અભિષેક શર્માએ T20I ક્રિકેટમાં ઈતિહાસ રચ્યો, સૂર્યકુમાર યાદવનો વર્લ્ડ રેકોર્ડ તોડ્યો

IND vs WI 3rd T20I: ભારતીય ઓપનર અભિષેક શર્માએ વેસ્ટ ઈન્ડિઝ સામે T20માં સૌથી ઓછાં બોલમાં 2000 રન પૂરા કરવાનો વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે. જાણો સૂર્યકુમાર અને રોહિત-વિરાટની યાદીમાં કેવી રીતે સામેલ થયો આ યુવા સ્ટાર.

By: Jignesh TrivediEdited By:Jignesh TrivediPublish Date: Sun, 11 Oct 2026 08:34 PM (IST)Updated: Sun, 11 Oct 2026 08:34 PM (IST)
abhishek-sharma-created-history-in-t20i-cricket-breaking-suryakumar-yadavs-world-record

Abhishek Sharma T20I Record: ભારતીય ટીમના વિસ્ફોટક ઓપનર બેટ્સમેન અભિષેક શર્માએ વેસ્ટ ઈન્ડિઝ સામે શાનદાર બેટિંગનું પ્રદર્શન કરતા પોતાના T20 કારકિર્દીમાં 2000 રનનો આંકડો પાર કરી લીધો છે. આ સિદ્ધિ મેળનીને તે ભારત માટે આ મુકામ સુધી પહોંચનાર છઠ્ઠો બેટ્સમેન બની ગયો છે. અભિષેક પહેલા આ દિગ્ગજોની યાદીમાં રોહિત શર્મા અને વિરાટ કોહલી જેવા મહાન ખેલાડીઓ સામેલ છે.

સૂર્યકુમાર યાદવનો રેકોર્ડ તોડી બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ

અભિષેક શર્માએ T20 ઇન્ટરનેશનલમાં સૌથી ઝડપી 2000 રન પૂરા કરવાનો અનોખો વર્લ્ડ રેકોર્ડ પોતાના નામે કર્યો છે. તેણે રમેલા બોલ્સની દ્રષ્ટિએ સૌથી ઝડપી 2000 રન બનાવ્યા છે. આ મામલામાં અભિષેકે પૂર્વ ભારતીય કેપ્ટન સૂર્યકુમાર યાદવને પાછળ છોડી દીધો છે.

  • અભિષેક શર્મા: 1024 બોલ
  • સૂર્યકુમાર યાદવ: 1164 બોલ
  • એરોન ફિન્ચ: 1283 બોલ

ભારત માટે T20 ક્રિકેટમાં 2000 કે તેથી વધુ રન બનાવનાર બેટ્સમેનો

T20 ક્રિકેટમાં 2000 રન પૂરા કરવાની સાથે જ અભિષેક શર્માએ ભારત તરફથી આ સિદ્ધિ મેળવનારા દિગ્ગજોની એલિટ લિસ્ટમાં સ્થાન મેળવી લીધું છે. ભારતીય ખેલાડીઓની આ યાદી જોઈએ તો-

  • રોહિત શર્મા: 4231 રન
  • વિરાટ કોહલી: 4188 રન
  • સૂર્યકુમાર યાદવ: 3272 રન
  • હાર્દિક પંડ્યા: 2288 રન
  • કે.એલ. રાહુલ: 2265 રન
  • અભિષેક શર્મા: 2036* રન

વિસ્ફોટક ઇનિંગ: 18 બોલમાં ફિફ્ટી અને ખાસ રેકોર્ડ

વેસ્ટ ઈન્ડિઝ સામેની આ મેચમાં અભિષેક શર્માએ માત્ર 18 બોલમાં જ પોતાની અડધી સદી (ફિફ્ટી) પૂરી કરી લીધી હતી. તેણે કુલ 30 બોલમાં ધમાકેદાર 69 રનની ઇનિંગ રમી હતી, જેમાં 6 શાનદાર ચોગ્ગા અને 5 ગગનચુંબી છગ્ગા સામેલ હતા.

આ સાથે જ તે વેસ્ટ ઈન્ડિઝ વિરુદ્ધ T20 ક્રિકેટમાં સૌથી ઝડપી અડધી સદી ફટકારનારા બેટ્સમેનોની ટોચની યાદીમાં સામેલ થઈ ગયો છે.

ક્વિન્ટન ડિ કોક: 15 બોલ

ટિમ ડેવિડ: 16 બોલ

ડેવિડ વોર્નર: 18 બોલ

કોલિન મુનરો: 18 બોલ

અભિષેક શર્મા: 18 બોલ