Ashutosh Sharma IPL 2025: લખનૌ અને દિલ્હી વચ્ચેની આઈપીએલની મેચ ભારે રોમાંચક રહી હતી. લખનૌએ 8 વિકેટના નુકસાને 209 રન બાવ્યા હતા. જવાબમાં દિલ્હીએ 9 વિકેટે 211 રન બનાવ્યા અને એક વિકેટ મેચ જીતી લીધી. મેચમાં ટોકિંગ પોઈન્ટ આશુતોષ શર્મા બન્યો હતો. તેણે તમામનું ધ્યાન પોતાના તરફ ખેચ્યું હતું. તેણે ઈમ્પેક્ટ પ્લેયર તરીકે આવીને 31 બોલમાં 5 ચોગ્ગા અને 5 છગ્ગા મારી 66 રન બનાવી મેચ જીતાડી હતી. જીત પછી તેણે શું કહ્યું તેના પર નજર કરીએ.
કેવી રીતે જીતાડી હારેલી મેચ?
આ પણ વાંચો
આશુતોષ શર્માએ કહ્યું હતું કે ટીમ હારની નજીક હોય ત્યારે તેને કેવી રીતે જીત અપાવી તે અંગેના સવાલમાં આશુતોષે કહ્યું હતું કે આ મે ગયા વર્ષે શીખ્યું હતું. કારણ કે ગયા વર્ષે મે બે ત્રણ મેચ મે છેલ્લા આવીને છોડી હતી. મે આખું વર્ષ એના ઉપર ફોકસ કર્યું અને વિઝ્યુલાઈઝ કર્યું કે હું કેવી રીતે મેચ જીતાડી શકું. ડોમેસ્ટિક ક્રિકેટમાં પણ મેચ ફિનિસિંગ પર ફોકસ કર્યું. બસ એટલે આજે મોટા સ્ટેજ પર મેં ફિનિંગ કર્યું. મને મારા પર વિશ્વાસ હતો કે હું જો છેલ્લે સુધી રમીશ તો પરિણામ જરૂર આવશે. આને ટી20 આવું જ હોય છે કે તમે છેલ્લે સુધી રમો તો પરિણામ અલગ આવે જ છે. મેં એજ શોટ રમ્યા હતા જેની મે પ્રેક્ટિસ કરી હતી.
ગયા વર્ષે મે જે જે ભૂલો કરી છે તે હું આ વર્ષે સુધારવાની કોશિશ કરીશ. કેવિન પિટરશન અમારા ડ્રેસિંગરૂમમાં છે તે અમારા માટે સારી વાત છે. ચાહકોનો સપોર્ટ પણ જરૂરી છે. (તસવીર સૌજન્ય આઈપીએલ)
