ICC Women's T20 World Cup 2026: ICC મહિલા T20 વર્લ્ડ કપ 2026 ની શરૂઆત 12 જૂનથી ઇંગ્લેન્ડમાં થવા જઈ રહી છે. આ મેગા ઇવેન્ટ શરૂ થાય તે પહેલાં ટુર્નામેન્ટમાં ભાગ લઈ રહેલી તમામ મહિલા ક્રિકેટ ટીમોની કેપ્ટન માટે એક ગ્રુપ પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ભારતીય મહિલા ક્રિકેટ ટીમની કેપ્ટન હરમનપ્રીત કૌરે પણ ભાગ લીધો હતો.
રિપોર્ટરે પૂછ્યો નિવૃત્તિ અંગે સવાલ
આ પ્રેસ કોન્ફરન્સ દરમિયાન હરમનપ્રીત કૌરનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં તે પોતાની નિવૃત્તિ (Retirement) અંગેના સવાલ પર એક રિપોર્ટર પર ભડકતી જોવા મળે છે. સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં એક રિપોર્ટરે સવાલ કરતા હરમનપ્રીત કૌરને પૂછ્યું કે, "શું આ તમારો છેલ્લો વર્લ્ડ કપ છે? તમે આના પર શું કહેવા માંગશો?"
હરમનપ્રીતે આપ્યો જડબાતોડ જવાબ
આ સવાલ સાંભળતા જ હરમનપ્રીત કૌર નારાજ થઈ ગઈ અને તેણે જવાબ આપતા કહ્યું, “આ મારો છેલ્લો વર્લ્ડ કપ કેમ? શું તમે ઈચ્છો છો કે હું નિવૃત્ત થઈ જાઉં?” હરમનપ્રીતના આ કડક જવાબથી રિપોર્ટર સન્ન રહી ગયો અને સ્પષ્ટતા કરતા બોલ્યો, “ના, હું માત્ર જાણવા માંગતો હતો. મને એ સાંભળીને આનંદ થયો કે આ તમારો છેલ્લો વર્લ્ડ કપ નથી.”
Reporter is bang on
— Keshava (@Keshav367212606) June 7, 2026
Harmanpreet Kaur is a liability in this team
Even last odi wc she hardly played impactfull knocks
pic.twitter.com/XjhraGCdxf
આના પર હરમનપ્રીત કૌરે રોકડો જવાબ આપતા કહ્યું, ‘તો પછી તમે આવું કેમ પૂછી રહ્યા છો?’ ભારતીય મહિલા ક્રિકેટ ટીમના કેપ્ટન હરમનપ્રીત કૌરના આ નિવેદનથી સ્પષ્ટ થઈ ગયું છે કે તે હાલમાં નિવૃત્તિ લેવાના કોઈ મૂડમાં નથી.
ભારતની પ્રથમ ટક્કર પાકિસ્તાન સામે
ICC મહિલા T20 વર્લ્ડ કપ 2026 ની ઓપનિંગ મેચ 12 જૂન, શુક્રવારના રોજ યજમાન ઈંગ્લેન્ડ અને શ્રીલંકા વચ્ચે રમાશે. ભારતીય ટીમ પોતાના અભિયાનની શરૂઆત 14 જૂને કટ્ટર હરીફ પાકિસ્તાન સામે રમીને કરશે.
આ પણ વાંચો: 3 ભારતીય ક્રિકેટરો જેઓ પાકિસ્તાન માટે પણ રમ્યા, એક તો કહેવાયા 'ફાધર ઓફ પાકિસ્તાન ક્રિકેટ'
ભારતીય મહિલા ક્રિકેટ ટીમનું શિડ્યુલ
ICC મહિલા T20 વર્લ્ડ કપ 2026 ટુર્નામેન્ટના લીગ સ્ટેજમાં ભારતને કુલ પાંચ મેચ રમવાની છે. પાકિસ્તાન સામેની મેચ બાદ ટીમ ઇન્ડિયાનું શિડ્યુલ નીચે મુજબ રહેશે:
- 17 જૂન: નેધરલેન્ડ્સ
- 21 જૂન: દક્ષિણ આફ્રિકા
- 25 જૂન: બાંગ્લાદેશ
- 28 જૂન: ઓસ્ટ્રેલિયા (છેલ્લી લીગ મેચ)
અત્રે ઉલ્લેખનીય છે કે, આ વખતની ટુર્નામેન્ટમાં કુલ 12 ટીમો ભાગ લઈ રહી છે, જેને 6-6 ટીમોના બે ગ્રુપ (ગ્રુપ A અને ગ્રુપ B) માં વહેંચવામાં આવી છે. ભારતીય ટીમને ગ્રુપ A માં રાખવામાં આવી છે, જેના કારણે માનવામાં આવી રહ્યું છે કે ભારતે પોતાના ગ્રુપમાં કેટલીક ખૂબ જ મુશ્કેલ મેચનો સામનો કરવો પડશે.
