Money Plant Vastu Tips: ઘરમાં સુખ-સમૃદ્ધિ માટે મની પ્લાન્ટના વાસ્તુ નિયમોનું પાલન કરો; આ 5 ભૂલ કરશો તો પાસા ઊલટા પડશે અને થશે મોટું નુકસાન

વાસ્તુ શાસ્ત્ર અનુસાર જો આ છોડની યોગ્ય રીતે સંભાળ ન રાખવામાં આવે અથવા તેને ખોટી દિશામાં રાખવામાં આવે તો તે ફાયદાના બદલે આર્થિક નુકસાન અને માનસિક તણાવનું કારણ બની શકે છે.

By: Nilesh ZinzuwadiaEdited By:Nilesh ZinzuwadiaPublish Date: Wed, 13 May 2026 07:00 AM (IST)Updated: Wed, 13 May 2026 07:00 AM (IST)
vastu-tips-for-successavoid-these-5-money-plant-blunders-to-protect-your-wealth

Money Plant Vastu Tips: આજના સયમાં દરેક બીજા ઘરમાં મની પ્લાન્ટ જોવા મળે છે. લોકો તેને માત્ર સજાવટ માટે જ નહીં, પણ સુખ-સમૃદ્ધિ અને ધન વૃદ્ધિના પ્રતીક તરીકે પણ લગાવતા હોય છે. જોકે, વાસ્તુ શાસ્ત્ર અનુસાર જો આ છોડની યોગ્ય રીતે સંભાળ ન રાખવામાં આવે અથવા તેને ખોટી દિશામાં રાખવામાં આવે તો તે ફાયદાના બદલે આર્થિક નુકસાન અને માનસિક તણાવનું કારણ બની શકે છે.

દક્ષિણ-પૂર્વ દિશા છે સૌથી શ્રેષ્ઠ

વાસ્તુ નિષ્ણાતો અને જ્યોતિષીઓના જણાવ્યા પ્રમાણે મની પ્લાન્ટને ઘરની દક્ષિણ-પૂર્વ દિશા એટલે કે 'આગ્નેય કોણ' માં રાખવો સૌથી શુભ માનવામાં આવે છે. આ દિશાના દેવતા ભગવાન ગણેશ અને કુબેર છે, જે ધન અને વૈભવનું પ્રતિનિધિત્વ કરે છે. આ દિશામાં રાખેલો મની પ્લાન્ટ ઘરમાં સકારાત્મક ઉર્જાને આકર્ષે છે અને આર્થિક સ્થિરતા લાવે છે.

ભૂલથી પણ આ દિશામાં ન રાખો

મની પ્લાન્ટને ક્યારેય પણ ઉત્તર-પૂર્વ એટલે કે 'ઈશાન' માં ન લગાવવો જોઈએ. વાસ્તુ મુજબ આ દિશા પૂજા-પાઠ અને જળ તત્વ સાથે જોડાયેલી છે. આ દિશામાં મની પ્લાન્ટ રાખવાથી ઘરમાં દેવું વધી શકે છે અને પરિવારના સભ્યો બીમારીઓ પાછળ વધુ પૈસા ખર્ચી શકે છે. આ ઉપરાંત, મની પ્લાન્ટને સીધા સૂર્યપ્રકાશમાં રાખવાને બદલે તેને છાયડામાં અથવા જ્યાં હળવી હવા આવતી હોય ત્યાં રાખવો હિતાવહ છે.

શુક્રવારે કરો આ ખાસ ઉપાય

મહંત કામેશ્વરાનંદ વેદાંતાચાર્યના જણાવ્યા મુજબ, મની પ્લાન્ટને સીધો માટીમાં રોપવાને બદલે કાચની બોટલ કે વાસણમાં રાખવો વધુ શુભ છે. દર શુક્રવારે, જે માતા લક્ષ્મીનો દિવસ છે, આ છોડનું પાણી બદલવું જોઈએ. પાણી બદલતી વખતે તેમાં 1 કે 2 ચમચી દૂધ ઉમેરવાથી આર્થિક પરેશાનીઓ દૂર થાય છે અને સુખ-શાંતિ વધે છે. આ ઉપાય કોઈને કહ્યા વગર ચુપચાપ કરવો જોઈએ.

આ જગ્યાઓએ મની પ્લાન્ટ ન રાખવો

1). બાથરૂમ પાસે: બાથરૂમ રાહુનું પ્રતીક છે અને મની પ્લાન્ટ શુક્રનું. આ બંનેનો સંગમ પૈસાના સ્ત્રોતને ખતમ કરી શકે છે.
2). બેડરૂમમાં: ખાસ કરીને બેડરૂમમાં જ્યાં તમે સૂતા હોવ ત્યાં મની પ્લાન્ટ ન રાખવો જોઈએ. તેનાથી પતિ-પત્ની વચ્ચે ઝઘડા અને તણાવ વધી શકે છે.
3). અંધારી જગ્યા: અંધારાવાળી જગ્યાએ મની પ્લાન્ટ રાખવાથી તે નકારાત્મક પરિણામ આપી શકે છે.

ધ્યાન રાખવા જેવી અન્ય બાબતો

વાસ્તુના નિયમો મુજબ, મની પ્લાન્ટની વેલો ક્યારેય જમીનને ન અડવી જોઈએ. જો વેલ જમીન પર ફેલાય તો તેને વાસ્તુ દોષ માનવામાં આવે છે અને તેનાથી ઘરની બરકત અટકી જાય છે. તેથી તેને દોરીની મદદથી ઉપરની તરફ ચઢાવવી જોઈએ. આ ઉપરાંત, જો છોડના પાંદડા પીળા પડી ગયા હોય કે સુકાઈ ગયા હોય તો તેને તરત જ હટાવી દેવા જોઈએ, કારણ કે સુકાયેલો છોડ ઘરમાં નકારાત્મકતા ફેલાવે છે.

જો તમને આ લેખ પસંદ આવ્યો હોય, તો પછી તેને શેર કરવાનું ભુલશો નહીં. આવા વધુ લેખો વાંચવા માટે ગુજરાતી જાગરણ સાથે જોડાયેલા રહો.

Disclaimer: આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી/સામગ્રી/ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની ખાતરી આપવામાં આવતી નથી. આ માહિતી વિવિધ માધ્યમો / જ્યોતિષીઓ / પંચાંગો / પ્રવચનો / માન્યતાઓ / શાસ્ત્રોમાંથી એકત્રિત કરીને તમારા સુધી લાવવામાં આવી છે. અમારો હેતુ માત્ર માહિતી પ્રસારિત કરવાનો છે, તેના વપરાશકર્તાઓએ તેને માત્ર માહિતી તરીકે લેવી જોઈએ. વધુમાં, વપરાશકર્તા પોતે તેના કોઈપણ ઉપયોગ માટે જવાબદાર રહેશે. ગુજરાતી જાગરણ આની પુષ્ટિ કરતુ નથી. તમારો અભિપ્રાય અમને gujaratijagran@jagrannewmedia.com પર મોકલી શકો છો.