Virat Kohli Advice Vaibhav Suryavanshi: IPL 2026 ની સીઝન રાજસ્થાન રોયલ્સના યુવા બેટ્સમેન વૈભવ સૂર્યવંશીના શાનદાર પ્રદર્શન માટે યાદ રાખવામાં આવશે. વૈભવે રાજસ્થાન રોયલ્સ માટે 16 મેચમાં 776 રન બનાવ્યા. તેણે ઓરેન્જ કેપને પોતાના નામે કરી હતી. તે સિવાય એક જ સીઝનમાં સૌથી વધુ છગ્ગા ફટકારવાનો નવો રેકોર્ડ બનાવ્યો હતો. રેકોર્ડની શ્રૃંખલા બનાવનારો વૈભવ IPL 2026 ફાઈનલમાં આ જ કારણે સૌથી વધુ લાઈમલાઈટમાં રહ્યો હતો.
કોહલીએ વૈભવને શું સલાહ આપી?
હકીકતમાં, RCB ના ટાઇટલ વિજય પછી, વૈભવને વિરાટ કોહલીને મળવાની તક મળી હતી. બંને એકબીજાને હાથ મિલાવતા વૈભવે કોહલીને માનપૂર્વક નમન કર્યું હતું. જેનો એક વીડિયો ખૂબ જ વાયરલ થઈ ગયો હતો. હવે કિંગ કોહલી અને વૈભવ વચ્ચે વાતચીત કરી હતી. તેનો એક વીડિયો સામે આવ્યો છે. RCB એ આ વીડિયોને તેમના X હેન્ડલ પર શેર કર્યો છે.
𝗧𝗵𝗲 𝗺𝗮𝗻 𝘄𝗵𝗼 𝗺𝗮𝗱𝗲 𝗜𝗻𝗱𝗶𝗮𝗻 𝗰𝗿𝗶𝗰𝗸𝗲𝘁 𝗳𝗲𝗮𝗿𝗹𝗲𝘀𝘀 🤝 𝘁𝗵𝗲 𝗯𝗼𝘆 𝘄𝗵𝗼 𝗯𝗮𝘁𝘀 𝗳𝗲𝗮𝗿𝗹𝗲𝘀𝘀 🫶💪
— Royal Challengers Bengaluru (@RCBTweets) June 3, 2026
The best piece of advice the 15-year old Vaibhav Suryavanshi could get! And who better than Virat Kohli to help fuel his fire in the right direction.… pic.twitter.com/MUqCRBo0la
કોહલીએ વૈભવને આપ્યો ખાસ 'ગુરુમંત્ર'
વાયરલ વીડિયોમાં વિરાટ કોહલી વૈભવની પાસે જતા નજરે પડે છે. તે યુવા સ્ટાર વૈભવ સાથે હાથ મિલાવતા અને ખભા પર હાથ મૂકતા નજરે પડે છે. વાતચીત દરમિયાન કોહલી કહે છે. " અહીંથી આગળ વધવાનું છે. તમે અત્યાર સુધી તે જે કંઈ મેળવ્યું છે. તે તારી મહેનતનું પરિણામ છે. કોણ શું કહે છે. તેના પર ધ્યાન ન આપ. ફક્ત તુ અને તારુ બેટ !, એક બિહારી સબ પે ભારી ગેમ ખતમ.
