IND vs NZ: ગ્લેન ફિલિપ્સનો કીર્તિમાન: એક જ કેલેન્ડર વર્ષમાં ભારત સામે ત્રણેય ફોર્મેટમાં સદી ફટકારનાર વિશ્વનો પ્રથમ બેટર બન્યો

વેલિંગ્ટનના બેસિન રિઝર્વ ખાતે રમાઈ રહેલી ટેસ્ટના બીજા દિવસે ફિલિપ્સે સંયમ અને આક્રમકતાનો સુંદર સમન્વય સાધીને સદી નોંધાવી હતી. આ ઇનિંગ્સ સાથે જ તેમણે એક એવો અનોખો વર્લ્ડ રેકોર્ડ પોતાના નામે કર્યો છે, જે અગાઉ વિશ્વનો કોઈ પણ બેટર ભારત સામે હાંસલ કરી શક્યો ન હતો.

By: Mukesh JoshiEdited By:Mukesh JoshiPublish Date: Fri, 20 Nov 2026 09:52 AM (IST)Updated: Fri, 20 Nov 2026 09:54 AM (IST)
glenn-phillips-century-india-vs-new-zealand-1st-test-wellington-all-three-formats-record-gujarati-news
ગ્લેન ફિલિપ્સ

Glenn Phillips Record: ન્યૂઝીલેન્ડના વિસ્ફોટક બેટર ગ્લેન ફિલિપ્સે ભારત સામે રમાઈ રહેલી પ્રથમ ટેસ્ટ મેચમાં શાનદાર સદી ફટકારીને ક્રિકેટ જગતમાં એક નવો ઈતિહાસ રચી દીધો છે. વેલિંગ્ટનના બેસિન રિઝર્વ ખાતે રમાઈ રહેલી ટેસ્ટના બીજા દિવસે ફિલિપ્સે સંયમ અને આક્રમકતાનો સુંદર સમન્વય સાધીને સદી નોંધાવી હતી. આ ઇનિંગ્સ સાથે જ તેમણે એક એવો અનોખો વર્લ્ડ રેકોર્ડ પોતાના નામે કર્યો છે, જે અગાઉ વિશ્વનો કોઈ પણ બેટર ભારત સામે હાંસલ કરી શક્યો ન હતો.

નિકોલ્સ સાથે બેવડી સદીની ભાગીદારી કરી ટીમને ઉગારી

મેચની મુશ્કેલ પરિસ્થિતિમાં બેટિંગ કરવા ઉતરેલા ગ્લેન ફિલિપ્સે ભારતીય બોલરોનો મક્કમતાથી સામનો કર્યો હતો. તેમણે 216 બોલનો સામનો કરીને 14 આકર્ષક બાઉન્ડ્રીની મદદથી 118 રનની યાદગાર ઇનિંગ્સ રમી હતી. ફિલિપ્સે છઠ્ઠી વિકેટ માટે અનુભવી બેટર હેનરી નિકોલ્સ સાથે મળીને 216 રનની મહત્વપૂર્ણ ભાગીદારી નોંધાવી હતી. બીજા છેડે હેનરી નિકોલ્સે પણ 335 બોલમાં 21 બાઉન્ડ્રી સાથે અણનમ 175 રન ફટકારીને ભારતીય બોલરોને હંફાવ્યા હતા. આ બંને બેટરોની શાનદાર ઇનિંગ્સના બળે યજમાન ન્યૂઝીલેન્ડની ટીમ પ્રથમ ઇનિંગ્સમાં 368 રનના મજબૂત સ્કોર સુધી પહોંચવામાં સફળ રહી હતી.

રોહિત શર્માના ખાસ રેકોર્ડની કરી બરાબરી

આ સદી સાથે ગ્લેન ફિલિપ્સ એક જ કેલેન્ડર વર્ષમાં ભારત સામે ટેસ્ટ, વન-ડે (ODI) અને ટી-20 (T20) એમ ત્રણેય ફોર્મેટમાં સદી ફટકારનાર વિશ્વનો પ્રથમ બેટર બની ગયો છે. આ વર્ષે ભારત સામે ફિલિપ્સનું બેટ સતત રન વરસાવી રહ્યું છે:

  • T20 સદી: ઓકલેન્ડમાં ભારત સામે રમાયેલી T20 મેચમાં તેમણે માત્ર 49 બોલમાં 107 રન ઝૂડી કાઢ્યા હતા.
  • ODI સદી: આ વર્ષની શરૂઆતમાં ન્યૂઝીલેન્ડના ભારત પ્રવાસ દરમિયાન ઈન્દોર ખાતે રમાયેલી વન-ડે મેચમાં તેમણે 106 રનની ઇનિંગ્સ રમી હતી.
  • ટેસ્ટ સદી: હવે વેલિંગ્ટન ટેસ્ટમાં 118 રન બનાવીને તેમણે આ અનોખી હેટ્રિક પૂર્ણ કરી છે.

આ સિદ્ધિ સાથે ફિલિપ્સે ભારતીય કેપ્ટન રોહિત શર્માના વર્લ્ડ રેકોર્ડની બરાબરી કરી લીધી છે. અગાઉ રોહિત શર્મા વિશ્વનો એકમાત્ર એવો બેટર હતો, જેણે એક જ કેલેન્ડર વર્ષમાં કોઈ એક પ્રતિસ્પર્ધી ટીમ સામે ત્રણેય ફોર્મેટમાં સદી ફટકારી હોય રોહિતે 2017માં શ્રીલંકા સામે આ પરાક્રમ કર્યું હતું. આ ઉપરાંત, ફિલિપ્સ કોઈ એક હરીફ સામે ત્રણેય ફોર્મેટમાં સદી ફટકારનાર ન્યૂઝીલેન્ડનો પ્રથમ ખેલાડી પણ બની ગયો છે.