Hardik Pandya and Mahika Sharma Wedding Rumours: ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2026 ની રોમાંચક સીઝન વચ્ચે મુંબઈ ઈન્ડિયન્સનો કેપ્ટન હાર્દિક પંડ્યા ફરી એકવાર ચર્ચામાં આવ્યો છે. જોકે, આ વખતે ચર્ચા મેદાન પરના પ્રદર્શનની નહીં પરંતુ તેના અંગત જીવનની છે. સોશિયલ મીડિયા પર હાર્દિક પંડ્યા અને માહિકા શર્માના લગ્નની અફવાઓ વાયરલ થતા નેટીઝન્સે રમુજી પ્રતિક્રિયાઓ અને મીમ્સનો મારો ચલાવ્યો છે.
પેરોડી એકાઉન્ટની પોસ્ટથી શરૂ થઈ અટકળો
સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X, ઇન્સ્ટાગ્રામ અને રેડિટ (Reddit) પર વાયરલ થયેલી પોસ્ટ્સમાં એવો દાવો કરવામાં આવ્યો હતો કે મુંબઈ ઇન્ડિયન્સનો કેપ્ટન 22 મેના રોજ ઉદયપુરમાં એક પ્રાઈવેટ સેરેમનીમાં માહિકા શર્મા સાથે લગ્ન કરી રહ્યો છે. જોકે, બાદમાં જાણવા મળ્યું હતું કે આ માહિતીનો મૂળ સ્ત્રોત એક પેરોડી એકાઉન્ટ હતું. હાર્દિક પંડ્યા, માહિકા શર્મા અથવા તેમના પ્રતિનિધિઓ તરફથી આ અંગે કોઈ સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી.
Hardik Pandya never stays away from headlines, on or off the field
— amertha.work (@amerthawork) May 16, 2026
ચાહકો અને નેટીઝન્સની પ્રતિક્રિયા
આ સમાચાર વાયરલ થતાની સાથે જ સોશિયલ મીડિયા યુઝર્સે પોતાની પ્રતિક્રિયા આપવાનું શરૂ કરી દીધું હતું. ઘણા ચાહકોએ હાર્દિકના જીવનના નવા તબક્કા માટે ઉત્સાહ વ્યક્ત કર્યો હતો, જ્યારે કેટલાક લોકોએ IPL 2026 ની મહત્વપૂર્ણ મેચો વચ્ચે આ પ્રકારની અફવાઓના સમય પર પ્રશ્નો ઉઠાવ્યા હતા.
Ye Kab Hua?
— amertha.work (@amerthawork) May 16, 2026
એક યુઝરે ટિપ્પણી કરતા લખ્યું, 'હાર્દિક પંડ્યા ક્યારેય હેડલાઇન્સથી દૂર રહી શકતો નથી, પછી તે મેદાનની અંદર હોય કે બહાર.' બીજી તરફ, અનેક ચાહકોએ હાર્દિકનો બચાવ કરતા જણાવ્યું હતું કે લોકોએ તેના અંગત જીવનને ક્રિકેટના પ્રદર્શન સાથે સાંકળવું જોઈએ નહીં અને તેને ટ્રોલ કરવાનું બંધ કરવું જોઈએ.
