ફરી ફેન્સના નિશાના પર Gautam Gambhir ! અર્શદીપ સિંહને પ્લેંઈગ ઈલેવનમાં જગ્યા ન મળતાં ભડક્યાં

ઓસ્ટ્રેલિયા સામેની પહેલી ટી20 મેચમાં અર્શદીપ સિંહને પ્લેઈંગ ઈલેવનમાં જગ્યા મળી ન હતી. જેને લઈને ફરી એક વાર ચાહકો ગૌતમ ગંભીર પર ગુસ્સે થયા છે.

By: Kajal ChauhanEdited By:Kajal ChauhanPublish Date: Thu, 30 Oct 2025 12:05 PM (IST)Updated: Thu, 30 Oct 2025 12:05 PM (IST)
gautam-gambhir-dropping-pacer-arshdeep-singh-cricket-fans-angry

Gautam Gambhir Arshdeep Singh: ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 29 ઓક્ટોબરના રોજ રમાયેલી 5 મેચની ટી 20 સિરીઝની પહેલી મેચમાં અર્શદીપ સિંહને પ્લેઈંગ ઈલેવનમાં જગ્યા મળી ન હતી. તેની જગ્યાએ હર્ષિત રાણાને તક મળી હતી. જેને લઈને એક્સ સોશિયલ મીડિયા પર ચાહકો ગૌતમ ગંભીર પર ગુસ્સે થયા છે.

મેચમાં પ્લેઈંગ ઈલેવનની પસંદગી પડકારજનક હોય છે. ટીમનું બેલેન્સ કરવા જતાં અનેકવાર ખેલાડીઓને તક નથી મળતી અને ભોગ હેડ કોચ બને છે. આવું જ હાલ ગૌતમ ગંભીર સાથે બની રહ્યું છે. દરેક મેચ બાદ તેઓ ચાહકોનો ગુસ્સાનો શિકાર બની રહ્યા છે.

ગૌતમ ગંભીર પર ભડક્યાં ચાહકો

ભારતના સફળ ટી20 બોલર અર્શદીપ સિંહને પ્લેઈંગ ઈલેવનમાં જગ્યા ન મળતાં ફરી એક વાર તેમને ચાહકોનો આક્રોશ સહન કરવો પડ્યો છે. અર્શદીપ સિંહને હાલમાં ઓસ્ટ્રેલિયા સામેની ત્રીજી અને છેલ્લી વન ડેમાં બેન્ચ પર બેસવું પડ્યું હતું. હવે 29 ઓક્ટોબરના રોજ રમાયેલી ટી 20 સિરીઝની પહેલી મેચમાં પણ તેને પ્લેઈંગ ઈલેવનમાં જગ્યા ન મળી. જેને લઈને ચાહકોએ સોશિયલ મીડિયા તેમનો ગુસ્સો ઠાલવ્યો હતો.

જો કે આ મેચમાં વરસાદને પગલે ભારતને બોલિંગ ન મળી, જેના કારણે એ નક્કી ન થઈ શક્યું કે અર્શદીપના સ્થાને હર્ષિત રાણાને તક આપવાનો ગૌતમ ગંભીરનો નિર્ણય કેટલો યોગ્ય હતો. સતત વરસાદને કારણે 10મી ઓવરમાં મેચને રદ્દ કરવાની જાહેરાત કરવી પડી હતી.