ACC Men's U19 Asia Cup 2026 Final: આજે ACC મેન્સ અંડર-19 એશિયા કપમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે ફાઈનલ

ACC Men's U19 Asia Cup 2026 Final:આજે ક્રિકેટ ચાહકો માટે મહત્વનો દિવસ છે. આજે એસીસી મેન્સ અંડર-19 એશિયા કપ (ACC Men's U19 Asia Cup 2026) ની ફાઇનલ મેચમાં ક્રિકેટના બે પરંપરાગત હરીફ ભારત અને પાકિસ્તાન ટકરાશે.

By: Nilesh ZinzuwadiaEdited By:Nilesh ZinzuwadiaPublish Date: Sat, 14 Nov 2026 08:03 AM (IST)Updated: Sat, 14 Nov 2026 08:03 AM (IST)
acc-mens-u19-asia-cup-2026-final-india-set-for-highvoltage-clash-against-pakistan-to-avenge-group-stage-loss

ACC Men's U19 Asia Cup 2026 Final:આજે ક્રિકેટ ચાહકો માટે મહત્વનો દિવસ છે. આજે એસીસી મેન્સ અંડર-19 એશિયા કપ (ACC Men's U19 Asia Cup 2026) ની ફાઇનલ મેચમાં ક્રિકેટના બે પરંપરાગત હરીફ ભારત અને પાકિસ્તાન ટકરાશે. ઓમાનના અલ અમરાત સ્થિત અલ અમરાત ક્રિકેટ ગ્રાઉન્ડ ્ખાતે આ ફાઇનલ મેચ રમાશે. ભારતીય સમયાનુસાર સવારે 10:00 વાગ્યે ટોસ થશે.

સેમિફાઇનલમાં બંને ટીમોનું શાનદાર પ્રદર્શન

લક્ષ્ય રાયચંદીનીની કપ્તાની હેઠળ રમી રહેલી ભારતીય અંડર-19 ટીમે બીજી સેમિફાઇનલ મેચમાં અફઘાનિસ્તાન સામે 8 વિકેટે આસાન વિજય મેળવીને ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. બીજી તરફ પાકિસ્તાન અંડર-19 ટીમે પ્રથમ સેમિફાઇનલમાં બાંગ્લાદેશને 9 વિકેટે હરાવીને ફાઇનલમાં જગ્યા બનાવી હતી.

ઉલ્લેખનીય છે કે ગ્રૂપ સ્ટેજની મેચમાં પાકિસ્તાને હમઝા ઝહૂરના અણનમ 100 રનની મદદથી ભારતને 3 વિકેટે હરાવ્યું હતું. આથી ભારતીય ટીમ ફાઇનલમાં તે હારનો બદલો લેવાના ઈરાદા સાથે મેદાનમાં ઉતરશે.

યુથ વનડેમાં ભારત અને પાકિસ્તાનનો હેડ-ટુ-હેડ રેકોર્ડ

અંડર-19 યુથ વનડે ફોર્મેટમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે અત્યાર સુધીમાં કુલ 31 મેચ રમાઈ છે, જેમાં ભારતીય ટીમનો દબદબો રહ્યો છે:

  • કુલ મેચ: 31
  • ભારતની જીત: 17
  • પાકિસ્તાનની જીત: 13
  • ટાઈ મેચ: 1

અંડર-19 એશિયા કપના ઈતિહાસમાં ફાઇનલ મેચમાં બંને ટીમો વચ્ચે અત્યાર સુધી 3 વખત ટક્કર થઈ છે, જેમાં 1 મેચ ટાઈ રહી છે, જ્યારે 1 વાર ભારત અને 1 વાર પાકિસ્તાન વિજેતા બન્યું છે.

ભારત પાસે 9મી વખત ટ્રોફી જીતવાની તક

અંડર-19 એશિયા કપના ઈતિહાસમાં ભારતીય ટીમનો ભારે દબદબો રહ્યો છે. ભારતે સૌથી વધુ 8 વખત આ ટ્રોફી જીતી છે. ભારત છેલ્લે 2021 માં શ્રીલંકાને હરાવીને ચેમ્પિયન બન્યું હતું. હવે ભારતીય ટીમ પાસે રેકોર્ડ 9મી વખત ખિતાબ જીતવાની શાનદાર તક છે. જ્યારે પાકિસ્તાને 2012 અને 2025 માં એમ 2 વખત આ ખિતાબ જીત્યો છે. બાંગ્લાદેશ પણ 2 વખત અને અફઘાનિસ્તાન 1 વખત ચેમ્પિયન બની ચૂક્યું છે.

મહાન બેટ્સમેન વિરેન્દ્ર સેહવાગના પુત્ર આર્યવીર સેહવાગ પર રહેશે સૌની નજર

આ ટૂર્નામેન્ટમાં વિરેન્દ્ર સેહવાગના પુત્ર આર્યવીર સેહવાગ ચર્ચાનું કેન્દ્ર બન્યો છે. પિતાની જેમ સારું પ્રદર્શન કરી તેણે ભારે લોકપ્રિયતા મેળવી છે. આર્યવીરે ચાલુ ટૂર્નામેન્ટમાં અસાધારણ બોલિંગ અને બેટિંગ કૌશલ્ય સાથે 4 ઇનિંગ્સમાં 70 અણનમ, 22, 160 અને 51 રન બનાવ્યા છે. તેણે ટૂર્નામેન્ટમાં અત્યાર સુધી 103.00 ની એવરેજ અને 95.58 ના સ્ટ્રાઇક રેટથી કુલ 303 રન ફટકાર્યા છે.