ભગવાન રામના જીવનમાંથી શીખવી જોઈએ આ ચાર વાતો, હંમેશા થશે સુખની પ્રાપ્તિ

By: Kishan PrajapatiEdited By:Kishan PrajapatiPublish Date: Tue, 28 Mar 2023 06:28 PM (IST)Updated: Tue, 28 Mar 2023 06:28 PM (IST)
these-four-things-should-be-learned-from-the-life-of-lord-rama-happiness-will-always-be-attained

ધર્મ ડેસ્કઃ રામનવમીને હવે ગણતરીના દિવસો જ બાકી છે. ત્યારે દેશના દરેક રામમંદિરમાં તૈયારીઓ કરવામાં આવી રહી છે. ભગવાન શ્રીરામનું જીવન મર્યાદા અને કર્તવ્યનું પાલન શીખવાડે છે. વચનબદ્ધતા અને કર્તવ્યનિષ્ઠા તેના જીવનના બે મહત્ત્વપૂર્ણ ભાગ છે. તેમના જીવનમાંથી પ્રેરણા લેવાની જરૂર છે.

ચરિત્ર અને આચરણ
રામાયણમાં ભગવાન શ્રીરામને ભગવાન વિષ્ણુનો અવતાર કહેવામાં આવે છે જે સ્વંય ભગવાનના ગુણોથ ઓતપ્રોત છે. આજે સમાજન લોકોએ ભગવાન રામના જીવનનું આચરણ કરી શીખ લેવી જોઈએ.

માતા-પિતા માટે સન્માન
પિતા દશરથ અને માતા કૈકેયી દ્વારા 14 વર્ષનો વનવાસ આપ્યા પછી શ્રીરામે માતા-પિતાની આજ્ઞાનું પાલન કર્યું છે. આ સાથે જ ભગવાન રામને ખબર હતી કે, મારા પિતા વચન સામે મજબૂર છે એટલે તેમની આજ્ઞાનું પાલન કરવું જ પડશે. એટલે રામે વનવાસનો લીધઓ હતો.

ગુરુ પ્રત્યે આદર
ગુરુનું સ્થાન કોઈ પણ વ્યક્તિના જીવનમાં સૌથી મોટું હોય છે. ગુરુના જ્ઞાનથી જ જીવનમાં સફળતા પ્રાપ્ત કરી શકાય છે પણ આજના યુવા ગુરુની આજ્ઞાનું પાલન કરતાં નથી અને માર્ગદર્શન વગર ખોટી રાહ પર ચાલવા લાગે છે. ભગવાન શ્રી રામજીએ હંમેશા ગુરુ વશિષ્ઠની આજ્ઞાનું પાલન કર્યું છે. આજે તેમના ચરિત્રથી ગુરુ ભક્તિ શીખવી જોઈએ.

ધૈર્યશાળી વ્યક્તિત્વ
કોઈ પણ મુશ્કેલ પરિસ્થિતિમાં ભગવાન રામે પોતાનું ધૈર્ય ગુમાવ્યું નહોતું. તેમણે દરેક મુશ્કેલીમાં ધૈર્યથી કામ કર્યું છે એટલે અમે ભગવાન રામ જીની જેમ દરેક તકલીફમાં શાંતિથી કાર્ય કરવું જોઈએ.

જે નસીબમાં લખ્યું હશે તેને અપનાવવું
ભગવાન શ્રી રામજીએ ક્યારેય નિયતિને બદલવાનો પ્રયત્ન કર્યો નથી. જે નિયતિમાં લખ્યું છે તેનો તેમણે સ્વીકાર કર્યો કેમ કે નિયતિ સામે કોઈ પણ લડી શકતું નથી.