IND vs JPN T20 Suzuki Cup 2026: ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) અધ્યક્ષ મિથુન મનહાસ અને કેપ્ટન શ્રેયસ ઐયરના નેતૃત્વમાં ભારતીય ક્રિકેટ ટીમના સભ્યોએ 16 સપ્ટેમ્બર, બુધવારના રોજ ભારતમાં જાપાની રાજદૂત ઓનો કેઈચી સાથે મુલાકાત કરી હતી. આ ખાસ મુલાકાત સુઝુકી કપ પહેલા થઈ, જેમાં ભારતીય અને જાપાન 22 સપ્ટેમ્બરના રોજ તોચીગીપ્રીફેક્ચરના સાનો ઈન્ટરનેશનલ ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે T20 મેચમાં પ્રથમવાર ટકરાશે.
ભારતીય ટીમને ભેટમાં આપેલો દારુમા શું છે?
આ બેઠકમાં બંને દેશો વચ્ચે વધતા રમતગમત સંબંધો પર વાતચીતકરવામાં આવી હતી. રાજદૂત ઓનોએ મનહાસ અને ભારતીય ટીમને દારુમા ભેટમાં આપ્યો, જે જાપાનમાં સારા નસીબનું પ્રતીક માનવામાં આવે છે. મીટિંગના ફોટા શેર કરતા, મનહાસે કહ્યું કે, આ પ્રસંગ મહત્વપૂર્ણ હતો કારણ કે ક્રિકેટ જાપાનમાં નવા પ્રેક્ષકો સુધી પહોંચવાની તૈયારી કરી રહ્યું છે.
'ક્રિકેટ જાપાનમાં નવા પ્રેક્ષકો સુધી પહોંચી રહ્યું છે'
મનહાસે સોશિયલ મીડિયાની X પોસ્ટ પર લખ્યું કે, આજે દિલ્હીમાં ભારતીય ટીમ સાથે જાપાનના રાજદૂત ઓનો કેઇચીને મળીને આનંદ થયો. આ ખાસ ક્ષણ છે કારણ કે ક્રિકેટ જાપાનમાં નવા પ્રેક્ષકો સુધી પહોંચી રહ્યું છે. તે જય શાહના અને આપણા રમતને નવા સ્થળોએ લઈ જવા અને તેને ખરેખર વૈશ્વિક બનાવવાના વિઝનને પણ પ્રતિબિંબિત કરે છે. અમને આ વિઝનને આગળ વધારવા અને વિશ્વના નવા ભાગોમાં ક્રિકેટની હાજરીને મજબૂત બનાવવાનો ગર્વ છે. આ ઐતિહાસિક મેચ અને એશિયન ગેમ્સ માટે ઉત્સાહ વધી રહ્યો છે.
એશિયન ગેમ્સ 2026 માટે જાહેર ભારતીય ટીમ
શ્રેયસ ઐયર (કેપ્ટન), અભિષેક શર્મા, સંજુ સેમસન (વિકેટકીપર), ઇશાન કિશન (વિકેટકીપર), શિવમ દુબે, તિલક વર્મા (ઉપ-કેપ્ટન), અક્ષર પટેલ, વોશિંગ્ટન સુંદર, રવિ બિશ્નોઈ, જસપ્રીત બુમરાહ, અર્શદીપ સિંહ, વૈભવ સૂર્યવંશી, યશ ઠાકુર, વિપ્રજ નિગમ.
