Sherfane Rutherford: મુંબઈ ઈન્ડિયન્સે રિટેનશન સીઝન પહેલા બે મોટા સોદા કર્યા છે. ગુરુવાર, 13 નવેમ્બરના રોજ, મુંબઈ ઈન્ડિયન્સે લખનઉ સુપર જાયન્ટ્સના બોલિંગ ઓલરાઉન્ડર શાર્દુલ ઠાકુરને ₹2 કરોડમાં ખરીદ્યો. આ પછી, તેમણે ગુજરાત ટાઇટન્સના બેટિંગ ઓલરાઉન્ડર ટ્રેડ કરીને ધમાકો મચાવી દીધો છે.
IPL 2026 પહેલા શેરફેન રૂથરફોર્ડને ગુજરાત ટાઇટન્સથી મુંબઈ ઈન્ડિયન્સમાં ટ્રેડ કરવામાં આવ્યો છે. વેસ્ટ ઈન્ડિઝના ડાબોડી બેટ્સમેન શેરફેન રૂથરફોર્ડને મુંબઈ ઈન્ડિયન્સે ₹2.6 કરોડમાં ટ્રેડ કર્યો છે, જે MI ફ્રેન્ચાઇઝમાં તેની વાપસી દર્શાવે છે.
? ???????? ?????????? ????? ?????? ???????
— Mumbai Indians (@mipaltan) November 13, 2025
Read more ? https://t.co/13g4GNOoRY pic.twitter.com/cKqUu5zlbT
રધરફોર્ડ મુંબઈ પાછો ફર્યો
રધરફોર્ડ 2020માં મુંબઈ ઈન્ડિયન્સનો ભાગ હતો. તે સિઝનમાં મુંબઈ ઈન્ડિયન્સે રોહિતના નેતૃત્વમાં ખિતાબ જીત્યો હતો. રધરફોર્ડની એક વિસ્ફોટક બેટીંગ શૈલી અને મહત્વપૂર્ણ ઝડપી ઈનિંગ્સ રમવાની ક્ષમતા ધરાવે છે.સાથે જ તે એક રાઈટ હેન્ડેડ મીડિયમ પેસર પણ છે. તેની બહુમુખી પ્રતિભા, જે ટીમને સંતુલન પ્રદાન કરે છે અને તેની ફાયરપાવર તેને એક મૂલ્યવાન સંપત્તિ બનાવે છે.
????? ⬅️ ??
— Mumbai Indians (@mipaltan) November 13, 2025
Get ready for ℝ??ℍ?ℝ??ℝ? ची तोडफोड. Glad to have you ? in the Blue & Gold, Sherfane! ?? pic.twitter.com/DZHMQqO2TO
ફાસ્ટ બેટિંગ ઉપરાંત તેની પાસે બોલિંગનું પણ કૌશલ્ય
વર્ષ 2025માં શેરફેન રધરફોર્ડ ગુજરાત ટાઇટન્સનો ભાગ હતો. 13 મેચોમાં તેણે 157.30ની સ્ટ્રાઇક રેટથી 291 રન બનાવ્યા હતા. રધરફોર્ડ મિડલ ઓર્ડરમાં આવીને તેની લાંબી લાંબી હિટિંગ માટે જાણીતો છે. કેરેબિયન ટીમના આ વિસ્ફોટક મિડલ ઓર્ડર બેટ્સમેન પાસે પુષ્કળ અનુભવ છે. વિશ્વભરમાં 200થી વધુ ટી20 મેચ રમી અને 3500થી વધુ રન બનાવ્યા પછી, રધરફોર્ડ જ્યાં પણ જાય છે ત્યાં સ્કોરબોર્ડ પર છવાઈ જાય છે.
રધરફોર્ડે અત્યાર સુધીની 23 મેચની IPL કારકિર્દીમાં 397 રન બનાવ્યા છે. તેની કુલ સ્ટ્રાઇક રેટ 137.37 છે. નોંધનીય છે કે રધરફોર્ડ અગાઉ મુંબઈ ઇન્ડિયન્સ માટે રમી ચૂક્યો છે. 2020 સીઝનમાં, તેમણે MI માટે સાત મેચમાં 73 રન બનાવ્યા હતા.
ઈન્ટરનેશનલ કેરિયરની વાત કરીએ તો, શેરફેન રધરફોર્ડે વેસ્ટ ઇન્ડીઝ માટે 44 T20 મેચમાં 588 રન બનાવ્યા છે. T20 આંતરરાષ્ટ્રીય મેચોમાં તેમનો કુલ સ્ટ્રાઇક રેટ 137.38 છે. તેના 19 ODI મેચોમાં 656 રન પણ છે. આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં, રધરફોર્ડે કેરેબિયન ટીમ માટે એક સદી અને નવ અડધી સદી ફટકારી છે.
