BCCI New President: BCCIના નવા પ્રમુખ તરીકે મિથુન મનહાસની વરણી, જાણો તેનું ક્રિકેટ કરિયર

ભૂતપૂર્વ ભારતીય ડોમેસ્ટિક ક્રિકેટર મિથુન મનહાસની રોજર બિન્નીના સ્થાને BCCI ના નવા પ્રમુખ તરીકે નિમણૂક કરવામાં આવી છે.

By: Dharmendra ThakurEdited By:Dharmendra ThakurPublish Date: Sun, 28 Sep 2025 02:02 PM (IST)Updated: Sun, 28 Sep 2025 02:02 PM (IST)
bcci-new-president-mithun-manhas-roger-binny-devajit-saikia-check-full-list-of-bcci-officials

BCCI New President: ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) ની વાર્ષિક સામાન્ય સભા (AGM) માં આજે મોટા ફેરફાર થયા છે. ભૂતપૂર્વ ભારતીય ડોમેસ્ટિક ક્રિકેટર મિથુન મનહાસની રોજર બિન્નીના સ્થાને BCCI ના નવા પ્રમુખ તરીકે નિમણૂક કરવામાં આવી છે. જમ્મુ ક્રિકેટ એસોસિએશન સાથે સંકળાયેલા મનહાસ આ પ્રતિષ્ઠિત પદ સંભાળનાર જમ્મુ અને કાશ્મીરના પ્રથમ વ્યક્તિ બનશે.

BCCIના નવા પદાધિકારીઓનું માળખું

પદ નામ
પ્રમુખ મિથુન મનહાસ
ઉપપ્રમુખ રાજીવ શુક્લા
ખજાનચી રઘુરામ ભટ
સેક્રેટરી દેવજીત સૈકિયા
સંયુક્ત સચિવ પ્રભતેજ ભાટિયા

ખજાનચી તરીકે નિયુક્ત થયેલા રઘુરામ ભટ કર્ણાટક રાજ્ય ક્રિકેટ એસોસિએશન (KSCA) ના વર્તમાન પ્રમુખ અને ભૂતપૂર્વ ભારતીય સ્પિનર ​​છે. KSCA ના પ્રમુખ તરીકેનો તેમનો કાર્યકાળ 30 સપ્ટેમ્બરના રોજ સમાપ્ત થાય છે.

મિથુન મનહાસ ક્રિકેટ કારકિર્દી (Mithun Manhas Cricket Career)

  • જમ્મુ અને કાશ્મીરમાં જન્મેલા મિથુન મનહાસે દિલ્હીની સ્થાનિક ક્રિકેટ ટીમનું નેતૃત્વ કર્યું હતું અને તેમના ક્રિકેટ કરિયરનો મોટો ભાગ દિલ્હી માટે રમવામાં વિતાવ્યો હતો.
  • તેઓ મિડલ-ઓર્ડરના જમણા હાથના બેટ્સમેન હતા અને જરૂર પડ્યે ઓફ-આર્મ સ્પિન બોલિંગ પણ કરતા હતા.
  • તેમણે 1997-98 સીઝનમાં ફર્સ્ટ-ક્લાસ ક્રિકેટમાં પ્રવેશ કર્યો હતો.
  • તેમણે 157 ફર્સ્ટ-ક્લાસ મેચ રમી હતી, જેમાં 27 સદી અને 49 અડધી સદી સહિત કુલ 9,714 રન બનાવ્યા હતા.
  • તેમણે 130 લિસ્ટ A મેચ અને 91 T20 મેચ પણ રમી હતી.
  • મનહાસે 2007-08 રણજી ટ્રોફી સીઝનમાં દિલ્હી ટીમનું નેતૃત્વ કર્યું હતું અને ટીમને વિજય અપાવ્યો હતો. તે સિઝનમાં તેમણે 921 રન બનાવ્યા હતા.
  • IPL માં, મનહાસ દિલ્હી ડેરડેવિલ્સ (હવે દિલ્હી કેપિટલ્સ), પુણે વોરિયર્સ ઈન્ડિયા અને ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) જેવી ફ્રેન્ચાઈઝીઓ માટે રમ્યા હતા.