Surya Krittika Nakshatra Gochar: જ્યોતિષશાસ્ત્રમાં ગ્રહોના રાજા ગણાતા સૂર્યદેવ આગામી 11 મે 2026 ના રોજ નક્ષત્ર પરિવર્ત કરશે. સૂર્ય દેવ પોતાના જ સ્વામિત્વવાળા કૃત્તિકા નક્ષત્રમાં પ્રવેશ કરવા જઈ રહ્યા છે. સૂર્યનું આ નક્ષત્ર પરિવર્તન 15 દિવસ સુધી એટલે કે 25 મે સુધી ચાલશે. સૂર્ય દેવ રાતના 7.37 વાગ્યે કૃત્તિકા નક્ષત્રમાં પ્રવેશ કરશે. જ્યોતિષીઓના જણાવ્યા અનુસાર, જ્યારે સૂર્ય પોતાના જ નક્ષત્રમાં આવે છે ત્યારે તેની ઉર્જા અને પ્રભાવમાં અનેકગણો વધારો થાય છે. આ ગોચરને કારણે ખાસ કરીને 4 રાશિના જાતકો માટે પ્રગતિ અને ધનલાભના દ્વાર ખુલવાના સંકેતો મળી રહ્યા છે.
પદ, પ્રતિષ્ઠા અને નેતૃત્વનો કારક સૂર્ય
સૂર્યને જ્યોતિષમાં પદ-પ્રતિષ્ઠા, આત્મબળ, નેતૃત્વ ક્ષમતા અને સરકારી નોકરીનો કારક માનવામાં આવે છે. 11 મે થી સૂર્યના આ પરિવર્તનને કારણે અટકેલા કામોમાં ગતિ આવશે અને મહેનતનું યોગ્ય પરિણામ મળવાનું શરૂ થશે.
આ રાશિઓને થશે સૌથી વધુ ફાયદો
મેષ રાશિ
મેષ રાશિના જાતકો માટે આ સમય અત્યંત સક્રિય રહેશે. આત્મવિશ્વાસમાં વધારો થવાને કારણે તમે તમારા કાર્યો ઝડપથી પૂર્ણ કરી શકશો. કાર્યક્ષેત્રમાં નવી જવાબદારીઓ મળવાની સાથે તમારી નેતૃત્વ ક્ષમતાની પ્રશંસા થશે. જો તમે નવો વ્યવસાય શરૂ કરવા માંગો છો, તો સમય શુભ રહેશે.
વૃષભ રાશિ
આ ગોચર તમારી આવક અને સંપર્કો વધારવામાં મદદરૂપ સાબિત થશે. નવા લોકો સાથેની ઓળખાણ ભવિષ્યમાં આર્થિક લાભ કરાવી શકે છે. અટકેલા નાણાં પરત મળવાની પ્રબળ શક્યતા છે અને તમારો સામાજિક વ્યાપ વધશે. સંબંધોમાં ચાલી રહેલા તણાવ દૂર થશે, અને પરસ્પર સંબંધો મધુર બનશે.
સિંહ રાશિ
સિંહ રાશિના જાતકો માટે નસીબના દ્વાર ખુલશે. લાંબા સમયથી પ્રમોશન કે નવી નોકરીની રાહ જોઈ રહેલા લોકોને સફળતા મળશે. વેપારમાં મોટી ડીલ થવાથી આર્થિક સ્થિતિ મજબૂત થશે અને સમાજમાં પ્રતિષ્ઠા વધશે. માનસિક મુશ્કેલીઓમાંથી મુક્તિ મળશે. ઉપરી અધિકારીઓ દ્વારા પ્રશંસા મળશે.
તુલા રાશિ
રચનાત્મક ક્ષેત્ર સાથે જોડાયેલા લોકો માટે આ સમય સિદ્ધિઓ લાવશે. વિદ્યાર્થીઓને પરીક્ષામાં સારા પરિણામ મળી શકે છે. પ્રેમ જીવનમાં સકારાત્મક બદલાવ આવશે અને કારકિર્દીમાં નવી તકો પ્રાપ્ત થશે. બધા કાર્યો સમયસર પૂર્ણ થશે. તમને તમારી ભૂતકાળની મહેનતનું ફળ મળશે.
જો તમને આ લેખ પસંદ આવ્યો હોય, તો પછી તેને શેર કરવાનું ભુલશો નહીં. આવા વધુ લેખો વાંચવા માટે ગુજરાતી જાગરણ સાથે જોડાયેલા રહો.
Disclaimer: આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી/સામગ્રી/ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની ખાતરી આપવામાં આવતી નથી. આ માહિતી વિવિધ માધ્યમો / જ્યોતિષીઓ / પંચાંગો / પ્રવચનો / માન્યતાઓ / શાસ્ત્રોમાંથી એકત્રિત કરીને તમારા સુધી લાવવામાં આવી છે. અમારો હેતુ માત્ર માહિતી પ્રસારિત કરવાનો છે, તેના વપરાશકર્તાઓએ તેને માત્ર માહિતી તરીકે લેવી જોઈએ. વધુમાં, વપરાશકર્તા પોતે તેના કોઈપણ ઉપયોગ માટે જવાબદાર રહેશે. ગુજરાતી જાગરણ આની પુષ્ટિ કરતુ નથી. તમારો અભિપ્રાય અમને gujaratijagran@jagrannewmedia.com પર મોકલી શકો છો.
