Asian Games 2026 Indian Cricket Team Schedule: વર્ષ 2026 ભારતીય ક્રિકેટ માટે ખૂબ જ વ્યસ્ત અને મહત્વપૂર્ણ રહેવાનું છે. T20 વર્લ્ડ કપ ઉપરાંત, ભારતીય ટીમ અન્ય એક મોટી આંતરરાષ્ટ્રીય ટુર્નામેન્ટમાં પોતાની દાવેદારી રજૂ કરશે. જાપાનના આઈચી-નાગોયા (Aichi-Nagoya) ખાતે યોજાનારી 'એશિયન ગેમ્સ 2026' માટે ક્રિકેટનું શેડ્યૂલ જાહેર કરી દેવામાં આવ્યું છે. ભારત મેન્સ અને વુમન્સ બંને કેટેગરીમાં ડિફેન્ડિંગ ચેમ્પિયન હોવાથી ગોલ્ડ મેડલ જાળવી રાખવા મેદાનમાં ઉતરશે.
શેડ્યૂલ અને તારીખો
આ પણ વાંચો
એશિયન ગેમ્સ 2026 સત્તાવાર રીતે 19 સપ્ટેમ્બરથી 4 ઓક્ટોબર દરમિયાન યોજાશે, પરંતુ ક્રિકેટ સ્પર્ધાઓ વહેલી શરૂ થશે. ક્રિકેટનું શેડ્યૂલ 17 સપ્ટેમ્બરથી 3 ઓક્ટોબર સુધીનું રહેશે.
T20 ફોર્મેટમાં રમાશે
આ ટુર્નામેન્ટ T20 ફોર્મેટમાં રમાશે. હાલમાં સૂર્યકુમાર યાદવ ભારતીય T20 ટીમનો કેપ્ટન છે, તેથી એવી પ્રબળ શક્યતા છે કે એશિયન ગેમ્સમાં પણ ટીમ ઈન્ડિયાની કમાન તેમના હાથમાં રહેશે. જ્યારે મહિલા ટીમનું નેતૃત્વ ગત વખતની જેમ હરમનપ્રીત કૌર કરે તેવી અપેક્ષા છે.
પુરુષ ક્રિકેટ ટીમનું શેડ્યૂલ (Men's Cricket Schedule)
- શરૂઆત: મેન્સ ક્રિકેટની મેચો 24 સપ્ટેમ્બરથી શરૂ થશે.
- ફોર્મેટ: કુલ 10 ટીમો ભાગ લેશે. હાંગઝોઉ 2023 ના ફોર્મેટ મુજબ, ટોચની 4 ટીમો સીધી ક્વાર્ટર ફાઇનલ (Quarter Finals) માટે ક્વોલિફાય થશે, જ્યારે બાકીની 6 ટીમો અન્ય 4 સ્થાનો માટે પ્રારંભિક રાઉન્ડ રમશે.
- મેડલ મેચ: ફાઇનલ અને મેડલ મેચો 3 ઓક્ટોબરના રોજ રમાશે.
મહિલા ક્રિકેટ ટીમનું શેડ્યૂલ (Women's Cricket Schedule)
- શરૂઆત: મહિલા ટુર્નામેન્ટ 17 સપ્ટેમ્બરથી શરૂ થશે.
- ફોર્મેટ: કુલ 8 મહિલા ટીમો સીધી નોકઆઉટ (Knockout) ફોર્મેટમાં ભાગ લેશે. ભારત ડિફેન્ડિંગ ચેમ્પિયન તરીકે ટુર્નામેન્ટમાં પ્રવેશશે.
- મેડલ મેચ: મહિલા ક્રિકેટની ફાઇનલ અને મેડલ મેચો 22 સપ્ટેમ્બરના રોજ યોજાશે.
મેચનો સમય અને સ્થળ (ભારતીય સમય મુજબ)
તમામ ક્રિકેટ મેચો આઈચી પ્રીફેક્ચરના 'કોરોગી એથ્લેટિક પાર્ક' (Kuragari Athletic Park) ખાતે રમાશે. દરરોજ બે મેચો (Double-header) રમાડવામાં આવશે.
- સવારની મેચ: સ્થાનિક સમય મુજબ સવારે 9:00 વાગ્યે (ભારતીય સમય મુજબ સવારે 5:30 વાગ્યે).
- બપોરની મેચ: સ્થાનિક સમય મુજબ બપોરે 2:00 વાગ્યે (ભારતીય સમય મુજબ સવારે 10:30 વાગ્યે).
