Matthew Hayden Statement, GT vs MI IPL 2026: અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રમાયેલી આઈપીએલ 2026ની 30મી મેચમાં ગુજરાત ટાઇટન્સને (GT) મુંબઈ ઇન્ડિયન્સ (MI) સામે 99 રનની કારમી હારનો સામનો કરવો પડ્યો છે. આ નિરાશાજનક પ્રદર્શન બાદ ગુજરાતના બેટિંગ કોચ મેથ્યુ હેડને પ્રેસ કોન્ફરન્સમાં પોતાની નારાજગી વ્યક્ત કરતા ટીમના પ્રદર્શનને ભયાનક અને સ્વિકાર ન કરી શકાય તેવું ગણાવ્યું હતું.
તિલક વર્માનું તોફાન અને બોલરોનો ફ્લોપ શો
મેચમાં પ્રથમ બેટિંગ કરતા મુંબઈ ઇન્ડિયન્સે 5 વિકેટના નુકસાન પર 199 રનનો મજબૂત સ્કોર બનાવ્યો હતો. મુંબઈ તરફથી તિલક વર્માએ શાનદાર બેટિંગ કરતા માત્ર 45 બોલમાં અણનમ 101 રન બનાવીને પોતાની પ્રથમ આઈપીએલ સદી નોંધાવી હતી. બીજી તરફ ગુજરાતના બોલરો અંતિમ ઓવરોમાં રન રોકવામાં નિષ્ફળ રહ્યા હતા અને છેલ્લી 4 ઓવરોમાં 73 રન લૂંટાવ્યા હતા. પ્રસિદ્ધ કૃષ્ણાએ 54 રન આપી 1 વિકેટ અને અશોક શર્માએ 38 રન આપ્યા હતા. હેડને આ છેલ્લી ઓવરોને 'હોરર સ્ટોરી' સમાન ગણાવી હતી.
ગુજરાતની બેટિંગમાં ધબડકો
200 રનના લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી ગુજરાતની બેટિંગ લાઇન-અપ પત્તાના મહેલની જેમ વિખેરાઈ ગઈ હતી. સાઈ સુદર્શન ખાતું ખોલાવ્યા વગર જ આઉટ થઈ ગયો હતો અને પાવરપ્લેની અંદર જ ટીમે 45 રનમાં 3 વિકેટ ગુમાવી દીધી હતી. મુંબઈના બોલર અશ્વની કુમારે તરખાટ મચાવતા 24 રન આપીને 4 વિકેટ ઝડપી હતી. મિચેલ સેન્ટનર અને એએમ ગજનફરે પણ 2-2 વિકેટ મેળવીને ગુજરાતને માત્ર 100 રનમાં ઓલઆઉટ કરી દીધું હતું.
મેથ્યુ હેડનની આકરી ટીકા
બેટિંગ કોચ મેથ્યુ હેડને જણાવ્યું હતું કે, "એક બેટિંગ કોચ તરીકે હું અપેક્ષા રાખું છું કે હારનું અંતર 100 રન કરતા ઓછું હોય. આ સ્કોરકાર્ડ અમારી બેટિંગ યુનિટ માટે અસ્વીકાર્ય છે." તેમણે વધુમાં જણાવ્યું કે પાવરપ્લેમાં જ વિકેટો ગુમાવવાને કારણે ટીમ રન ચેઝમાં પાછળ રહી ગઈ હતી અને મધ્યમ ક્રમના બેટ્સમેનો વહેલા એક્સપોઝ થઈ ગયા હતા. જોકે, કગિસો રબાડાનું પ્રદર્શન સકારાત્મક રહ્યું હતું, જેણે 33 રન આપીને 3 વિકેટ ઝડપી હતી.
ALL HEART. ALL ENERGY. 💙🔥
— Star Sports (@StarSportsIndia) April 20, 2026
Hardik Pandya wears his emotions loud and proud as MI seal their biggest win of the season 💥
You could 𝙛𝙚𝙚𝙡 this one 👀
Watch him next in #TATAIPL 2026 👉 #MIvCSK | THU, 23 APR, 6:30 PM
[ #TATAIPL | Tilak Varma, Mumbai Indians, Ashwani Kumar,… pic.twitter.com/yPrynqioth
આ હાર બાદ શુભમન ગિલની આગેવાની હેઠળની ગુજરાત ટાઇટન્સની ટીમ પોઈન્ટ ટેબલમાં છઠ્ઠા ક્રમે સરકી ગઈ છે. અત્યાર સુધી રમાયેલી 6 મેચોમાંથી ટીમે 3માં જીત મેળવી છે અને 3માં હારનો સામનો કર્યો છે.
