IND vs ENG News: રવિન્દ્ર જાડેજા માન્ચેસ્ટર ટેસ્ટમાં શતક બનાવીને છવાઈ ગયો છે, તેને લોર્ડ્સમાં એકલા હાથે અંગ્રેજો સામે લડત આપી હતી, પરંતુ એક અલગ અવતારમાં ઇંગ્લેન્ડની ટીમને સાથી ખેલાડી વોશિંગ્ટન સુંદર સાથે મળીને હંફાવી હતી. જાડેજાએ કરેલી બેટિંગ અને તેની રજવાડી સ્ટાઈલ પ્રશંસામાં તેના પત્ની અને ધારાસભ્ય રિવાબા જાડેજા પણ સામેલ થયા હતા.
રિવાબાએ કર્યા વખાણ
રિવાબાએ કહ્યું કે, ટીમ ઇન્ડિયા પર એક સમયે હારનો ખતરો જોવા મળી રહ્યો હતો. કારણ કે ટીમનો સ્કોર 0 હતો અને યશસ્વી જયસ્વાલ અને સાઈ સુદર્શનની વિકેટ પડી ગઈ હતી. આ પછી કેએલ રાહુલ અને શુભમન ગિલે મેચને સારી રીતે સંભાળી હતી પરંતુ તેઓ પણ આઉટ થઇ ગયા હતા. આ બન્નેના આઉટ થયા પછી જવાબદારી સિનિયર ખેલાડી રવિન્દ્ર જાડેજાના માથે આવી પડી હતી.
જુઓ શું પોસ્ટ કરી
રિવાબા જાડેજાએ રવિન્દ્ર જાડેજાની પ્રશંસા કરતા કહ્યું કે, 'તલવાર નહીં, પણ શુદ્ધ યોદ્ધા ભાવના! મારા પતિ રવિન્દ્રસિંહ જાડેજાની આ સદી - જ્યારે ટીમને તેની સૌથી વધુ જરૂર હતી ત્યારે તે હિંમત અને દૃઢ નિશ્ચયથી ભરેલી હતી. યાદ રાખવા જેવી એક સદી, યાદ રાખવા જેવી ક્ષણ - ટીમ ઇન્ડિયાની સામૂહિક ભાવનાથી વધુ ખાસ બની!' નોંધનીય છે કે, રિવાબા જાડેજા જ્યારે ભારતીય ટીમ કે પતિ કોઈ સ્પેશિયલ સિદ્ધિ હાંસલ કરે ત્યારે તેમના વખાણ કરતા હોય છે. આ વખતે રિવાબાએ એમ જ કર્યું છે.
No sword, but pure warrior spirit! ?
— Rivaba Ravindrasinh Jadeja (@Rivaba4BJP) July 27, 2025
This century from my husband Ravindrasinh Jadeja – was all about grit and determination when the team needed it most.
A knock to remember, a moment to cherish — made even more special by the collective spirit of Team India! ??@imjadeja pic.twitter.com/9eU9WPnr89
ભારતીય ટીમે શાનદાર લડત આપી
નોંધનીય છે કે, ભારતીય ટીમે પોતાના માથે હારનું જે ગ્રહણ ઘેરાઈ રહ્યું હતું તેને પાર કરી લીધું હતું. આ પછી રવિન્દ્ર જાડેજા સદી સુધી પહોંચશે તેની રાહ જોવાઈ રહી હતી, પરંતુ ઈંગ્લેન્ડના કેપ્ટને અચાનક મેચને ડ્રો જાહેર કરવા માટે જાડેજા સાથે હાથ મિલાવવા માટે આગળ આવ્યો પરંતુ જાડેજાએ તેને ના પાડી દીધી હતી. આ સિવાય તેણે પોતાના સાથી અને ઓલ રાઉન્ડર વોશિંગટન સુંદરનો પણ સાથ છોડ્યો અને નહીં અને ઈંગ્લેન્ડને હાથ મિલાવવા માટે થોડી રાહ જોવડાવીને તેની સદી પણ પૂર્ણ કરાવી હતી. આમ જાડેજા અને વોશિંગટને ઐતિહાસિક પાર્ટનરશીપ બનાવીને મેચને ડ્રોમાં પરિણમિત કરાવવામાં મોટી ભૂમિકા ભજવી છે.
