Glenn Maxwell Century: આજે એડિલેડના એડિલેડ ઓવલ ગ્રાઉન્ડ પર ઓસ્ટ્રેલિયા અને વેસ્ટ ઈન્ડિઝ (AUS vs WI) વચ્ચે બીજી T20I મેચ રમાઈ રહી છે. આ મેચમાં ઓસ્ટ્રેલિયાના સ્ટાર ઓલરાઉન્ડર ગ્લેન મેક્સવેલે(Glenn Maxwell) શાનદાર 120* રનની ઈનિંગ રમી છે. આ સેન્ચુરી ફટકારીને ગ્લેન મેક્સવેલે રોહિત શર્માના વર્લ્ડ રેકોર્ડની બરાબરી કરી લીધી છે.
ગ્લેન મેક્સવેલે (Glenn Maxwell Century) પોતાની 102મી T20Iમાં કરિયરની પાંચમી સેન્ચુરી ફટકારી છે. આ સાથે જ તેને T20Iમાં સૌથી વધુ સેન્ચુરી ફટકારવામાં રોહિત શર્માની બરાબરી કરી લીધી છે. રોહિત શર્મા (Rohit Sharma) એ પણ T20Iમાં 5 સેન્ચુરી ફટકારી છે. આ લિસ્ટમાં સૂર્યકુમાર યાદવ 4 સેન્ચુરી સાથે ત્રીજા સ્થાને છે.
ઓસ્ટ્રેલિયા માટે ચોથા સ્થાને બેટિંગ કરવા માટે ઉતરેલ ગ્લેન મેક્સવેલે 55 બોલમાં અણનમ 120 રનની ઈનિંગ રમી હતી. જેમાં 12 ફોર અને 8 સિક્સ સામેલ હતી. ગ્લેન મેક્સવેલની ઈનિંગની મદદથી ઓસ્ટ્રેલિયાની ટીમે 20 ઓવરમાં 4 વિકેટ ગુમાવીને 241 રન બનાવ્યા હતા અને વેસ્ટ ઈન્ડિઝની ટીમને 242 રનનો ટાર્ગેટ આપ્યો હતો.
ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો ગુજરાતી જાગરણની ન્યૂઝ એપ.
