IND vs ENG: 89 વર્ષથી માન્ચેસ્ટરનો અભેદ ગઢ સર કરવા કોને મેદાને ઉતારશે ભારત? આ ખેલાડીને એક તક આપવા માંગ ઉઠી

માન્ચેસ્ટર એક એવું મેદાન છે જ્યાં 89 વર્ષથી એક પણ મેચ જીતી નથી. ત્યારે હવે સોશિયલ મીડિયામાં માન્ચેસ્ટરનો ગઢ ભેદવા માટે મેદાનમાં અભિમન્યુ ઈશ્વરનને ઉતારવાની માંગ ઉઠી રહી છે.

By: Kajal ChauhanEdited By:Kajal ChauhanPublish Date: Thu, 17 Jul 2025 11:08 AM (IST)Updated: Thu, 17 Jul 2025 11:08 AM (IST)
abhimanyu-easwaran-should-gets-chance-in-place-o-of-karun-nair-in-ind-vs-eng-4th-test

Manchester Test Abhimanyu Easwaran: ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે માન્ચેસ્ટરમાં ચોથી ટેસ્ટ મેચ 23 જુલાઈથી શરૂ થશે. આ પહેલા ભારત ઈંગ્લેન્ડમાં બે ટેસ્ટ હારી ચુક્યું છે. લોર્ડસ બાદ હવે માન્ચેસ્ટર એક એવું મેદાન છે જ્યાં 89 વર્ષથી એક પણ મેચ જીતી નથી. ત્યારે હવે સોશિયલ મીડિયામાં માન્ચેસ્ટરનો ગઢ ભેદવા માટે મેદાનમાં અભિમન્યુ ઈશ્વરનને ઉતારવાની માંગ ઉઠી રહી છે.

માન્ચેસ્ટરમાં કોને મેદાને ઉતારશે ટીમ

ટીમ ઈન્ડિયાને સીરિઝમાં ટકી રહેવા માટે માન્ચેસ્ટરમાં સખત ટક્કર આપવી પડશે, નહિ તો બે સિરીઝ હારી ચુકેલી ભારતીય ટીમ માટે જીતની આશા જ ખત્મ થઈ જશે. આવી સ્થિતિમાં ભારતે અભિમન્યુ જેવા યોદ્ધાને મેદાનમાં ઉતારવો પડશે, જેણે અહીં પહોંચવા માટે પહેલેથી જ લાંબી લડાઈ લડી છે. હવે જો આગામી ટેસ્ટમાં અભિમન્યુ જે આટલા લાંબા સમયથી ટેસ્ટ ડેબ્યુની રાહ જોઈ રહ્યો છે તે તક મળતાં જ ભારતની તાકાત બની શકે છે.

રોહિત અને કોહલીની નિવૃત્તિ પછી એવું માનવામાં આવતું હતું કે અભિમન્યુને પ્લેઈંગ ઈલેવનમાં જગ્યા મેળવી શકે છે. પરંતુ તેની જગ્યાએ સાઈ સુદર્શનને મોકો મળ્યો, પરંતુ પહેલી ઇનિંગ્સમાં તેનું ખાતું પણ ન ખુલ્યું અને જ્યારે બીજી ઇનિંગ્સમાં તે ફક્ત 30 રન બનાવી શક્યો. 7 વર્ષ પહેલા ટીમમાં ફરી સ્થાન આપીને ટીમે કરુણ નાયરને પણ અનેક તક આપી છે. જો કે તેમનું પ્રદર્શન સારું ન રહ્યું.

અભિમન્યુ ઈશ્વરનને તક આપવાનો સમય

અભિમન્યુ ઈશ્વરન પાસે ઘરેલુ ક્રિકેટનો સારો એવો અનુભવ છે. ઇંગ્લેન્ડ લાયન્સ સામે રમાયેલી મેચોમાં પણ તેણે સારું પ્રદર્શન કર્યું. અભિમન્યુને 103 ફર્સ્ટ ક્લાસ મેચ રમવાનો અનુભવ છે. 177 ઇનિંગ્સમાં 48.70 ની સરેરાશ સાથે તેણે 7841 રન બનાવી લીધા છે. હાલ અભિમન્યુ 29 વર્ષનો છે અને જો તેને હવે પણ ટેસ્ટ સીરિઝમાં પણ તક નહીં મળે તો આગળ તેની રાહ વધુ મુશ્કેલ બની શકે છે. અભિમન્યુ જેવા ખેલાડીઓને બેન્ચ પર બેસાડી રાખવા એ તેમની પ્રતિભાનો ઉપયોગ ન કરવા સમાન છે.