Ind vs Eng: આકાશ દીપે બેન ડકેટને આઉટ કરી એવું 'સેન્ડઓફ' આપ્યું કે.... કેએલ રાહુલે વચ્ચે પડવું પડ્યું

ઇંગ્લિશ ટીમના ઓપનર બેન ડકેટના આઉટ થવા પર તેમને આકાશ દીપે ખૂબ જ અલગ 'સેન્ડઓફ' આપ્યો. વેલિયન તરફ જઈ રહેલા બેન ડકેટ પાસે ગયો અને તેના ખભા પર હાથ રાખીને કંઈક વાતો કરવા લાગ્યો.

By: Kajal ChauhanEdited By:Kajal ChauhanPublish Date: Sat, 02 Aug 2025 01:58 PM (IST)Updated: Sat, 02 Aug 2025 01:58 PM (IST)
akash-deep-send-off-to-ben-ducket-kl-rahul-had-to-pull-him-off

Akash Deep Send Off: એન્ડરસન-તેંડુલકર ટ્રોફી હવે તેના અંતિમ તબક્કામાં છે. ભલે ઇંગ્લેન્ડ સીરીઝમાં હાલમાં 2-1થી આગળ હોય, પરંતુ ટીમ ઇન્ડિયાએ પૂરી સીરીઝમાં દરમિયાનજબરદસ્ત ફાઇટ બેક આપી છો. ભલે તે બેટથી હોય, બોલથી હોય કે પોતાના આક્રમક રવૈયાથી. આવો જ એક નજારો ઓવલ ટેસ્ટના બીજા દિવસે પણ જોવા મળ્યો. ઇંગ્લિશ ટીમના ઓપનર બેન ડકેટના આઉટ થવા પર તેમને આકાશ દીપે ખૂબ જ અલગ 'સેન્ડઓફ' આપ્યો.

શું છે મામલો?

ભારતીય ટીમની પહેલી ઇનિંગ્સમાં 224 રનના જવાબમાં ઇંગ્લેન્ડે ખૂબ જ આક્રમક અંદાજમાં બેટિંગ શરૂ કરી. 'બેઝબોલ' શૈલીમાં બેટિંગ કરતા ઇંગ્લેન્ડના બંને ઓપનર બેન ડકેટ અને જેક ક્રોલીએ માત્ર 12 ઓવરમાં વિકેટ ગુમાવ્યા વિના 92 રન બનાવી લીધા હતા. 13મી ઓવરમાં આકાશ દીપ બોલિંગ કરવા આવ્યો. બેન ડકેટે આ વખતે પહેલેથી જ મન બનાવીને ઓવરના પાંચમા બોલ પર ફરીથી એ જ શોટ લગાવવાની કોશિશ કરી. પરિણામ સ્વરૂપ બોલ તેમના બેટની કિનારી લઈને વિકેટકીપર ધ્રુવ જુરેલના હાથમાં ગઈ અને ડકેટ આઉટ થયો.

આકાશ દીપ પવેલિયન તરફ જઈ રહેલા બેન ડકેટ પાસે ચાલીને ગયો અને તેના ખભા પર હાથ રાખીને કંઈક વાતો કરવાનું શરૂ કર્યું. બેન ડકેટ પણ તેની વાતોનો જવાબ આપતા જોવા મળ્યો. જોકે, આ કોઈ આક્રમક વાતચીત નહોતી દેખાતી, પરંતુ તેમ છતાં ક્યાંક બંને વચ્ચે કોઈ વિવાદ ન થાય તે માટે કેએલ રાહુલ નજીક આવ્યો અને આકાશ દીપને ખેંચીને પોતાની સાથે લઈ ગયો. ટીમ ઇન્ડિયાને તે વિકેટ મળી ગઈ, જેની તેમને તલાશ હતી.