MI vs KKR: કોલકાતા સામે જીત પછી ખુશ જોવા મળ્યો હાર્દિક પંડ્યા, કહી આ વાત

કોલાકાતા સામેની મેચમાં મુંબઈએ ટોસ જીતીને ફિલ્ડિંગ કરવાનો નિર્ણય કર્યો હતો.

By: Gujarati JagranEdited By:Gujarati JagranPublish Date: Tue, 01 Apr 2025 12:20 PM (IST)Updated: Tue, 01 Apr 2025 12:42 PM (IST)
hardik-pandyas-statement-after-mi-vs-kkr-match-in-ipl-2025-insights-from-ashwani-kumar

Hardik Pandya, MI vs KKR IPl 2025: આઈપીએલની 2025ની સિઝનમાં આખરે મુંબઈને જીત મળી સતત બે હાર પછી મુંબઈનો કોલકાતા સામે 8 વિકેટે જીત્યું હતું. જીત પછી મુંબઈના કેપ્ટન હાર્દિક પંડ્યા ઘણો ખુશ જોવા મળ્યો હતો.

જીત પછી હાર્દિકની પ્રતિક્રિયા શું હતી?

હું ઘણો ખુશ છું. ખાસ કરીને હોમ ગ્રાઉન્ડમાં જીતથી અને એક ટીમ તરીકે કરી બતાવ્યું. દેરક ખેલાડીએ પોતાનું યોગદાન આપ્યું છે. કોઈ એક વ્યક્તિને પસંદ કરવો ખરેખર પડકારજનક છે.

હાર્દિકે આગળ કહ્યું હતું કે અમે અભ્યાસ મેચમાં અશ્વની કુમારની બોલિંગ જોઈ. તેના બોલ લેટ સ્વિંગ થઈ રહ્યા હતા. તેની એક્શન અલગ છે અને તે દાબોડી છે. તેણે રસેલની વિકેટ લીધી તે મહત્વની હતી. આવા ખેલાડીને પસંદ કરવા માટે મુંબઈની પસંદગી ટીમનો આભાર.

મેચમાં શું થયું?

કોલાકાતા સામેની મેચમાં મુંબઈએ ટોસ જીતીને ફિલ્ડિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. કોલકાતાની ટીમ 16.2 ઓવરમાં 116 રન બનાવી ઓલ આઉટ થઈ ગઈ હતી. મુંબઈના અશ્વની કુમારે 4 વિકેટ લીધી હતી. જવાબમાં મુંબઈને ટીમે 12.5 ઓવરમાં 2 વિકેટના નુકસાને 121 રન બનાવ્યા છે.