IND VS NZ: ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે રમાઈ રહેસી પ્રથમ ટેસ્ટમાં ભારત મજબૂત સ્થિતિમાં છે. હાલમાં ચાર દિવસની રમત પુરી તઈ ગઈ છે. આજે બીજા દાવમાં રમત પુરી થઈ ત્યા સુધીમાં ન્યૂઝીલેન્ડે બે વિકેટે 119 રન બનાવી લીધા હતા. યજમાન ટીમ હજુ પણ ભારતન 233 રન પછળ છે. ન્યૂઝીલેન્ડે પ્રથમ ઈનિંગમાં 268 રન બનાવ્યા હતા જ્યારે ભારતે 720 રનનો વિશાળ સ્કો ખડક્યો હતો. આજે ચોથા દિવસે ધ્રુવ જુરેલના એક કેચની ચર્ચા ચારે તરફ થઈ રહી છે.
ધ્રુવ જુરેલે પકડ્યો અદભૂત કેચ
ન્યૂઝીલેન્ડનો ખેલાડી હેનરી નિકોલસ પ્રસિદ્ધ ક્રિષ્નાના બોલ પર કેચ આઉટ થયો હતો. તેણે 31 રન બનાવ્યા હતા. હેનરી કેચ લેતી વખતે ધ્રુવ જુરેલે જે ચપળતા દેખાડી તની ચર્ચા ખુબ થઈ રહી છે. ધ્રુવે એક હાથે ડાઈવ લગાવીને આ કેચ ઝડપ્યો હતો. થોડીવાર માટે તો બેટ્સમેન પણ વિશ્વાસ નહોતો કરી શકતો કે તે આઉટ થઈ ગયો છે. હાલમાં આ કેચનો વીડિયો ખુબ વાયરલ થઈ રહ્યો છે અને બધા ધ્રુવની ફિલ્ડીંગની પ્રશંસા કરી રહ્યા છે.
ન્યૂઝીલેન્ડની શરુઆત ખરાબ રહી હતી
તમને જણાવી દઈએ કે બીજી ઈનિંગમાં ન્યૂઝીલેન્ડની શરુઆત ખરાબ રહી હતી. ઓપનર ટોમ લેથમ ઝીરો પર બુમરાહનો શિકાર બન્યો હતો. પહેલી ઓવરમાં જ ભારતે ન્યૂઝીલેન્ડને ઝટકો આપી દીધો હતો. ત્યાર બાદ વનડાઉનમાં આવેલા હેનરી અને ઓપનર કોનવેએ ઈનિંગને આગળ વધારી હતી. પરંતુ આ પાર્ટનરશિપ મોટી થાય તે પહેલાં જ પ્રસિદ્ધ ક્રિષ્નાએ મોટો ઝટતો આપ્યો હતો.
ગિલે લગાવી આક્રમક ફિલ્ડીંગ
આ બન્ને ખેલાડીઓ વચ્ચે 50 થી વધુ રનની પાર્ટનરશિપ થઈ ગઈ હતી અને લાગતું હતું કે આ બન્ને ખેલાડીઓ ભારતીય બોલર્સ સામે આરામથી શોટ રમી રહ્યા છે. જે બાદ કેપ્ટન શુભમન ગિલે રણનિતિમાં ફેરફાર કર્યો અને આક્રમક ફિલ્ડીંગ લગાવી. ધ્રુવ જુરેલને શોર્ટ લેગ પર ફિલ્ડીંગ માટે ઉભો રાખવામાં આવ્યો હતો. ત્યાર બાદ પ્રસિદ્ધ ક્રિષ્નાના બોલને રમવા જતા હેનરીના બેટની અંદરની ધાર લાગી અને બોલ થોડો ઉજળ્યો અને શોર્ટ લેગ તરફ ગયો, ત્યારે ધ્રુવ જુરેલે કોઈ ભૂલ ન કરી અને ડાઈવ લગાવીને એક હાથે કેચ ઝડપી લીધો હતો. હેનરી 31 રન બનાવીને આઉટ થયો હતો.
