્રિકેટ રમવાની એક શ્રેષ્ઠ તક માનું છું.
BCB અંતિમ નિર્ણય લેશે. જોકે સાથે જ શાંતોએ સ્વીકાર્યું કે ખેલાડીઓને મોટાભાગે અંધારામાં રાખવામાં આવ્યા છે.
મને ખરેખર ખબર નથી કે અંદર શું ચાલી રહ્યું છે તેથી મારા માટે ટિપ્પણી કરવી મુશ્કેલ છે. પરંતુ ખેલાડીઓ તરીકે અમે ચોક્કસપણે રમવા માંગીએ છીએ. જો આ મુદ્દાઓ ઉકેલાઈ જાય,ઈંશાઅલ્લાહ, ખેલાડીઓ માટે વર્લ્ડ કપમાં ભાગ લેવો ખૂબ જ સારો અનુભવ રહેશે.
