Glenn Maxwell Century, MLC 2025: મેજર લીગ ક્રિકેટ 2025ની આઠમી મેચ વોશિંગ્ટન ફ્રીડમ અને લોસ એન્જલસ નાઈટ રાઈડર્સ વચ્ચે રમાઈ હતી. ત્યારે આ મેચમાં વોશિંગ્ટન ફ્રીડમના કેપ્ટન ગ્લેન મેક્સવેલની શાનદાર ઈનિંગ જોવા મળી હતી. ગ્લેન મેક્સવેલે લાંબા સમય બાદ ફોર્મમાં વાપસી કરતાં ધમાકેદાર સેન્ચુરી ફટકારી દીધી હતી.
ગ્લેન મેક્સવેલે 49 બોલમાં 13 સિક્સર અને 2 ફોરની મદદથી 106* રનની ઈનિંગ રમી હતી. આ દરમિયાન તેનો સ્ટ્રાઈક રેટ 216.33નો રહ્યો હતો. મેક્સવેલની આ ઈનિંગની મદદથી વોશિંગ્ટન ફ્રીડમે લોસ એન્જલસ નાઈટ રાઈડર્સને 209 રનનો ટાર્ગેટ આપ્યો હતો. જેના જવાબમાં લોસ એન્જલસ નાઈટ રાઈડર્સની ટીમ માત્ર 95 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. ત્યારે આ મેચમાં વોશિંગ્ટન ફ્રીડમે 113 રનથી જીત મેળવી છે.
GLENN MAXWELL IN THE MLC:
— Mufaddal Vohra (@mufaddal_vohra) June 18, 2025
First 15 balls - 11 runs (0 fours, 0 sixes).
Last 34 balls - 95 runs (2 fours, 13 sixes).
CRAZY BATTING FROM THE BIG SHOW. ?pic.twitter.com/kc4w96EC4D
આ મેચમાં એક સમયે મેક્સવેલ બેટિંગ દરમિયાન 15 બોલમાં ફક્ત 11 રન બનાવીને રમી રહ્યો હતો, તેને એક પણ બાઉન્ડ્રી ફટકારી ન હતી. જો કે, ત્યારબાદ મેક્સવેલે પોતાનું ફોર્મ દર્શાવતા આગામી 34 બોલમાં 95 રન બનાવ્યા હતા. મેક્સવેલે 48 બોલમાં સેન્ચુરી ફટકારી હતી.
આ મેચમાં વોશિંગ્ટન ફ્રીડમે પ્રથમ બેટિંગ કરતા 20 ઓવરમાં 5 વિકેટના નુકશાને 205 રન બનાવ્યા હતા. મેક્સવેલની 106 રનની ઈનિંગ સાથે મિશેલ ઓવેને પણ 32 રનની ઇનિંગ રમી હતી. લોસ એન્જલસ નાઈટ રાઈડર્સ તરફથી બોલિંગ કરતી વખતે, તનવીર સંઘા અને કોર્ન ડ્રાયએ 2-2 વિકેટ ઝડપી હતી.
