જીવનનું સાચું લક્ષ્ય શું? સંપત્તિ, સુખ-સુવિધા કે પરમાત્મા? જાણો પ્રેમાનંદજી મહારાજે શું કહ્યું

આદ્યાત્મિક ગુરુ પ્રેમાનંદજી મહારાજના દરબારમાં લોકો પોતના પ્રશ્નો લઈને આવે છે. પ્રેમાનંદજી મહારાજ સરળ શબ્દોમાં તેનું સમાધાન પણ આવે છે.

By: Hariom SharmaEdited By:Hariom SharmaPublish Date: Fri, 20 Mar 2026 06:03 PM (IST)Updated: Fri, 20 Mar 2026 06:03 PM (IST)
what-is-the-true-goal-of-life-wealth-happiness-or-god-know-what-premanandji-maharaj-said

Premanand Ji Maharaj: આદ્યાત્મિક ગુરુ પ્રેમાનંદજી મહારાજના દરબારમાં લોકો પોતના પ્રશ્નો લઈને આવે છે. પ્રેમાનંદજી મહારાજ સરળ શબ્દોમાં તેનું સમાધાન પણ આવે છે. આજના ભાગદોડભર્યા જીવનમાં અનેક લોકો મનમાં એક મૂંઝવણ અનુભવતા હોય છે કે જીવનનું સાચું લક્ષ્ય શું હોવું જોઈએ? શું રૂપિયો, ગાડી, બંગલો કે ઉચ્ચ પદ એ જ જીવનની સફળતા છે? આ પ્રશ્ન પ્રેમાનંદજીના દરબારમાં પુછાયો હતો. આવો તેના જવાબ વિશે જાણીએ.

ભૌતિક સુખ ક્ષણભંગુર છે:

પ્રેમાનંદજી મહારાજ જણાવે છે કે ઘણીવાર લોકો એવું વિચારે છે કે ઘણો રૂપિયો કમાવો અથવા મોટું મકાન બનાવવું એ જ જીવનનું ધ્યેય છે. પરંતુ વાસ્તવિકતા એ છે કે આ શરીર છૂટતાની સાથે જ બેંક બેલેન્સ, ભણતર અને પદ બધું જ અહીં રહી જાય છે. જગત એ માત્ર જીવવા માટેનું એક સાધન છે, પણ જીવનનું અંતિમ લક્ષ્ય તો પરમાત્માની પ્રાપ્તિ જ હોવી જોઈએ. જો આપણે માત્ર ભૌતિક વસ્તુઓને જ લક્ષ્ય બનાવીશું, તો અંતે હાથમાં કંઈ જ નહીં આવે. સાચો માર્ગ એ છે કે ભગવાનનું નામ જપતા રહીને પરિવાર અને સમાજમાં પરમાત્માના દર્શન કરવા અને દરેક સાથે સારો વ્યવહાર કરવો.

જીવનના બે મુખ્ય માર્ગો: પ્રવૃત્તિ અને નિવૃત્તિ:

આપણા સનાતન ધર્મમાં જીવન જીવવા માટે મુખ્ય 2 માર્ગો બતાવવામાં આવ્યા છે. પ્રથમ છે પ્રવૃત્તિ માર્ગ એટલે કે ગૃહસ્થ જીવન, જ્યાં વ્યક્તિ લગ્ન કરીને ધર્મપૂર્વક પોતાનું જીવન વ્યતીત કરે છે. બીજો છે નિવૃત્તિ માર્ગ એટલે કે વિરક્ત જીવન, જ્યાં વ્યક્તિ લગ્ન કર્યા વગર આજીવન બ્રહ્મચર્યનું પાલન કરે છે. આ બંને માર્ગોમાં ધ્યેય તો પરમાત્મા જ હોવો જોઈએ. જે લોકો લગ્ન નથી કરતા, તેઓએ પરમાત્માને જ પોતાના માતા, પિતા, સખા કે પુત્ર માનીને તેમની સાથે સંબંધ જોડવો જોઈએ.

ગૃહસ્થ જીવનમાં આવતા પડકારો:

વર્તમાન સમયમાં ગૃહસ્થ ધર્મમાં પણ અનેક મુશ્કેલીઓ જોવા મળી રહી છે. પતિ-પત્ની વચ્ચે પ્રેમનો અભાવ, અવિશ્વાસ અને અન્ય વ્યક્તિઓ પ્રત્યેના આકર્ષણને કારણે હિંસા અને છૂટાછેડાના કિસ્સાઓ વધી રહ્યા છે. ભારત જેવા ધર્મપ્રધાન દેશમાં આ સ્થિતિ ચિંતાજનક છે. સુખી ગૃહસ્થ જીવન માટે એકબીજા પ્રત્યે વફાદાર રહીને ધર્મનું પાલન કરવું અનિવાર્ય છે.

નિષ્કર્ષ અને સામાજિક સેવા:

જો કોઈ વ્યક્તિ લગ્ન ન કરવાનું નક્કી કરે, તો તેણે માત્ર નામના સાધુ બનવાને બદલે અંદરથી સંયમ, નિયમ અને પવિત્રતા જાળવવી જોઈએ. બ્રહ્મચર્યનું પાલન કરીને સમાજ સેવામાં પોતાનું જીવન સમર્પિત કરવું એ પણ ભક્તિનો જ એક પ્રકાર છે. જેવી રીતે ભીષ્મ પિતામહની બુદ્ધિ ક્યારેય વિષયોમાં દૂષિત નહોતી થઈ, તેવી જ રીતે આપણે પણ આપણા જીવનને પવિત્ર રાખીને ભગવાનના ચરણોમાં સમર્પિત કરવું જોઈએ.