IND Vs PAK: સૈમ અય્યુબનું 'બેબી સેલિબ્રેશન' જોઈને ભડક્યો અભિષેક શર્મા! વૈભવ સૂર્યવંશીની વિકેટનો આ રીતે લીધો આકરો બદલો

જોકે, ભારતની ઇનિંગ્સ દરમિયાન પાકિસ્તાની બોલરના એક વિવાદાસ્પદ સેલિબ્રેશન અને તેના જવાબમાં ભારતીય બેટ્સમેનના તોફાની વળતા પ્રહારનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.

By: Mukesh JoshiEdited By:Mukesh JoshiPublish Date: Sat, 03 Oct 2026 12:39 PM (IST)Updated: Sat, 03 Oct 2026 12:39 PM (IST)
asian-games-2026-india-vs-pakistan-saim-ayub-baby-celebration-vaibhav-suryavanshi-wicket
ભારત વિ પાકિસ્તાન ફાઇનલ

India vs Pakistan Final: જાપાનના નિશિનમાં એશિયન ગેમ્સ 2026 ના મહામુકાબલામાં ભારત અને પાકિસ્તાન વચ્ચે સુવર્ણ ચંદ્રક (Gold Medal) માટે રોમાંચક ફાઈનલ મેચ રમાઈ રહી છે. ભારતીય કેપ્ટન શ્રેયસ અય્યરે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો અને ભારતીય ટીમે નિર્ધારિત 20 ઓવરમાં 6 વિકેટ ગુમાવીને 211 રનનો વિશાળ સ્કોર ખડકી દીધો છે. જોકે, ભારતની ઇનિંગ્સ દરમિયાન પાકિસ્તાની બોલરના એક વિવાદાસ્પદ સેલિબ્રેશન અને તેના જવાબમાં ભારતીય બેટ્સમેનના તોફાની વળતા પ્રહારનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.

સૈમ અય્યુબનું વાયરલ 'બેબી સેલિબ્રેશન'

આ ઘટના ભારતીય ઇનિંગ્સની ત્રીજી ઓવરમાં ઘટી હતી. પાકિસ્તાની ઓફ-સ્પિનર સાઈમ અય્યુબની ઓવરના પહેલા જ બોલ પર ભારતના યુવા ઓપનર વૈભવ સૂર્યવંશીએ રિવર્સ સ્વીપ કરવાનો પ્રયાસ કર્યો હતો. બોલ વૈભવના ગ્લવ્સને અડીને વિકેટકીપર ઉસ્માન ખાનના હાથમાં કેચ થઈ ગયો હતો. વૈભવ 'બેબી બોસ' તરીકે પણ ઓળખાય છે, જેણે આ મેચમાં 9 બોલમાં 2 સિક્સર સાથે 15 રન બનાવ્યા હતા.

વિકેટ મળતા જ સૈમ અય્યુબે વૈભવની સામે જઈને ઉશ્કેરણીજનક 'બેબી સેલિબ્રેશન' કર્યું હતું; તેણે પોતાના બંને હાથ જોડીને બાળકને ખોળામાં ઝુલાવતા હોય તેમ ડાન્સ કર્યો હતો. વૈભવ સૂર્યવંશીએ બોલર સામે કડક નજરે જોયું પરંતુ શાંત રહીને ડગઆઉટ તરફ પરત ફર્યો હતો.

અભિષેક શર્માએ સતત બાઉન્ડ્રી ફટકારી લીધો બદલો

વૈભવ આઉટ થતાં અને અય્યુબનું આ નાટક જોઈને નોન-સ્ટ્રાઈકર એન્ડ પર ઊભેલો અભિષેક શર્મા અત્યંત ગુસ્સામાં આવી ગયો હતો. ઓવરના ચોથા બોલ પર જ્યારે અભિષેકને સ્ટ્રાઈક મળી, ત્યારે તેણે બોલર પર પોતાનો રોષ ઠાલવ્યો હતો. અભિષેકે ચોથા બોલ પર અદભુત સિક્સર અને ત્યારબાદના બંને બોલ પર બે કડક ચોગ્ગા ફટકારીને અય્યુબની શાન ઠેકાણે લાવી દીધી હતી.

અભિષેક શર્માએ માત્ર 28 બોલમાં 3 ચોગ્ગા અને 7 ગગનચુંબી સિક્સર સાથે 61 રનની તોફાની ઇનિંગ રમી હતી. ત્યારબાદ અંતિમ તબક્કે તિલક વર્માએ પણ માત્ર 22 બોલમાં 3 ચોગ્ગા અને 4 છગ્ગા સાથે અણનમ 51 રન ફટકારીને ભારતને 211 રનના મજબૂત સ્કોર સુધી પહોંચાડવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી.