T20 World Cup 2024 પહેલા ઈંગ્લેન્ડની ટીમને લાગ્યો મોટો ઝટકો, ફાસ્ટ બોલર Brydon Carse ત્રણ મહિના માટે તમામ ફોર્મેટથી બેન; સટ્ટાબાજીનો છે આરોપ

By: Dharmendra ThakurEdited By:Dharmendra ThakurPublish Date: Sat, 01 Jun 2024 11:17 AM (IST)Updated: Sat, 01 Jun 2024 11:17 AM (IST)
england-fast-bowler-brydon-carse-banned-from-all-formats-for-three-months-alleged-cricket-betting

Brydon Carse: હાલ તમામ ટીમો ટી20 વર્લ્ડ કપ 2024ની તૈયારી કરી રહી છે. ત્યારે ઈંગ્લેન્ડ ટીમમાંથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. ઈંગ્લેન્ડના ફાસ્ટ બોલર બ્રાઈડન કાર્સ પર 31 મેના રોજ ક્રિકેટ મેચમાં સટ્ટો લગાવવા માટે 3 મહિનાનો બેન લગાવી દેવામાં આવ્યો છે. કાર્સે 2017 અને 2019ની વચ્ચે મેચો પર સટ્ટો લગાવ્યો હતો.

ઈંગ્લેન્ડની ટીમ માટે 14 વન ડે અને 3 ટી20 રમી ચૂકેલો બ્રાઈડન કાર્સ પર 28 મેથી 28 ઓગસ્ટ સુધી પ્રતિબંધ રહેશે. આ પ્રતિબંધ તમામ ફોર્મેટ માટે રહેશે.

માનવામાં આવી રહ્યું છે કે, કાર્સે જે મેચમાં રમ્યો ન હતો તેને તેમાં સટ્ટો લગાવ્યો હતો. ફાસ્ટ બોલર જે મેચોમાં સટ્ટો લગાવ્યો હતો, તેને 5 વર્ષ કરતા વધુ સમય થઈ ગયો છે. કાર્સે 2017થી 2019ની વચ્ચે ઘણી મેચો પર 303 વખત સટ્ટો લગાવ્યો હતો. ફાસ્ટ બોલર સામે 2 વર્ષનું બેન અને 13 મહિના સુધી સસ્પેન્શનની કાર્યવાહી કરવામાં આવી છે.