IND W vs ZIM W ODI: ભારતીય મહિલા ક્રિકેટ ટીમની પૂર્વ કેપ્ટન અને દિગ્ગજ બેટ્સમેન હરમનપ્રીત કૌરે વડોદરા ખાતે ઝિમ્બાબ્વે સામે રમાયેલી વનડે (ODI) મેચમાં શાનદાર સદી ફટકારીને નવો ઈતિહાસ રચ્યો છે. આ તેની વનડે કરિયરની 8 મી સદી હતી અને આ સાથે જ તેણે ભારતની પૂર્વ દિગ્ગજ ખેલાડી મિથાલી રાજના 7 સદીનારેકોર્ડને તોડી નાખ્યો છે.
ભારતે માત્ર 19 રનના સ્કોરે સ્મૃતિ મંધાના અને શેફાલી વર્માના રૂપમાં 2 વિકેટ ગુમાવી દીધી હતી. તેવા મુશ્કેલ સમયે હરમનપ્રીતેટીમની કમાન સંભાળી અને પોતાના અનુભવનો શ્રેષ્ઠ ઉપયોગ કરીને ઐતિહાસિક સદી ફટકારી ટીમને સંકટમાંથી બહાર કાઢી હતી. આ સદી સાથે હરમનપ્રીત કૌર ભારત માટે વનડે ફોર્મેટમાં સૌથી વધુ સદી ફટકારનાર મહિલા બેટ્સમેનોની યાદીમાં બીજા સ્થાને પહોંચી ગઈ છે.
હાલમાં આ યાદીમાં સ્મૃતિ મંધાના 14 સદી સાથે પ્રથમ ક્રમે છે, જ્યારે હરમનપ્રીત કૌર 8 સદી સાથે બીજા સ્થાને અને મિથાલી રાજ 7 સદી સાથે ત્રીજા સ્થાને છે. આ ઉપરાંત પૂનમ રાઉત, જેમાઇમા રોડ્રિગ્જ અને પ્રતિકા રાવલ 3-3 સદી સાથે આ યાદીમાં સામેલ છે. મેચમાં ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી ભારતીય ટીમ માટે પ્રતિકા રાવલે 61 રનની મહત્વપૂર્ણ ઇનિંગ્સ રમી હતી.
હરમનપ્રીત કૌર આઉટ થયા બાદ ઓલરાઉન્ડર દીપ્તિ શર્માએ ઈનિંગ્સની સંપૂર્ણ જવાબદારી પોતાના ખભા પર લઈ લીધી હતી. દીપ્તિએ વિસ્ફોટક બેટિંગ કરતા પોતાની વનડે કરિયરની 2 જી સદી ફટકારી હતી. માત્ર 86 બોલમાં 15 ચોગ્ગાની મદદથી અણનમ 106 રનની આક્રમક ઈનિંગ્સ રમીને ભારતીય ટીમને વિશાળ સ્કોર તરફ દોરી હતી. હરમનપ્રીત અને દીપ્તિ શર્માના આ શાનદાર પ્રદર્શનથી ભારતીય ટીમે મેચમાં મજબૂત પકડ બનાવી લીધી છે.
