Vijayadashami 2026 Date: ક્યારે થશે રાવણ દહન? જાણો વિજયાદશમીની સાચી તારીખ અને શુભ મુહૂર્ત

Vijayadashami 2026: ભારતીય સંસ્કૃતિમાં અસત્ય પર સત્યના વિજયના પ્રતીક સમાન દશેરા એટલે કે વિજયાદશમીનું અનેરું મહત્વ છે. દર વર્ષે આસો સુદ દશમના રોજ આ પર્વ ધામધૂમથી ઉજવવામાં આવે છે.

By: Dharmendra ThakurEdited By: Dharmendra Thakur Publish Date: Mon 29 Dec 2025 02:57 PM (IST)Updated: Mon 29 Dec 2025 02:57 PM (IST)
vijayadashami-2026-date-gujarati-calendar-check-ravan-dahan-timings-story-puja-and-significance-of-dussehra-664089

Vijayadashami 2026 Date: ભારતીય સંસ્કૃતિમાં અસત્ય પર સત્યના વિજયના પ્રતીક સમાન દશેરા એટલે કે વિજયાદશમીનું અનેરું મહત્વ છે. દર વર્ષે આસો સુદ દશમના રોજ આ પર્વ ધામધૂમથી ઉજવવામાં આવે છે. આ આર્ટિકલમાં જાણો વર્ષ 2026 માં વિજયાદશમીની ઉજવણી ક્યારે કરવામાં આવશે. શાસ્ત્રો અને પંચાંગ અનુસાર વિજયાદશમીની સાચી તારીખ અને રાવણ દહનના શુભ મુહૂર્તની વિગતો અહીં મેળવો.

વિજયાદશમી ક્યારે છે?

હિન્દુ પંચાંગની ગણતરી મુજબ, અશ્વિન માસના શુક્લ પક્ષની દશમી તિથિનો પ્રારંભ 20 ઓક્ટોબર, 2026 ના રોજ બપોરે 12:50 વાગ્યે થશે, જે પૂર્ણ 21 ઓક્ટોબર, 2026 ના રોજ બપોરે 02:11 વાગ્યે થશે. ઉદયાતિથિના નિયમ મુજબ, રાવણ દહન અને વિજયાદશમીનો ઉત્સવ 20 ઓક્ટોબર, 2026 ના રોજ મનાવવામાં આવશે.

રાવણ દહન અને પૂજા માટેના શુભ મુહૂર્ત

વિજયાદશમીના દિવસે શસ્ત્ર પૂજા અને રાવણ દહનનું વિશેષ મહત્વ હોય છે. આ માટેના શ્રેષ્ઠ મુહૂર્ત નીચે મુજબ છે:

  • વિજય મુહૂર્ત: બપોરે 02:00 થી 02:46 વાગ્યા સુધી (કુલ સમયગાળો: 45 મિનિટ)
  • અપરાહ્ન પૂજા મુહૂર્ત: બપોરે 01:15 થી 03:31 વાગ્યા સુધી (કુલ સમયગાળો: 02 કલાક 16 મિનિટ)

શાસ્ત્રોક્ત વિધિ મુજબ, રાવણ દહન હંમેશા પ્રદોષ કાળમાં (સૂર્યાસ્ત પછી) કરવું જોઈએ. આ વર્ષે દશેરા પર સૂર્યાસ્તનો સમય સાંજે 05:48 વાગ્યે રહેશે. તેથી, સૂર્યાસ્ત બાદ રાવણ દહન કરવું શાસ્ત્રસંમત અને શુભ ગણાશે.

પર્વનું ધાર્મિક મહત્વ

વિજયાદશમી એ માત્ર રાવણ, કુંભકર્ણ અને મેઘનાદના પુતળા દહનનો કાર્યક્રમ નથી, પરંતુ તે અહંકાર, અન્યાય અને અધર્મના નાશનું પ્રતીક છે. શાસ્ત્રો અનુસાર, આ દિવસે ભગવાન શ્રી રામે લંકાપતિ રાવણનો વધ કર્યો હતો. ઉપરાંત, નવરાત્રિ બાદ મા દુર્ગાના મહિષાસુર પરના વિજય તરીકે પણ આ દિવસ ઉજવાય છે.

આ દિવસને વણજોયું મુહૂર્ત પણ માનવામાં આવે છે. દશેરાના દિવસે નવા કાર્યોનો આરંભ, શિક્ષણ, વેપારની શરૂઆત અને શસ્ત્ર પૂજા કરવી અત્યંત શુભ ફળદાયી ગણાય છે. એવી માન્યતા છે કે વિજયાદશમીએ શરૂ કરેલા કાર્યોમાં નિશ્ચિતપણે સફળતા મળે છે અને જીવનમાં સુખ-સમૃદ્ધિ આવે છે.