અર્શદીપ સિંહે 150 T20I વિકેટ પૂરી કરીને રચ્યો ઈતિહાસ, વર્ષ 2026 માં બન્યો નંબર 1 બોલર

ન્યૂઝીલેન્ડ સામે ચોથી T20I મેચમાં કેપ્ટન મિત્ચેલસેન્ટનરને આઉટ કરીને T20 કરિયરની 150મી વિકેટ પૂરી કરી હતી.

By: Purvalak DabhiEdited By:Purvalak DabhiPublish Date: Fri, 30 Oct 2026 11:49 PM (IST)Updated: Fri, 30 Oct 2026 11:49 PM (IST)
arshdeep-singh-150-t20i-wickets-2026-top-bowler-in-india-vs-new-zealand-series

Arshdeep Singh T20I Wickets Record: ભારતીય ટીમના ડાબા હાથના ઝડપી બોલર અર્શદીપ સિંહે ન્યૂઝીલેન્ડ સામે ચોથી T20I મેચમાં 1 વિકેટ લઈને ઈતિહાસ રચી દીધો છે. તેણે પોતાના સ્પેલના છેલ્લા બોલ પર ન્યૂઝીલેન્ડના કેપ્ટન મિત્ચેલ સેન્ટનરને આઉટ કરીને T20 ઈન્ટરનેશનલ કરિયરની 150મી વિકેટ પૂરી કરી હતી. આ સિદ્ધિ સાથે જ અર્શદીપ સિંહ T20 ઈન્ટરનેશનલમાં 150 વિકેટ ઝડપનાર ભારતનો પ્રથમ બોલર બની ગયો છે.

સૌથી વધુ T20I વિકેટ લેનાર ભારતીય બોલર

  • અર્શદીપ સિંહ: 150 વિકેટ
  • જસપ્રીત બુમરાહ: 126 વિકેટ
  • અક્ષર પટેલ: 116 વિકેટ
  • હાર્દિક પંડ્યા: 114 વિકેટ

વર્ષ 2026 માં રેકોર્ડબ્રેક પ્રદર્શન

ટેસ્ટ રમનાર દેશોમાં ડાબોડી ઝડપી બોલર અર્શદીપસિંહે એક કેલેન્ડર વર્ષમાં સૌથી વધુ T20I વિકેટ લેવાનો ઐતિહાસિક રેકોર્ડ પોતાના નામે કરી લીધો છે. તેણે આયર્લેન્ડના ઝડપી બોલર જોશ લિટલનો રેકોર્ડ તોડી નાખ્યો છે.

  • અર્શદીપ સિંહ (2026): 31 T20I મેચોમાં 40 વિકેટ
  • જોશ લિટલ (2022): 26 T20I મેચોમાં 39 વિકેટ
  • વાનીન્દુ હસરંગા (2024): 38 વિકેટ સાથે ત્રીજા સ્થાને

ન્યૂઝીલેન્ડ ક્રિકેટ પ્રવાસની સ્થિતિ

આ ઐતિહાસિક સિદ્ધિ વચ્ચે શ્રેયસ અય્યરની આગેવાની હેઠળની ભારતીય ટીમને ચાલુ ન્યુઝીલેન્ડ પ્રવાસ પર પોતાની પ્રથમ હારનો સામનો કરવો પડ્યો હતો. ઓકલેન્ડમાં રમાયેલી ચોથી T20I મેચમાં ન્યૂઝીલેન્ડે ભારતને 87 રનથી પરાજય આપ્યો હતો.

પ્રથમ બેટિંગ કરતા 20 ઓવરમાં 7 વિકેટ ગુમાવીને 259 રન બનાવ્યા હતા. જવાબમાં ભારતીય ટીમ 20 ઓવરમાં 9 વિકેટના ભોગે માત્ર 172 રન જ બનાવી શકી હતી. 5 મેચની આ સિરીઝમાં ભારતીય ટીમ હાલમાં 3-1થી આગળ છે, અને સિરીઝની પાંચમી તથા અંતિમ મેચ રવિવારે રમાશે.