Surya Mangal Yuti 2026: સૂર્ય-મંગળની યુતિથી શરૂ થતું નવું વર્ષ 3 રાશિ માટે પ્રગતિના દ્વાર ખોલશે, જાતકો રૂપિયે તોલાશે

અગ્નિ તત્વના આ બન્ને ગ્રહોની યુતિ બનવાના કારણે વ્યક્તિનો સ્વભાવ ચીડિયો થઈ શકે છે. આ દરમિયાન જાતકોએ પોતાની વાણી પર સંયમ રાખવો જોઈએ.

By: Sanket ParekhEdited By: Sanket Parekh Publish Date: Tue 30 Dec 2025 07:43 PM (IST)Updated: Tue 30 Dec 2025 07:43 PM (IST)
surya-mangal-yuti-2026-lucky-for-these-3-zodiac-signs-in-new-year-664923
HIGHLIGHTS
  • ગ્રહોના રાજા સૂર્ય અને સાહસના કારક મંગળ ગ્રહ એક રાશિમાં રહીને શક્તિશાળી સંયોગ સર્જશે

Surya Mangal Yuti 2026: જ્યારે કોઈ બે શક્તિશાળી ગ્રહ કોઈ એક રાશિમાં એકઠા થાય, તો તેને જ્યોતિષ શાસ્ત્રમાં યુતિ કહેવામાં આવે છે. 2026ના વર્ષની શરૂઆત પણ એક ખાસ અને શક્તિશાળી સંયોગ અર્થાત યુતિ સાથે થવા જઈ રહી છે. જેમાં ગ્રહોના રાજા સૂર્ય અને સાહસના કારક મંગળ ગ્રહ એક સાથે બિરાજમાન રહેશે.

સૂર્ય અને મંગળ બન્ને અગ્નિતત્વના ગ્રહ છે. આથી તેમનું મિલન 'આદિત્ય મંગલ યોગ' જેવી સ્થિતિ સર્જે છે, જે જાતકને જાદુઈ આત્મવિશ્વાસ અને નેતૃત્વની ક્ષમતાથી ભરી દે છે.

આ યુતિ નવા વર્ષની શરૂઆતમાં જ કરિયર, વેપાર અને સ્વાસ્થ્ય જેવી બાબતોમાં અનેક રાશિના જાતકો માટે ભાગ્યના દ્વાર ખોલનારી સાબિત થશે. આ તકે વૃંદાવનના જાણીતા જ્યોતિષાચાર્ય રાધાકાંત વત્સ પાસેથી જાણીએ, 2026માં સૂર્ય અને મંગળની યુતિથી કંઈ રાશિના જાતકોને જબરદસ્ત ફાયદો થશે…?

  • મેષ (Aries): આ રાશિનો સ્વામી મંગળ છે. આથી મેષ રાશિના જાતકોને બેગણો લાભ મળશે. તમારા વર્ષોથી અટકેલા કામો આગળ ધપશે અને એક પછી એક પુરા થવા લાગશે. સમાજમાં તમારું માન-પ્રતિષ્ઠા વધશે. મિલ્કત સબંધિત બાબતોમાં પણ સફળતાના યોગ બની રહ્યા છે. કાનૂની સકંજામાંથી બહાર આવવાનો માર્ગ મળશે.
  • સિંહ (Leo): આ રાશિનો સ્વામી સૂર્ય છે. સૂર્ય અને મંગળની બનતી યુતિથી આ રાશિના જાતકોનો આત્મવિશ્વાસ વધશે. નોકરિયાત વર્ગને કાર્યક્ષેત્રમાં સારું પરિણામ મળી શકે છે. માન-સન્માન સાથે સફળતા પામી શકશો.નવા રોકાણો અને આર્થિક પ્રગતિ માટે શુભ સમય છે. કાયદાકીય અને કોર્ટને લગતા કામો ઉકેલાશે.
  • ધન (Sagittarius): આ રાશિના જાતકો માટે સૂર્ય-મંગળની યુતિ વરદાનથી કમ નથી. લાંબા પ્રવાસથી ધન લાભ થશે. જાતકોને ભાગ્યનો ભરપુર સાથ મળશે. વિદ્યાર્થીઓ વધુ અભ્યાસ માટે વિદેશ જઈ શકશે. દૃઢ મનોબળથી ધારેલા કામમાં આગળ વધી શકશો.સ્ફૂર્તિથી કામ કરશો, તો સફળતા વધારે મળશે.

સૂર્ય-મંગળ યુતિનો લાભ મેળવવાના ચમત્કારિક ઉપાય (Surya Mangal Yuti 2026)

અગ્નિ તત્વના આ બન્ને ગ્રહોની યુતિ બનવાના કારણે ઉર્જાનું સ્તર અનેકગણું વધી જાય છે. જેના પરિણામે ઘણીવાર વ્યક્તિનો સ્વભાવ ચીડિયો થઈ શકે છે. આ દરમિયાન જાતકોએ પોતાની વાણી પર સંયમ રાખવો જોઈએ. આ સાથે જ ઉતાવળમાં કોઈ મોટો નિર્ણય લેવાનું બને ત્યાં સુધી ટાળવું જોઈએ.

આ સિવાય તમે કેટલાક નાના-નાના અને સરળ જ્યોતિષી ઉપાય અજમાવી શકો છો. જેનાથી જાતકોને બન્ને ગ્રહોના શુભ ફળ જ પ્રાપ્ત થશે. આ માટે દરરોજ સૂર્ય દેવને જળ અર્પણ કરો. મંગળવારના દિવસે હનુમાન ચાલીસાનો પાઠ કરો. તેમજ લાલ રંગના ફળ કે વસ્ત્રનું દાન કરવું પણ શુભ રહેશે.

Disclaimer: આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી/સામગ્રી/ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની ખાતરી આપવામાં આવતી નથી. આ માહિતી વિવિધ માધ્યમો / જ્યોતિષીઓ / પંચાંગો / પ્રવચનો / માન્યતાઓ / શાસ્ત્રોમાંથી એકત્રિત કરીને તમારા સુધી લાવવામાં આવી છે. અમારો હેતુ માત્ર માહિતી પ્રસારિત કરવાનો છે, તેના વપરાશકર્તાઓએ તેને માત્ર માહિતી તરીકે લેવી જોઈએ. વધુમાં, વપરાશકર્તા પોતે તેના કોઈપણ ઉપયોગ માટે જવાબદાર રહેશે. ગુજરાતી જાગરણ આની પુષ્ટિ કરતુ નથી. તમારો અભિપ્રાય અમને gujaratijagran@jagrannewmedia.com પર મોકલી શકો છો.