MS Dhoni ની નિવૃત્તિ બાદ ભાવુક થઈ પત્ની સાક્ષી, કહ્યું- 'મને તમારા પર ગર્વ છે'

MS Dhoni IPL Retirement: ધોનીની IPLમાંથી નિવૃત્તિ બાદ પત્ની સાક્ષી ભાવુક થઈ. સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરીને ધોની પર ગર્વ વ્યક્ત કર્યો અને ફેન્સનો આભાર માન્યો.

By: Dimpal GhoyalEdited By:Dimpal GhoyalPublish Date: Wed, 18 Nov 2026 10:03 AM (IST)Updated: Wed, 18 Nov 2026 10:03 AM (IST)
after-ms-dhoni-retirement-his-wife-sakshi-shared-an-emotional-message-on-social-media

MS Dhoni IPL retirement: એક તરફ આઈપીએલ 2027ની તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે તો બીજી તરફ સીએસકેના પૂર્વ કેપ્ટન અને ધાકડ ખેલાડી એમએસ ધોનીએ ઈન્ડિયન પ્રીમીયર લીગમાં નિવૃત્તિના જાહેરાત કરીને ફેન્સને આંચકો આપ્યો છે. ધોનીની નિવૃત્તિ બાદ પૂર્વ ખેલાડીઓથી લઈને વર્તમાન ખેલાડીઓ ધોનીને લઈને પ્રતિક્રીયાઓ આપી રહ્યા છે. આ કડીમાં હવે તેમની પત્ની સાક્ષીએ પણ ધોનીને લઈ પ્રતિક્રિયા આપી છે.

હવે કઈ ભૂમિકામાં જોવા મળશે ધોની?

જોકે, ખેલાડી તરીકે ભલે ધોની મેદાન પર રમતા જોવા ન મળે પરંતુ એક મેન્ટર તરીકે ટીમ સાથે જોડાયેલ રહેશે. સીએસકેએ ધોનીને મેન્ટર તરીકે નિયુક્ત કર્યા છે. જો આપણે ધોનીની કેરિયર વિશે વાત કરીએ તો તે શાનદાર રહી છે. ધોનીએ સીએસકે સાથે 17 સિઝન રમી છે અને તેમા 5 વખત ટીમને ચેમ્પિયન બનાવી છે. ધોની 2008 થી સીએસકે સાથે છે. આ દરમિયાન તેમણે 278 મેચ રમી છે અને 5439 રમ બનાવ્યા છે. જેમા 24 ફિફ્ટી પણ ફટકારી છે.

શું કહ્યું સાક્ષીએ?

સાક્ષીએ સોશિયલ માડિયા પર એક પોસ્ટ શેર કરતા પોતાની વાત રાખી છે. જેમાં તે ભાવુક થઈ ગઈ હતી. સાક્ષીએ ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ શેર કરતા તમામ ફેન્સનો આભાર માન્યો છે જેઓ વર્ષોથી ધોનીની સપોર્ટ કરતા રહ્યા છે. સાક્ષીએ ધોનીને મળેલા પ્રેમ અને સમર્થન માટે ફેન્સ પ્રત્યે આભાર વ્યક્ત કર્યો છે. તેમણે આગળ ઉમેર્યું કે મને ધોની પ્રત્યે ગર્વ છે. આ ઉપરાંત તેમણે એમ પણ કહ્યું કે, કોઈ નવી શરુઆત માટે જૂના ચેપ્ટરનું બંધ થવું જરુરી છે. તેમણે એમ પણ કહ્યું કે, ધોનીની આ સફરમાં જેમણે જેમણે સાથ આપ્યો તે બધા અને જેમને અમે ઓળખતા નથી તેઓને પણ દિલથી આભાર વ્યક્ત કરીએ છીએ અને તમારા પ્રેમ માટે અમે સદા તમારા આભારી રહીશું. નવી શરુઆત, નવા એડવેન્ચર અને ખુબ સારી મેમરીના નામે. ધોની તમારા પર હંમેશા ગર્વ રહેશે.

naidunia_image

ધોનીએ શું કહ્યું?

તો બીજી તરફ સન્યાસ બાદ ધોનીએ ઈન્સ્ટાગ્રામ પોસ્ટમાં કહ્યું કે, ફેન્સે મને ખોટો સાબિત કરી દીધો. આ પોસ્ટ સાથે તેમણે બેકગ્રાઉન્ડમાં એક હિન્દી ફિલ્મનું ગીત --મે પલ દો પલ કા શાયર હું... વગાડ્યું હતું. તેમણે લખ્યું કે આ સ્વિકાર કરવા માટે આનાથી બીજુ કોઈ સારુ ગીત ન હોઈ શકે. કદાચ તેના બે વર્ઝન એટલા માટે જ બનાવવામાં આવ્યા હતા કે હું કોઈ ભૂલ કરી શકું અને ફરી તેનો સ્વિકાર કરી શકું. તમને જણાવી દઈએ કે, જ્યારે ધોનીએ 2020 માં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી ત્યારે જે વીડિયો શેર કર્યો હતો તેમાં આ ગીતનું બીજુ વર્ઝન હતું.