Gujarat Titans Cricketer:ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની મેચ રમાઈ રહી છે ત્યારે ગુજરાત ટાઈટન્સના ક્રિકેટરો પ્રસિદ્ધ કૃષ્ણ, શાહરુખખાન, સાઈ કિશોર તથા લ્યુક વુડે હોસ્પિટલની એક આકસ્મિત મુલાકાત લઈને ભારે આશ્ચર્ય સર્જ્યું હતું.
તેમની આ મુલાક સૌથી વધારે સુખદ આશ્ચર્ય કેન્સરગ્રસ્ત દર્દીઓ માટે હતું. આ ક્રિકેટરો જ્યારે હોસ્પિટલના પહોંચ્યા ત્યારે કેન્સર સામે લડી રહેલા દર્દીઓના ચહેરા પર ખુશી જોવા મળતી હતી.
તેમણે HCG હોસ્પિટલમાં કેન્સર સર્વાઈવર્સ સાથે પૂરો સમય પસાર કર્યો હતો અને દર્દીઓ પાસેથી તેમની સંઘર્ષની કહાની સાંભળી હતી. ડિરેક્ટર અને સીઈઓ ડૉ.મનીષ મટ્ટુના મતે કેન્સરનો સામનો કરી રહેલા દર્દીઓ માટે આ મુશ્કેલ સમયમાંથી બેઠા થવા માટે તબીબી સુવિધા ઉપરાંત ઈમોશનલ સપોર્ટની પણ એટલી જ જરૂર પડે છે.
ગુજરાત ટાઈટન્સના ખેલાડીઓની આ દર્દી ઓ વચ્ચે ઉપસ્થિતિથી દર્દીઓમાં જાણો ઉર્જાનો નવો સંચાર થયો હતો. તેઓ આ જાણીતા ખેલાડીઓ સાથે અહીં ઉપસ્થિતિએ તેમના માટે આનંદની ક્ષણ બની ગઈ હતી. જ્યારે દર્દીઓ અણધાર્યા આનંદના ક્ષણોનો અનુભવ કરે છે ત્યારે તમે તેમનામાં પરિવર્તન સ્પષ્ટપણે જોઈ શકો છો.
